પ્રશ્નો – ઉમાશંકર જોષી

umashankar

કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ?
પ્રણય હ્રદયનો અર્ધ્ય અદયને તર્પે ?

મૈત્રી, બિંદુ બે મથંત બનવા રેખા ?
કર્મ, તિમિર-પટ પર વિદ્યુતલિપિરેખા ?

સત્તા, આત્મવિશ્વાસ તણી હરરાજી ?
કીર્તિ, કાળને મુખે થતી પતરાજી ?

દયા, અધિકતા છુપાવતું અવગુંઠન ?
ત્યાગ, વામ કરથી દક્ષિણને અર્પણ ?

મુક્તિ, વળી નવતર બંધનની માયા ?
સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ?

– ઉમાશંકર જોશી

ઉમાશંકરના કાવ્યોમાં વ્યંગ ભાગ્યે જ જોવા મળે. અને આ તો આખું કાવ્ય જ વ્યંગથી ભરેલું. જોકે કવિની કુશળતા જુઓ કે આ બધા ચાબખા એમણે કેવા શિષ્ટતમ ભાષામાં છુપાવ્યા છે !

(અદય=નિષ્ઠુર, ક્રૂર, અર્ધ્ય=આરતી, પતરાજી=શેખી, ડંફાસ, અવગુંઠન=બુરખો, લાજ, વામ= ડાબો, દક્ષિણ=જમણો, અંતરતમ=અત્યંત પોતાનું, નજીકનું)

Courtsey from Layastaro http://layastaro.com/?p=4919

આ કાવ્ય તેમણે ક્યારે લખ્યુ હશે તેની મારી પાસે કોઇ આધારભુત માહીતિ નથી પણ જ્યારે પણ લખ્યુ હશે ત્યારે તેઓ તેમના આંતરમનમાં સ્થિરતા શોધતા હશે તેવું હું માનુ છું અને મુખ્ય કારણ પ્રશ્નો ઉઠાવી તેનો જવાબ વ્યંગોક્તિ કરીને આપતા રહ્યા. મારા મતે આ ચાબખા પોતાની જાત ઉપર વધારે છે જે અંતે ભક્તિમય પ્રાર્થના સ્વરુપ બનાવવામા તેઓ સફળ રહ્યાછે

પાછલી ઉંમરે આ વાત રોજે રોજનું અત્મ મંથન , આત્મ ચિંતન બની ઉઠતુ હશે અને તે સર્વ અર્ક બની ને આમ નીતરતુ હશે.

મુક્તિ, વળી નવતર બંધનની માયા ?
સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ?

છેલ્લે તો હે પ્રભુ..મને આપ તારી છાયા..

આ વાતો એમ કહે છે કે બધી રીતે જીવન સુપેરે જીવ્યા.. હવે અંત સમયે શ્રી રામ! શ્રી રામ!

This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમે, નિવૃત્તિ વિજ્ઞાન. Bookmark the permalink.

One Response to પ્રશ્નો – ઉમાશંકર જોષી

 1. chandravadan says:

  UMASHAKAR JOSHI…means Guarati Sahitya as one can not separate these two !
  My Vandan to this Great One !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Liked this Post…..inspiring Thoughts to ALL young & Old !

Comments are closed.