કુટુંબ એક તપોવન છે-પ્રજ્ઞાબેન જુ. વ્યાસ

  કુટુંબ એક તપોવન છે, જ્યાં વ્યક્તિ સ્વેચ્છાએ તપ, ત્યાગ, તથા ધર્માચરણનો આધાર લે છે. પરિવારમાં મનુષ્યનો આત્મિક-માનસિક વિકાસ સરળતાથી થાય છે. પરસ્પર એકબીજા પ્રત્યે કર્તવ્ય નિભાવવાનો ધર્મ માણસનું જીવન વિકસિત કરે છે. વાસ્તવમાં કુટુંબની સાર્થકતા જ એ હતી કે તે માણસની ઝેરી સંકુચિતતા અને તીક્ષ્ણ સ્વાર્થેપણાને દૂર કરતું તથા એને સમરસ બનાવીને સહનશીલતા, સંતોષ, સહયોગ, સમાજિક્તાની, સેવાની ભાવનાઓ જગાડીને સમાજને સહાયક બનતું હતું. પરિવારનું દ્વાર હંમેશા સમાજ તરફ ખૂલે છે. જો તેનો આધાર ત્યાગ અને કર્તવ્ય પરાયણતા ન રહેતાં એકબીજાના જીવનની હત્યા કરતાં રહેવાનો અને પડાવી લેવાની તક જોઈ રહેવાનો જ થઈ ગયો, તો પછી એનું પરિણામ એવા નાગરિકોના રૂપે સામે આવશે જે એકબીજાને ગળી જવાની તૈયારી કરી રહ્યાં છે.

               આપણે જેવા છીએ તેવો જ આપણો સંસાર હશે. જો આપણે સુખી હોઈએ તો આપણો આખો સંસાર સુખી છે અને જો આપણે દુ:ખી હોઈએ તો આખો  સંસાર દુ:ખમય લાગશે,જો આપણું મન પણ સુખનો અનુભવ કરવા લાગે તથા એમ વિચારે કે આ દુ:ખ આપણી પરીક્ષા માટે જ મને મળ્યું છે તો આપણને દુ:ખની છાયા પણ સ્પર્શી શકતી નથી. જો આપણે આવું ચિંતન કરીશું તો વાસ્તવમાં આપણે દુ:ખને સુખમાં બદલી શકીશું. એવું કરવા માટે આપણને ત્યાગને તપની જરૂર પડે છે કે જેથી પ્રતિક્રીયા આપણા આત્મા ઉપર જ થાય છે. જો આપણો આત્મા આ બધાને સહન કરી લે તો વાસ્તવમાં આપણી અંદર એક આધ્યાત્મિક શક્તિઓ વિકાસ થાય છે, જેનું નિર્માણ આપણે આપણા વિચારો દ્વારા જ કરીએ છીએ.

આજે આપણે ભલે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, પણ આપણે આપવા દ્રષ્ટિકોણને બદલી નાખવો જોઈએ તથા આપણા વિચારોને હંમેશા પ્રસન્નતા, આશા, શક્તિ વગેરે તરફ વાળવા જોઈએ. આથી જ કહેવાયું છે કે જેવા તમે હશો તેવો તમારો સંસાર હશે.અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. અહિંસા જ ઉત્કૃષ્ટ માનવધર્મ છે. અને સંહર્તા એવા એક ઈશ્વરને માનતો નથી.

એ કુંટુબમાં વહાલસોયું વર્તન કરતો હોય અને વ્યવહારમાં કઠોર હોય તે પણ ન ચાલે એક સ્ત્રી ઘરમાં સર્મપણશીલ માતા હોય અને બહાર વસ્તુઓની લાલસા રાખતી નારી હોય તે પણ ન ચાલે. અહિંસાની ભાવના માત્ર રસોડામાં, ભક્ષ્ય – અભક્ષ્યના વિચાર આગળ જ અટકી જતી નથી, બલ્કે એ પ્રેમ અને અનુકંપાની સક્રિયતા સાથે જીવનમાં પાંગરવી જોઈએ.

મુ. વલીભાઇના બ્લોગ ઉપર ચાલતી ચર્ચામાં લખાયેલી પ્રજ્ઞાબેન ની ટીપ્પણી અત્રે મુકુ છુ . તે લેખની લિન્ક અત્રે પ્રસ્તુત છે.(209) Abusive Spousal Relationships or Domestic Violence

This entry was posted in email, અન્ય બ્લોગ ઉપરથી ગમે, પ્રેરણાદાયી લેખ્. Bookmark the permalink.

One Response to કુટુંબ એક તપોવન છે-પ્રજ્ઞાબેન જુ. વ્યાસ

 1. chandravadan says:

  Read it !
  Nice !
  Nice of you to publish it as a post, Vijaybhai !
  Chandravadan (chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com

Comments are closed.