નવી ભોજન પ્રથા-વિલાસ ભોંડે

 

 
 યુગોથી આપણ જમવાનું લઈએ છીએ. બધી વસ્તુઓના ગુણધર્મ જાણીને આહાર નકકી કરીએ છીએ. તેમ છતાં ધીરે ધીરે સમાજમાં રોગ અને રોગીઓનું પ્રમાણ વધી રહ્યુ છે.  દવા એજ આહાર-ખોરક થઇ ગયો છે. પૈસો ખર્ચ થાય છે. શારીરિક તકલીફોથી પીડાવાનુ વધે છે. આનો કોઈ ઉકેલ છે કયા, કઇક ખોટુ થઇ રહ્યુ છે. પણ એ શું છે?
શ્રી બી.વી.ચૌહાણ જેઓ જી.ઇ.બી.માંથી સુપરીન્ટેન્ડટ એન્જીનીયર તરીકે રિટાયર્ડ થયા છે. અને એમણે ખુબ વિચાર્યુ. પોતાને જાત જાતના રોગ હતા. ઘણી કસરતો કરી. રેકી, યોગ, પ્રાણાયામ, અયુર્વેદ, હોમીઓપાથી, પાણી, શિબાંબુ પ્રયોગો – બધુ કર્યુ. ટુકા ગાળામાટે રાહત રહે પણ રોગ  નિર્મૂળ ન થાય. એટલામાં “રસાહાર” ઉપર એક પુસ્કત હાથમાં  આવ્યુ અને પછી રામ ચરિત માનસ આધારિત ભોજન પ્રથાની વાત સમજમાં આવી ભગવાન ગીતામાં પણ પોતાને માટે “પંત્રં, પુષ્પં, ફુલં, તોયં” આટલુજ માગે છે. જુના જમાનાના ૠષિ-મુનિઓ કાચો આહારજ લેતા    અને હજારો વર્ષ નિરોગી થઈ જીવતા. આધુનિક વિચારધારા વૈજ્ઞાનિક દૃષ્ટીકોણ ના લીધે વાત  નહોતી આવતી.

પાણી ૯-૯ વરસ પોતાના ઉપર પ્રયોગો કરી જોયા. અકલ્પનીય લાભ થયો. રોગોનું નામોનિશાન ન રહ્યું. પછી પોતાના કુટુંબીજનો ને કહ્યું. બધાના પ્રયોગોનું ખુબ સારૂ લાગ્યુ. અને જે   મેળવ્યુ બંને     જાહેર નવી ભોજન પ્રથા ની વાત મુકી. તેસો બહુજ સરળ રીતે બધાને સમઝાવે છે. કોઈ જબરદસ્તી નહી. વાત સાંભળો, સમજો, પ્રયોગ કરી જુઓ. ફાયદો થાય તો ચાલુ રાખો નહી તો ૩-૪ મહીના પછી છોડી દો.

તેમની પ્રથામાં ફાચા શાકભાજી અને ફળો ખાવા ઉપર ભાર આપવામાં આવે છે. ભગવાને બધાને કાચુ ખાવાનું સમજાવ્યું.

 ફકત માણસજ રાંધે છે. રાંધવાથી ખોરાકમાંના બધા જીવનસત્વો નષ્ટ થાય છે. એક પ્રયોગ આના માટે કરી શકાય. અનાજના દાણા લઈ, કેટલાકને સેકવાના, કેટલાક બાફવાના, કેટલાક રાંધવાના – તજવાના. અને કેટલાક કાચા રાખવાના. જમીનમાં આ બધા રોપ્યા પછી ફકત કાચા દાણા માંથી અંકુર ફુટશે. કારણ એમાંજ જીવન છે. બાકી તો બધો મૃત આહાર છે. આપણે બધા જાણીયે છીયે કે કાચા શાકભાજી અને ફળોમાં ફાયબર ખુબ હોય છે. જે પચવામાં બહુજ હલકુ અને બીજા આહાર માટે પાચક હોય છે. માટે આ આહાર લેવાથી પેટ સાફ રહે છે. જેથી બીજા રોગો થવાનુ પ્રમાણ ઘટે છે.

ઉચ્ચ સમાજમાં કાચુ ખાવાની, ડાયટ ઉપર રહેવાની ફઁશન થઈ છે. ખાંડ અને મીઠુ પણ ન ખાવુ જોઈએ. અઁલોપઁથીનાં પણ આ વસ્તુ કેહવામાં આવે છે. શ્રી ચૌહાણ સાહેબના પ્રયોગ મુજબ દુધ પણ ન પીવું જોઈએ. જયારે શિશુને દુધની જરૂર હોય છે ત્યારે ભગવાન માતાને દુધ આપેજ છે. ભગવાન આપણી બધીજ ચિંતા કરતો હોય છે. આપણેજ જાતજાતના આહાર પદાર્થો પેટમાં ઠાસી-ઠાસીને ભરીએ છીએ અને રોગ ને આમંત્રિત કરીએ છિએ. જયારે આપણાને જરૂર હોય ત્યારે તરસ લાગે., ભૂખ લાગે. ભગવાનને બધી વ્યવસ્થા સારી રીતે કરી રાખેલ છે જેમા આપણે ખલેલ પહોંચાડીયે છીએ.

