શુભેચ્છાઓ-शतायु भवः

Many happy returns of the Day!

ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…
સીતાજીની સમ આગમાં મુકી, અંગારે ખૂબ તપાવ્યો રે
પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
કો’કે મુકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે
કો’ક રુપાળા હાથે મુજને, ઉંચે ગોખ ચઢાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુને પ્રગટાવ્યો રે
દુર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
તેલ ખુટ્યું ને વાટ ખુંટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સપ્ટેમ્બર 10 , 2007

This entry was posted in ગમતાનો ગુલાલ. Bookmark the permalink.

2 Responses to શુભેચ્છાઓ-शतायु भवः

 1. Manish says:

  Its really very nice poem which describe the whole life of kodiyu..

  Thanks to website administrator for placing this nice poem on the site

  Manish

  INDIA

 2. usha says:

  કંચન કાયા ઘડેલું એક કોડિયું, જલતું આદિ તે કાળથી અખંડ; દિવડો સૂરગંગાથી ઉતર્યો,

  દિવડામાં તેલ પૂર્યા ચૌદ લોકના, દિવડાની વાટ પડી વરમંડ, દિવડો સૂરગંગાથી ઉતર્યો…

  દિવડો ભીંજેના હો જલધારથી, દિવડાનો આછેરો એક ઉન્મેષ,દિવડો સૂરગંગાથી ઉતર્યો…કંચનકાયા ઘડેલું એક કોડિયું જલતું…

  ગમતું હોય એટલું બધું, ગૂંજે ના ભરીએ ગમતાનો કરીએ ગુલાલ.

Comments are closed.