બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં-(૮) ડો ઇન્દીરાબેન શાહ

આગળ વહી ગયેલી વાર્તા ૧ ,  ,  , ,, ૬.૭

પ્રવિણભાઇ બીજે દિવસે વહેલી સવારે તૈયાર થયા બાબુભાઇ તૈયાર થયા, બચીબેન પણ બહાર આવ્યા તેઓએ તો સાડી પહેરેલ,બાબુભાઇએ જોયુ ,તુરતજ ઇશારાથી અંદર જવા કહ્યુ બચીબેન પણ તુરત સમજી ગયા ,બાબુભાઇ બચીબેન પાછ્ળ ગયા, બચી હુ રાત્રે તને કહેતા ભુલી ગયો ,તારે સાડી નથી પહેરવાની આપણે ટેનેસીમા હતા ત્યારે પેન્ટ શર્ટ લીધેલ તે પહેરવાના છે,

આપણે  મોટેલમાં બધા લોકો સાથે કામ કરવા તેઓના જેવા કપડા પહેરીયે તો સારુ દેખાય.બચીબેન બોલ્યા તમારે કામથી કામ, લુગડા હારે કામને શુ લાગે વળગે ,મારે કાંઇ એવા વેહ કાઢ્વા નથી ટેનેસી મા તો બરફમાં હાલવાનુ હતુ અહી ક્યા બરફ છે? હુ તો સાડી જ પહેરીશ,, બાબુભાઇએ માંડ્માંડ સમજાવ્યા સારુ તો પંજાબી ડ્રેસ પહેર, સારુ તમે કહો છો તો પહેરી લવ છુ

પ્રવિણભાઇ અને પ્રવિણાબેને મળી ગ્રોસરી અને રસોડાની જરુરિયાતો પાછ્ળ ટ્રંક મા ગોઠવ્યા, ત્યાં સુધીમાં બચીબેન અને બાબુભાઇ બહાર આવી ગયા ,બચીબેના હાથમા નાની બેગ જોઇ પ્રવિણે પુછયુ “માસીબા આ શું લીધુ? “

 “ભાઇ આ તો જરા પૂજા પાઠ્ના પુસ્તકો અને ગણપતિ અને માતાજીની પ્રતિમા તારી મોટેલમા પહેલી વખત જઇ રહ્યા છીઍ તો થોડા  શુકન પણ કરવા જોઇએ તને વાંધો તો નથીને!”

“અરે હોય માસીબા મને તો ગમશે.”

પ્રવિણાબેને બન્ને બાળકોને નીચે બોલાવ્યા ,બન્ને તુરત જ આવ્યા બચીબેન બાબુભાઇને જૈ શ્રી કૃષ્ણ કર્યા ,

પ્રવિણાબેને પણ વિવેક કર્યો” માસીબા! તમોને સારુ ના લાગે તો તુરત જ ફોન કરી દેજો હું અથવા પ્રવિણ લેવા આવી જઇશુ.”

“અરે પ્રવિણા તુ તારે ચિંતા ના કરીશ ,અમને બન્નેને તો જ્યાં જઇએ ત્યાં ફાવી જાય”.

બાબુભાઇ આગળ બેઠા, બચીબેન પાછ્લી સીટ પર ગોઠ્વાયા ,”માસી માસા સીટ બેલ્ટ બાન્ધ્યા?”

 બાબુભાઇ બોલ્યા “પ્રવિણ we both buckled up,ready to take off,”

“માસા વાહ તમે તો છોકરાઓ જેવા થઇ ગયા ને શું!”

 પાછળથી બચીબેન બોલ્યા “હા હા પ્રવિણ અમારે જુની આંખે અહીં નીત નવુ જોવાનુ અને  નીત નવુ શીખવાનુને?”

પ્રવિણભાઇને માસીના અવાજમાં થોડો અણગમાનો ભાસ થયો,કશુ બોલ્યા નહિ , માસા સમજી ગયા બોલ્યા “પ્રવિણ તારી માસીને એવુ લાગે પણ્ મને તો નવુ જોવુ અને શિખવુ ગમશે. તુ તારે બે ફિકર અમને મોટેલ પર પહોંચાડી દે તારી માસીને પણ ગમવાનુ આમેય એ રસોડાના કામ વગર કંટાળી છે બરાબરને બચી?”

