ઘડપણ..!વિશ્વદીપ બરાડ

ઘડપણ આવે ગભરાતા નહીં,  જીવન મૌસમ માની મનથી વધાવજો,
ડુબતા  સૂરજ   સમી   આ   જિંદગીની સંધ્યા ને    પ્રેમથી વધાવજો.

લાકડી ટેકો બને,ચશ્મા બને આંખનો આધાર,કાને કઈ સંભળય નહી,
કાંઈ વાંધો નહી, જિંદગીનો    આજ ક્રમ છે માની ખુશીથી   વધાવજો.

અપેક્ષા, આશા  અને મોહ-માયાની    આ નગરીથી  દૂર  સદા રહેજો,
બધુ ચાલશે, ફાવશે,ગમશે  ,   સાદગીનો વેશ પે’રી એને વધાવજો.

જમાનો  બદલાયો છે , હવા બદલાય છે    સંતાન સહારો આપે નહી,
નર્સિંગહોમનો સહારો લેતા ખચકાશો નહી,  આ વાત હસીને વધાવજો.

સાંજ પડી છે , ઝાંખી કરી જુઓ બહાર સંધ્યા  સોળેકળા એ ખીલીછે,
નમતા સૂર્યને  સુવિદાય આપી,    આવનારી  નવી  ઉષાને વધાવજો.

http://vishwadeep.wordpress.com/2010/06/17/%e0%aa%98%e0%aa%a1%e0%aa%aa%e0%aa%a3-2/

This entry was posted in email, અન્ય બ્લોગ ઉપરથી ગમે, નિવૃત્તિ ની પ્રવૃત્. Bookmark the permalink.