સારા સ્‍વાસ્‍થ્‍યની નિશાની -ગાઢ ઉંધ -મયુર શાહ

 

Sleep_apnea

 

3quarksdaily.blogs.com/…/bil-snores-is-h.html
કેટલીકવાર નાની નાના બાબતો તરફ આપણે ધ્‍યાન આપતા નથી. તમારા બેડરૂમમાં જરા આસપાસ નજર કરો. તમાર સૂવાના પલંગ પર કંઈ કેટલાય કપડાં પડયા હોય, તો પલંગ સાફ કરો. રૂમમાં હવાની આવનજાવન ઓછી હોય,શ્વાસ લેવામાં તકલીફ થાય તો બારીઓ ખોલો આજુબાજુ કયાંયથી દુર્ગધ આવતી હોય, કુટુંબમાં મોટે મોટેથી વાતો થતી હોય,તો આ બધાનો ઈલાજ કરો. રાત્રે વધારે ખવાઈ ગયું હોય તોપણ આંખો મિંચાતી નથી, સૂતાં પહેલા વધારે ચા અથવા કોફી પીધી હોય, આવી બધી નાની બાબતો ઉંઘ સાથે સીંધો સંબંધ ધરાવે છે.

 

સામાન્‍ય સ્થિતિમાં જયારે શરીર થાકી જાય છે. ત્‍યારે તેની શકિતઓ શિથિલ બની જાય છે. માંસપેશીઓનાં તંતુ તૂટી જાય છે. નાડીના ધબકારા ધીમા થઈ જાય છે. બ્‍લડ પ્રેશર લો થઈ જાય છે શરીરનું તાપમાન પણ નીચે ઉતરી જાય છે. આવી સ્થિતિમાં શરીરમાં ઉભા રહેવાની તાકાત રહેતી નથી. શરીર કામ કરવા લાયક રહેતું નથી. તે જાતે જ પથારીમાં સૂઈ જાય છે. અને તેની આંખો બંધ થઈ જાય છે.

એ બધી સ્થિતિઓ ગાઢ, સારી ઉંધની છે. આ રીતની સ્‍વસ્‍થ ઉંઘને વૈજ્ઞાનિક ‘નેમસ્‍લીપ’કહે છે. તેનાથી વિરુધ્ધ “રૈમસ્‍લીપ” ઉંધની અસામાન્‍ય સ્થિતિ છે. જયારે માણસ પથાશીમાં તો પડ્યો છે. પરંતુ તેનું શરીર હલન – ચલન કરતું રહે છે તે પડખાં બદલતો રહે છે. ધીમા પ્રકાશ કે અવાજથી તે પરેશાન થઈ જાય છે. ઉઠીને બેસે છે.

વૈજ્ઞાનિકો માને છે કે વ્‍યકિત પથારીમાં પડતાં જ સૂઈ જાય છે. તે શારીરિક દ્રષ્ટિએ સારું છે. પરંતુ કેટલાયે લોકો એવા પણ હોય છે, જેમને ઘણા સમયથી પછી ઉંઘ આવે છે. પરંતુ જયારે ઉંઘ આવે છે. ત્‍યારે સારી આવી જાય છે. આવી ઉંઘ ચીંતાનો વિષય નથી. પરંતુ તે તો એક આદત છે.પરંતુ જો સૂવાના સમયે ઉંઘ ન આવે તો એ સ્થિતિ ખતરનાક થઈ શકે છે. તે સ્થિતિને અનિંદ્રા કહે છે એ સ્થિતિ વિચારવા જેવી છે. યુવાન અવસ્‍થામાં અનિંદ્રામાં કારણો શોધવા, હ્રદયની પરેશાની, તાવ, માનસિક તનાવ, શારીરિક તકલીફ ચોટ, સારી કે ખરાબ ઉત્તેજના ચીંતા, ઊંચા લોહીનું દબાણ, નલોનું ગંઠાવું, ઈન્‍ફેકશન, કોઈપણ કારણ હોઈ શકે છે.ચિંતા તનાવ વગેરે માટે કોઈને પણ ખૂલ્‍લા દિલથી વાત કરવાનું લાભદાયક હોય છે. તેના માટે તમે તમારા પરિવારના તબીબોને પણ કહી શકો છો. અથવા મનોચિકિત્‍સકને તમારા મનની વાત કહી શકો છો. માનસિક ચીંતાઓ તો કોઈને કહેવાથી અડધી ચીંતાઓ દૂર થઈ જાય છે. અથવા સમસ્‍યાઓ ન હોય તો, અને ઉંઘ પણ ન આવતી હોય તો ૧૫- ૨૦ વખત આંટા મારવા ભલે તમે રૂમમાં આંટા મારો. તાજી હવા વધારે લાભદાયક હોય છે પગ, હાથ મોં અને ગરદનને હુંફાળા પાણીથી ધોવો. પગમાં હળવે હાથે મસાજ કરવો વાળ ખૂલ્‍લા કરીને માથામાં આંગળીઓથી ઘસવું. લોહીનો પ્રવાહ સારી રીતે પ્રવાહિત થવાથી મગજ અને હ્રદયને તાજુ રાખશો ઉંઘ આવવા માંડશે. એ વિચારો કે તમે કોઈ ખાવા-પીવાની ઈચ્‍છાને તો દબાવી રાખી નથી ને ! તમને ભૂખ તો નથી લાગીને ! અગર એવું હોય તો ગરમ દૂધ અથવા કોફીની સાથે હલકો એવો નાસ્‍તો ખાઈ લ્‍યો. તેનાથી મન શાંત થશે. ખાવાની ઈચ્‍છા ન હોય તો કોઈ ચોપડી વાંચો ઉંઘ જરૂર આવશે.

http://gujaratikavitaanegazal.ning.com/profiles/blogs/3499594:BlogPost:251101

This entry was posted in Uncategorized, અન્ય બ્લોગ ઉપરથી ગમે, આરોગ્ય માહીતિ. Bookmark the permalink.