  નવી ભોજન પ્રથા મુજબ સવારે ૧૨ વાગે કાચો આહાર લેવો જેમાં બધાજ પ્રકારના શાકભાજી અને ફળો આવે. અનાજ ન લેવું. રાંધેલ ખોરાક પણ ન લેવો. સવારે ઉઠીને ૧૨ વાગ્યા સુધી પેટને આરામ આપવો. ઉપવાસ એ રોગને હણનાર શસ્ત્ર છે. અડધા દિવસનો ઉપવાસ પણ ચાલે. રાત્રે આપણો નિયમિત ખોરાક લેવાય. પણ રાંધેલ ખોરાક ઓછો  શાક વધારે. સારા અને જલ્દી પરિણામ માટે સવાર સાંજ કાચો ખોરાક જ લેવો.  ૯-૧૦ દિવસમાં એકવાર ઉપવાસ કરવો. શકય હોય તો શરૂઆતમાં ૧-૨ મહીનો રોજે એનીમા લેવો જેથી પેટ સાફ થઈ જાય.

 કાચું ખાવામાં બધાજ પ્રકારની શાકભાજી/કંદમૂળ જેમ કે બટાકા, ડુંગળી, કોથમીર , ફુદીનો, મરચા, આદુ, લસણ, શક્કરીયા, કોળું, ગિલોડા, ગલકા,દુધી,  તુરીયા, કારેલા, કંટોલા, પરવર, ભીંડા, ચોળી, પાલક, પાન, તાંદળજો, મેથી, કોબી, ફુલેવાર, મીઠી લીમડો, તુલસી, મુળો, બીલી મગ, ગાજર, બીટ, ટામેંટા, રીંગણ, – ગમે તે. ફળોમાં જે તે ઋતુમાં સહેલાઈ થી મળે. સસ્તુ મળે છે લઈ શકાય. દાત. કેળા, પપૈયુ, ચિકુ, સફરજન, ટરબુજ, શક્કરટેટી, નાસપતી, મોસંબી, સંત્રા વિગેરે. સવારના અપવાસની ટેવ ધીરે ધીરે પડી શકાય. ૧-૧ કલાક ચા-નાશ્તાનો સમય મોડો કરતા જવાય જેથી ૧૨ વાગ્યા પહેલા પેટમાં કઈજ જાય નહી, પાણી પણ નહી, તેવીજ રીતે કાચુ ખાવા માટે પણ એના ઉપર સ્વાદિષ્ટ ચટણી બનાવી નાખી શકાય, સંચળ, સૈંધવ, મીઠુ, લીંબુ, હિંગ, જીરૂ, મરી , તજ, લવીંગ, વિગૈર લઈ શકાય. કાયમ માટે લીંબુ, મધ, આદુ, વરીયાળી વિગૈર પાણી સાથે લેવાય. બધીજ જાતના રસાહાર કરી શકાય.

 જેમને-જેમને આ પ્રયોગ કર્યા છે, આશ્ચર્યકારક પરિણામો મેળવ્યા છે. ઘણા બધા રોગો જેવા કે બી. પી., કોલેસ્ટ્રોલ, ડાયબીટીસ, અઁસીડીટી, ઓછુ/વધુ વજન, કબજીયાત, વા નો દુખાવો, માથાનો દુખઅવો, શરદી-ખાંસી, અસ્થમા, કમરનો દુખાવો, સાંધાના દુખાવો, અઁલર્જી બધા ચામડીના રોગો , થાયરોઇડ, ટી. બી., હૃદયરોગ, અને કઁન્સર સુધીના દર્દીઓને રાહત મળેલ છે. અને  દિવસોમાં મહીના ઓછા જ. મારી વરસોની અઁસીડીટીમાં રાહત મળેલ છે. શરૂવાતમાં કદાચ થોડી તકલીફ થાય જેમ કે જાડા, શરદી, માથાનો દુખાવો, ચામડીમાં      પણ આ તો  બદ લાવો બધે   નિકળી જાય છે. માટે ઘબરાવવું નહી.
 માટે મારી વાચકોને નમ્ર વિનંતી છે કે એકવાર આ પ્રયોગ કરી જોવો. કઈ પણ પુછવું હોય તો શ્રી બી. વી. ચૌહાન સાહેબનો સંપર્ક સાધવો તેઓશ્રી હમેશામાટે સેવા કરવા તત્પર છે. એમના ફોન નં. ૦૨૭૯૨-૨૨૬૮૬૯, ૯૨૨૮૪૩૩૮૯૯, ૯૩૨૮૦૭૦૨૮૯, ૯૪૨૬૧૨૭૨૫૫

http://vmbhonde.wordpress.com/2010/03/29/%e0%aa%a8%e0%aa%b5%e0%ab%80-%e0%aa%ad%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a5%e0%aa%be/

This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમે, આરોગ્ય માહીતિ. Bookmark the permalink.