નકારાત્મક વિચારો ને હકારાત્મક બનાવી શકાય?

નકારાત્મક વિચારો ને હકારાત્મક બનાવી શકાય?
આ પ્રશ્ન જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુ મહાવીરને પુછ્યો ત્યારે જવાબ હતો હા

કર્મ ગણિતનાં દાખલાઓના જવાબ બદલી શકાય?
 ત્યારે પ્રભુ મહાવીરનો જવાબ હતો હા.

તે માટેના રસ્તા છે?
જવાબ હતો પળનો પણ પ્રમાદ ન કર.

આજ કાલ ઘાંસની જેમ ઉગે છે નકારા વિચારો મગજમાં અને હકારાત્મક વિચારોને કેળવવા પડે છે. શારિરિક રીતે જો પોઇઝન નુ લેબલ જો શીરા ઉપર પણ હશે તો પણ તેને ખાતા તેને બનાવનાર ગૃહિણી પણ ખાતા અચકાશે..કેમ કે શક્ય છે તેમા કોઇએ ઝેર પણ નાખ્યુ હોય…તેવો વિચાર માત્ર થી અટકી જનારને ટીવી અને આનંદ માટે રમાતી રમતો દ્વારા મનમાં દાખલ થતા ઝેરનું જ્ઞાન છે ખરુ?

માનસિક ઝેર?

હા નકારાત્મક વિચારો બહારથી આવે છે. સમાચાર પત્રો..ટીવી..સીરીયલો..મિત્રોની કાનાફુસી..ઓફીસ પોલીટીક્સ..
વૈજ્ઞાનીક રીતે સમજીયે તો આપણું મગજ એ મોટી ફાર્મસી છે. અને તેની પાસે એ આવડત છે કે જે રોગ થાય તેને દુર કરવા પ્રતિકારક શક્તિઓ પેદા કરે છે.

સર્જનાત્મક વિચારો અને નકારાત્મક વિચારોનાં પરિણામો વિશે આપ જાણતા જ હશો.

સુરસિંહજી તખ્તસિંહ ગોહેલ (કલાપી)નાં સમયમાં થયેલ પ્રસંગ સમજવા જેવો છે.

સહેજ ચપ્પુની ધાર અડતા નીતરતી રસની ધારા જોઇ રાજા સુરસિંહજીને વિચાર આવ્યો કે પ્રજા આવો પાક લણીને સમૃધ્ધ થાય છે તો રાજ્યે કર વધારવો જોઇએ. રસ પીતા પીતા ઠંડક તો મળી પણ તૃપ્તિ ન મળી અને માજી પાસે ફરી રસ માંગ્યો..
શેરડીને ફરી કાપી અને રસ ઓછો નિકળ્યો ત્યારે રાજાએ  પુછ્યુ એમ કેમ?

ત્યારે માતા કહે છે

રસહીન થઈ ધરા કે દયા હીન થયો નૃપ
અને રાજા પગે પડી ગયો…માવડી તે દયાહીન રાજા હું વેપારી થઈ ગયો હતો…મને માફ કર.

કહેછે ત્યાર પછી શેરડી કાપી તો તેજ રસ ધાર પાછી આવી,

કહે છે નકારત્મક વિચારોની અસરો કુમળા બાળક ઉપર સૌથી વધુ પડે છે. રામાયણ કે મહાભારત જોશો કે ગણેશજીને જોતુ બાળ પહેલા રાક્ષસોનો ત્રાસ જુએ જે અડ્ધો કલાક્માં થી ૨૨ મીનીટ હોય અને છેલ્લી ૫ મીનીટમાં સહાય આવે કે ચમત્કાર થાય..
અને આવુ ચટ પટુ જોવાનું વડીલોને જ ગમતુ હોય ત્યારે બાળ માનસની તો વાત કરવી જ નકામી.

તેનો ઇલાજ શું?

કહે છે માણસ માત્ર તેના મગજની તાકાતનો ઉપયોગ ફક્ત ૩ટકા જેટલોજ કરે છે.. જો તે ઉપયોગ ૧૦ ટકા કરતા વધે તો તે સમગ્ર વિશ્વનો બુધ્ધીશાળી અસ્તિત્વ બની શકે છે અને જો ૧૦૦ ટકા ઉપયોગ કરેતો ત્રિકાળ જ્ઞાની બની શકે છે.

એ ઉપયોગ કેવી રીતે કરવો?

જ્યારે પણ નકારાત્મક વિચારો આવે..ત્યારે તે વિચારોની સાતત્યતા તપાસી એવા નિરાકરણો યોજવાકે તે ભય જતો રહે.. દાખલા તરીકે ઘરમાં ગલુડીયા પાળતા માણસો તેને કોઇક ઘરમા આવશે તો તે ભસશે અને આપણને ચેતવશે એવુ આશ્વાસન લેતા હોય છે. આ એમના મને શોધેલો આડ રસ્તો છે. તેથી જ્યારે જે ભય સતાવતો હોય ત્યારે મગજને કામે લગાડવુ.  ઘણા લોકોને ફોનની ઘંટડી વાગે અને સામે કોનો ફોન છે તે જોવાની જરૂર પડતી નથી.

