દાદાનો જરકુડો-૭

“દાદા?”
“હં બેટા”
” આ ધુળ કેમ ઉડીને ઘરમાં આવે છે?”
“પવન સાથે તે ઉડીને અપણા ઘરમાં આવે બેટા!”
“પણ તે પવન સાથે કેમ ઉડે? ”
“હલકી છે ને તેથી”
” એટલે જે હલકુ હોય તે ઉડે?”
” હા પવન હોય તો ઉડેજ.”
” પણ પવનતો કેટલા ભારે વાદળોને ઉડાડે છે તેનુ શું?
“તે પવન નું બીજુ સ્વરુપ કહેવાય..જેને ઝંઝાવાત કે વંટોળિયું કહેવાય.”
“એને પવનનાં પપ્પા કહેવાય કે દાદા?”

This entry was posted in દાદાનો જરકુડો. Bookmark the permalink.