“ હાસ્તો અહી ક્યા મને કોઇ રસોડામા પેસવા જ દે છે”

“, એ તો તને આરામ મળે એટલે કામ ન કરવા દે,”

” હા માસીબા. તમે અમારા વડિલ ,અમે તમને કામ ન કરવા દઇએ..” પ્રવિણાએ ઠાવકાઇ થી કહ્યુ

આમ વાતોમા કયારે મોટેલ આવી ખબર પણ ના પડી.પ્રવિણભાઇએ ગાડી પોર્ચમા પાર્ક કરી.ટ્રંક ખોલી.  બાબુભાઇ બચીબેન પણ બહાર નીકળ્યા,સૌએ થોડો સામાન હાથમા લીધો.મોટૅલમા ડેસ્ક પાછ્ળ નાનુ કર્વાટસ હતુ , મેનેજર બહાર રહેતો હોવાથી ખાલી પડેલ.પ્રવિણભાઇએ આગળથી જણાવેલ એટલે મેનેજરે સાફ કરાવી તૈયાર રાખેલ.

સામાન અંદર મુક્યો અને પ્રવિણ બોલ્યો.”માસી તમે ગોઠવો , હુ ને માસા મેનેજરને મળી આવીઍ”

“હા પ્રવિણ તમે જાવ હુ ગોઠ્વુ છુ, “

માસીને તો ઘણા દિવસે રસોડુ હાથમા આવ્યુ .સૌ પ્રથમ નાનો બાજોઠ મુકી ગણેશજી બેસાડ્યા,પ્રાર્થના કરી.બાકીનો સામાન ગોઠ્વવાનો શરુ કરયો,પ્રવિણભાઇએ બાબુભાઇની મેનેજર સાથે ઓળખાણ કરાવી.કામ વિષે સમજાવ્યુ. ત્યારબાદ સીંથીયા સાથે પણ મુલાકાત કરાવી.મેનેજરે પિઝા ઓર્ડર કરી દીધેલ ,આવી ગયો, બધાએ રુમમા જઇ પિઝા માણ્યો,બચીબેને ચા તૈયાર રાખેલ, મેનેજરે પણ દેશી ચા માણી,

પ્રવિણભાઇએ વળી નિકળતા પહેલા વિવેક કર્યો “માસી ફાવશેને?”

“ભાઇ સરસ ફાવશે, તુ તારે જરાય ચિંતા ન કરીશ,”

“માસા હવે હું રજા લઉ,”

“જૈ શ્રી કૃષ્ણ “

“ જૈ શ્રી કૃષ્ણ પ્રવિણ ,સંભાળીને જજે ભાઇ.”

“માસા માસી આવજો,  

 ગાડી કંપાઉન્ડ્ની બહાર નીક્ળી.

માસા માસીએ પણ મોટેલના કંપાઉન્ડ્મા બેત્રણ આંટા માર્યા,થાકેલ હોવાથી વહેલા જ સુઇ ગયા.માસી વહેલી સવારે ઉઠ્યા નાહી ધોઇ પૂજા પાઠ શરુ કર્યા.બાબુભાઇ અવાજથી ઉઠી ગયા,

 “અરે બચી આ શુ ઘોંઘાટ મોટૅલના ગ્રાહકો ઉઠી જશે,મેનેજરને ફરિયાદ કરશે, જરા ધીરે પાઠ બોલ,”

આ તો બચીબેન એમણે તો

જય ગણેશ જય ગણેશ દેવા ,માતા જાકી પાર્વતી પિતા મહાદેવાની આરતિ ગાવાની શરુ જ કરી દીધી,અને સાથે ઘંટ્ડી પણ,

બાબુભાઇએ બારણૂ બંધ કર્યુ

બચીબેને આરતીની વિધિ પુરી કરી ,

બાબુભાઇ તૈયાર થઇ ગયેલ ,

બન્ને જણાએ આરતી લીધી,

બચીબેન આરતી અને પ્રસાદ લઈ બહાર લોબીંમા આવ્યા,

બાબુભાઇ પણ પાછ્ળ આવ્યા

બધાને પહેલા આરતી આપે , પછી પ્રસાદ આપે. કામ કરવા વાળાઑએ  તો આ બધુ જોયલ હ્તુ મેક્ષીક્નને તો આપ્ણા કલ્ચરની જાણ હોય,

પણ ઍક અમેરિક્ન આવ્યો , એણે તો પ્રશ્નોની ઝ્ડી જ વરસાવી દીધી

“what is this candle? how do you make it ? what kind of oil you use?”

બાબુભાઇએ સમજાવ્યુ,

“we make this from cotton ball, we call it a Diwet , we dip it in Ghee -altered butter.”

mr Johnને તો વધારે કુતુહલ થયુ, વળી પુછ્યુ “why she is wearing red dot and you don’t?

How you worship? “

બાબુભાઇ બોલે તે પહેલા, બચીબેને ship નુ છીપ સંભળાયુ બોલ્યા એ છીપ નથી ચાંદી છે,

અમારી આરતી છે, હાલ અંદર આવ બધી વિધી બતાવુ ,

બચીબેનને અમેરીકને પોતાની પૂજામા રસ લીધો એનો ખુબ આનંદ થતો જણાયો.

બાબુભાઇ ને કહે તમે પુછો તેને અંદર જોવા આવવુ છે, બાબુભાઇએ પુછ્યુ

“are you interested to look at our DEITY?”