મન નો બીજો ઉપયોગ જે પરિસ્થીતિ છે તે પરિસ્થિતીમા હું સામા પક્ષે હોઉ તો શું કરુ? તેવો વિચાર કરી નકારાત્મક વિચારની તિવ્રતા ઘટાડવા મથુ.આમ થવાથી મનની અંદર રહેલ ભયની જે ધ્રુજારી વહેતી હોય તે ઘટે. નકારાત્મક વિચારો જેમ તમે તે દિશામા જાવ તેમ વધે.

નાનો છોકરો આખો દિવસ ઘરમાં ફરતો હોય ત્યારે તેને બીક ન લાગે પણ જેવી રાત પડે અને તે બીએ તેનુ કારણ પણ આજ..પપ્પા કે મમ્મી સાથે હોય તો બીક ન લાગે પણ તે ના હોય તો..મન ભયગ્રસ્ત થાય..તેને મજ્બુત બનાવવા હનુમાન દાદાને યાદ કર બીક જતી રહેશે. આ મનો વૈજ્ઞાનીક રીતે જોઇએ તો તેના ભયને (નકારત્મક વિચારોને) વિચારતા મનને હનુમાન દાદાનું આલંબન આપ્યુ ( નકારત્મક વિચારો ઘટાડ્યા અને હકારત્મક વિચારો દાખલ કર્યા).

ગુજરાતીમા ટાઈપ કરવાની બાબતે એક મુરબ્બી ખુબજ ગભરાય. મને તો બહુ સમય લાગે છે. એક વખત તેમનો પૌત્ર કંટાળીને બોલ્યો..દાદાજી આ સાવ સહેલુ છે હું કરી શક્તો હોય તો તમે નહી કરી શકો? અને તેમના મગજને આલંબન મળી ગયુ કે હા તેની વાત તો સાચી છે અને આજે તે દાદા પોતાની નવલ્કથાઓ ટાઈપ કરે છે અને તેના પૌત્ર સાથે ટાઇપિંગની સ્પાર્ધા કરે છે.યારે તેઓ તે કરતા નહોતા ત્યારે તે નકારાત્મક વિચારોના ભોગ હતા..પણ પૌત્રે તે વાતને સાવ નાની બનાવી દઇને હકારાત્મક વિચારો થી ભરી દીધી. 

હંમેશા સારા વાંચન અને હકારત્મક વલણ ધરાવતા લોકો સાથે મૈત્રી રાખો.

છેલ્લે જેમ શરીર કેળવી શકાય છે તેમ મન પણ કેળવી શકાય છે. તે કેળવવા સભાન પણે પ્રયત્ન કરવો પડે છે અને જે કરે છે તે હરદમ સફળતાને પામતો હોય છે.

This entry was posted in Uncategorized, સા. બુ. કહું તો... Bookmark the permalink.

5 Responses to નકારાત્મક વિચારો ને હકારાત્મક બનાવી શકાય?

 1. pravinash1 says:

  This is absolutely right. You can paint the situation with the color of your thoughts.

 2. હંમેશા સારા વાંચન અને હકારત્મક વલણ ધરાવતા લોકો સાથે મૈત્રી રાખો.

  છેલ્લે જેમ શરીર કેળવી શકાય છે તેમ મન પણ કેળવી શકાય છે. તે કેળવવા સભાન પણે પ્રયત્ન કરવો પડે છે અને જે કરે છે તે હરદમ સફળતાને પામતો હોય છે.
  Vijaybhai,
  you have rightly said this to confirm the mind power. The example from a poem by Kalapi is really appropriate. Our foreteachers told these facts very early during our schooling. Presently I am reading a book written by Pushkar Gokani, named “Manavinon Man”, which elaborately dicusses the same principle in detail.
  Liked it and enjoyed reading!
  Dr. P A Mevada, “Saaj”

 3. MADHAV DESAI says:

  nice blog. do visit my blog http://www.madhav.in
  your comments and suggestions are most welcome.
  thankx

 4. નકારત્મક કે હકારત્મક વિચાર સૌ ને આવે છે પછે ભલે ણે તે સાધુ કે સામન્ય વ્યક્તિ કેમ નથી,પરંતુ તે હકારત્મક આવે તે માટે તે પ્રકારના વાતાવરણ માં રેહવું જરૂરી, તેવા માણસોની સંગત માં વધારે સમય ફાળવવો જોઈએ, સારું વાંચન સારા વિષયો પર ચર્ચા વિગેરે અને સાથો સાથ ઈશ્વરનું ચિંતન સતત હોવું જરૂરી … આ મન કોઈ ણા કાબુ માં સરળતા થી ન રહે..

  સારો લેખ..

  અભિનંદન

  http://das.desais.net

  દાદીમાની પોટલી … જરૂર મુલાકાત લેશો.

Comments are closed.