એશા ખુલ્લી કિતાબ (13) રાજુલ શાહ

kanchan1, Matrimonial services, dream sole mate, Indian matrimonial services

બીજે દિવસે સવારે ચા નાસ્તાનાં ટેબલ ઉપર મીરાએ વાત કરી ” ધ્રુમિલ માટે    એક સારી વાત આવી છે.છોકરી અને ફેમિલી મારા જાણીતા છે.એશા તારી જો મરજી હોય તો હું ધ્રુમિલ ને વાત કરી જોઉ અને એની તૈયારી હોય તો બંનેની મુલાકાત પણ ગોઠવી શકાય એટલો મારો હક એ છોકરી પર પણ છે.”
”ધરમના કામ માં વળી ઢીલ શી”? અને તું વચ્ચે છું એટલે મારે કોઇ લાંબી તપાસ કરવાની પણ  ક્યાં જરુર છે? જો ધ્રુમિલને પસંદ પડે તો અમને કોઇ વાંધો નથી.
અને મીરાં એ મિડીયેટરનું કામ બરાબર સંભાળી લીધુ. ધ્રુમિલ અને જાનકીને મેળવી આપ્યા. એશા-રોહીત સાથે મુલાકાત પણ કરાવી દીધી.આમતો દુનીયા ખુબ જ નાની છે અને શોધવા બેસીએ તો ઓળખાણના છેડા ક્યાંક તો જોડાતા જ હોય.એવી રીતે ક્યાંક ને ક્યાંક તો આ બંને પરિવારોને જોશતી કડી મળી જતી.લાંબી તપાસ કે વધુ રાહ જોવાની જરુર નહોતી.બધુંજ ખૂબ સરળતાથી ગોઠવાઇ ગયું.
વળી ફરી એક વાર એશા અને રોહીતના દિવસો થોડા બીઝી જવા લાગ્યા.રુચાના લગ્ન પતે ઝાંઝો સમય થયો નહતો એટલે ખાસ નવેસરથી કશું કરવાનું હતું જ નહીં. કંકોતરી માટૅ નુ લીસ્ટ તો તૈયાર જ હતુ.બસ થોડી ઘણી ખરીદી અને જાન જોડીને વડૉદરા જવાનું હતુ એટલે મન પણ કોઇ ભાર નહોતો.
સરસ રીતે પ્રસંગ ઉકલી ગયો.હવે એશાને ધ્રુમિલની રહી સહી ચિંતા પણ રહી નહિ.જાનકી સૌમ્ય અને છતાંય મળતાવડી હતી.બેન્નેના વિવાહનું નક્કી કર્યું ત્યારથી લગભગ દર રવિવારે ધ્રુમિલ સાથે આણંદ પણ આવતી હતી.અને એશાને તો વળી સૌ પોતાના લાગતા ત્યાં જાનકીને સ્વીકારવામાં ક્યાંવાર લાગવાની હતી.
લગ્ન પછી પણ એ બંનેનો દર રવીવાર આણંદ આવવાનો અનુક્રમ ચાલુ જ રહ્યો. વાતાવરણ ખુબ ભરેલુ લાગતુ જ્યારે એ એશા અને રોહિત પાસે આવીને રહેતા ત્યારે.. આટલા લાંબા સમય પછી એશાને સમજાતી હતી મોટાઇ અને મોટીબેન ની સંયુક્ત પરિવારની ભાવના. ઘર મંગલ લાગતુ હતુ.

બે એક અઠવાડીયા પછી રિવા સાથે ફોન ઉપર વાત કરતા એશા બોલી “ઇશ્વર એક હાથે આપે છે તો સામે બીજા હાથે પાછું કેમ માંગી લે છે?” રુચા- ધ્રુમિલનું વિચાર્યુ હતું એના કરતા પણ સરસ રીતે ગોઠવાઇ ગયું હવે એ બંનેની મને કોઇ ચિંતા નથી.તો હવે રોહીત માટેની ચિંતા કોરી ખાય છે”.
ધ્રુમિલના લગ્ન પછી વળી પાછી રોહીતની તબિયત નરમ-ગરમ રહેવા લાગી હતી એટલે સ્વાભાવિક એશાના મનમાં ચાલતી ચિંતા હવે ઉપર આવવા લાગી હતી.ધ્રુમિલ અને જાનકી સાથે પણ ફોન પર વાત કરતાં સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતી એશા રિવા પાસે સ્વસ્થ રહી શકતી નહતી.
“બહારથી સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરુ છું પણ કોઇક વાર તો એમાં પણ નિષ્ફળ જતી હોઉ  એમ મને લાગે છે.જાણે ધ્રુમિલ અને રુચાની લગ્નની જવાબદારી પુરી કરવાનું નક્કી કર્યું હોય એમ ત્યાં સુધી તો તબિયતે સાથ આપ્યો પણ હવે તો શરીર લથડતું જાય છે.”
રિવા સમજી શકતી હતી એશાની વેદના નજર સામેજ આપણે આપણી વ્યક્તિને જીવનમાંથી વિદાય લેતી જોવી એ કેટલું કપરું છે એ વિચારી શકતી હતી.એ ઠાલુ આશ્વાસન પણ એશાને આપી શકે તેમ નહોતી.નોન મેડિકલ પરસન હોય તો બરાબર છે પણ અહીં તો રોજ-બરોજના રિપોર્ટ એશાની હાજરીમાં જ થતા.કોઇ  વસ્તુ એશાની નજર થી બહાર નહોતી.
ઉધઇએ કોતરી કાઢેલા લાકડાની ફ્રેમ અંદર થી કેટલી પોલી થવા માંડી છે એની એશાને બરાબર જાણ હતી. બ્લડ ટેસ્ટ ,ફરી એકવાર બાયોપ્સી નું રિઝલ્ટ એશાના જ હાથમાં આવ તૂં હતું મેડિકલ ફીલ્ડમાં કામ કરતા હતા એટલે બંને જણ પરિસ્થિતિની ગંભીરતા સમજી શકતા હતા. ચિંતા વધતી જતી હતી.વાસ્તવિકતાની દુનિયામાં ડહાપણ કે સમજદારીની વાતો કેટલી પોકળ છે એ રિવા પણ જાણતી હતી.એટલે બીજું તો કશુંજ એને કહેવાનું -બોલવાનુ હતુ નહી અને છતાંય એક મૂક સધિયારો આપતી હોય એમ એ એશાની સામે જોઇને એની બધી વાતો સાંભળે જતી હતી.
“તને યાદ છે એશા? કાયમ તું કહેતી હોય છે કે દરિયા કિનારે ઉભા હોઇએ ત્યારે એક મોજું આવે એ તમારા પગ ભીના કરીને પાછું વળી જાય છે. એનું એ મોજુ ફરી પાછુ આવતું નથી.તારે પણ તારા પગ મજબૂત રાખીને ઉભા રહેવાનું છે.મોજું આવીને તારા પગ ભીના કરી જાય તેનો વાંધો નહીં પણ એ મોજું તને ખેંચી ના જાય એટલી મક્કમતા તો તારે જ કેળવવી પડશે ને? અને મને વિશ્વાસ એ શું આવતા મોજાઓ વચ્ચે પણ તું તારી જાતને સ્થિર રાખી જ શકીશ “.-રિવા એશાને સધિયારો આપવા બોલી અને વાતને આગળ લંબાવતા પુછ્યુ “તારી પેલી રશીયન રસી આવી કે નહીં?.”

This entry was posted in એશા- ખુલ્લી કિતાબ. Bookmark the permalink.