John  તુરત તૈયાર થૈ ગયા.

બચીબેન અને બાબુભાઇ તેમને અંદર લઈ ગયા

બચીબેન તો બોલવા જ માંડ્યા બાબુભાઇએ તેમને રોક્યા,

જોનને  આસન પર બેસવા કહ્યુ પોતે પણ બાજુમા બેઠા અને ભગવાનને પગે કેમ લગાય બતાવ્યુ

ગણેશ જોઇને જોન ખુસ થઈ ગયો ,બોલ્યો, “Elephant Head, big bally God,I have herd ,about him. Brings luck right! “

આમ વાતોમા જોહન તેના સ્ટોર પર ઘ્ણો મોડો પોહચ્યો

મેરી તે ની પત્નિ ગુસ્સામા જણાતા “good morning Mary “,

જ્વાબની રાહ જોયા વગર કામે લાગી ગયો, થોડી વાર પછી મેરી શાંત જણાતા નજીક ગયો બોલ્યો. Mary i have surprised for you,Mary! come on Shaw me.”

જોહને તુરત ઝીપર બેગ કાઢી બે પેડા કાઢ્યા એક મેરીના મોમા મુક્યો એક પોતે ખાધો.

મેરી બોલી “Wov! it is delicious from where did you get it?”

જોહને બધી વાત કરી , મેરીએ પણ ઈન્ટ્રેસ્ટ લીધો.પછી તો બીજે દિવસે એમ રોજ જોહન નિયમીત દર્શન  કરવા આવી જાય આરતિ પ્રસાદ લે.બચીબેન પણ હોંસે હોંસે તેને એક પેડો વધારે આપે.

બાબુભાઇને જરા આશ્ચ્રર્ય થયુ એક દિવસ પુછ્યુ “Mr John what are you doing ? why you come every day?”

“O this is helping me a lot , my business has improved , my wife also changed a lot .

we both are  having a store next door. visit our store , bring lucky lady also. bye I am getting late .”

કહી જોહન ગયા. જોહન અને તેની પત્ની મેરીના જનરલ સ્ટોરમા હમણા ગરાગી ઓછી થયેલ તે વધવા લાગેલ .એટલે જોહનને તો બચીબેનના પ્રસાદનો જાદુ જ જ્ણાવા લાગેલ, બચીબેનને પણ લકી લેડી કહેવા લાગેલ.જોહન પણ  કોઈ ઘરાક સારી મોટેલ માટે પૂછે તો તુરત  બાબુભાઇ વાળી મોટેલ બતાવતો.આમ બચીબેના પ્રસાદનો જાદુ મોટેલની ઘરાકીમા પણ જણાવા લાગ્યો જયારે પ્રવિણભાઇ વીક એન્ડ્મા આવ્યા ને મેનેજર પાસેથી સાંભળ્યુ ને મોટેલની ઓક્યુપ્ન્સી  જોઈ ખુબ જ ખુશ થયા. પછી બાબુભાઇનાં રુમમા ગયા ,

“જૈ શ્રી કૃષ્ણ માસી તૈયાર છો ને હ્યુસટ્ન પાછા જવાનુ છેને?”

બચીબેનને અહી ખુબ ગમી ગયેલ ,બોલ્યા પ્રવિણ “અમને બન્નેને તો અહી ફાવી ગયુ છે” , માસાએ પણ સુર પુરયો

“પ્રવિણ અમે બેઉ એક અઠ્વાડીયુ વધારે રહીએ તો કેમ? “

“માસા તમારા બન્નેની ઈચ્છા હોઇ તો રહો મને કશો વાધો નથી.”

પ્રવિણભાઇએ જોયુ સિંથીયા પણ હવે ઢીલી પડતી જણાય, બાબુભાઇના સુપરવિઝનથી બધો housekeeping staff સહકારથી કામ કરતો જણાયો,

પ્રવિણભાઇએ સ્ટાફ સાથે પણ મીટિંગ કરી બધા બાબુભાઇ અને બચીબેન પર ખુબ ખુશ હતા,વળી એક બે જણાએ તો પ્રવિણભાઇ સામે દરખાસ પણ મુકી કે તેઓને બાબુભાઇ કાયમ સુપરવાયઝર રહે તે ગમે.પ્રવિણ્ભાઇએ પણ તેઓને સંતોષ કારક જવાબ આપ્યો .

રુમમા આવ્યા બચીબેને ગરમ બટેટા પૌવા તૈયાર રાખેલ ત્રણૅય જણાએ ચા સાથે બટૅટા પૌવા માણ્યા,

એકાદ કલાક આરામ કરી પ્રવિણભાઇ એકલા જ હ્યુસ્ટ્ન જવા રવાના થયા.

This entry was posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં. Bookmark the permalink.