મારી બકુનું શું?-૧૨- વિજય શાહ

  newday633050_flowers_in_the_mountai.jpg

બહાર નીકળીને કારમાં બેસીને બકુ તો એક્દમ શોક પામી ગઇ.એની આંખમાં થી છેતરાયાના ભાવો તીવ્રતમ બનતા જતા હતા. ક્ષણેક વાર પછી થયું.. બળ્યો આ અવતાર જ ખોટો.. અપેક્ષાઓ પુરી થાય અને તરત જ નવી અપેક્ષાઓ જન્મી જાય. હું તો માનતી કે નકુલ મારો કાન છે અને હું તેની રાધા…પણ ખરેખર કાનાની જેમ તેને પણ અસંખ્ય ગોપીઓ છે. અને હવે અહી આવ્યા પછી તો એ મારું ખુબ જ ધ્યાન રાખે છે તો મારે આજમાં રહેવું કે ગઈ કાલમાં?

મારી ગઇ કાલ તો જતી રહી વિશ્વાસમાં અને હવે આજે અવિશ્વાસ કરું તો માંડ માંડ આજે મળેલું સુખ પણ ખોઇ નાખું?

બકુનું મન તો ધીમે ધીમે સ્પષ્ટ અવાજમાં બોલતું હતું ” બકુ માન કે આવા છીનાળા તં જો કર્યા હોત તો તે સાંખી લેત? જાગ આ વિશ્વાસ અને અવિશ્વાસની વાતોમાં થી અને વહેવારીક બન..”

 બકુનું હ્ર્દય કહેતું કે ” આજમાં જીવવું તે જ તો વહેવારનું નામ છે. હવે બહુ થોડા વર્ષો છે. પાછલી કબરો ખોદીને એ ભુતડા ઉભા કરવા એટલે એકલી મુર્ખતા..”

તેનું ઘર નજીક આવ્યુ પણ મન અને હ્રદય દ્વંદ્વ ના અટક્યું. નકુલનાં નખરા અને અદાઓ ઉપર તો તે દિવાની હતી.પણ તે આવો વહેંચાયેલો અને જ્યાં ત્યાં છોકરીઓને  કુદ્રષ્ટી થી જોતો રહે..તે ખોટું જને.. અને નકુલ બધુ મારી સાથે કરે તે ચાલે પણ દુનિયાભરમાં કરતો રહે તે તો કેમ ચાલે? મન વધુ ને વધુ જલદ આક્ષેપો કરતું હતું.

બકુનું હ્રદય ધર્મભીરું હતું. મેલ્યને આ કડા કુટ..ત્યારે તો હું બહેરી હતી. અને હવે માંડ આ કાન મળ્યા છે તો મારા લાલાના ભજનો ના સાંભળુ..? મારે નકુલની લીલા નથી સાંભળવી.

પણ તેનું મન ગાંજ્યુ જાય તેવુ નહોંતુ..” અલી તુ બહેરી હતી પણ હવે તો તુ સાંભળે છેને? તને છેતરતા એને સહેજ પણ લાજ ના આવી? લૈ લે તેને લબડ ધક્કે અને કહી દે કે આવું બધું નહીં ચાલે…”

” તેને મારા લાલાએ આટલો મોટો રોગ આપીને તેના કર્મોની સજા તો કરેજ છે. મારે તેને હવે આ પાછલી ભુલોની કંઇ સજા નથી આપવી. હવે તો તે જેટલો સમય મારી પાસે છે મારે તેને સાચવવો છે.”

મન ફટકી બેઠુ.” તુ કાયર છે. ડરપોક છે. કમસે કમ હવે પાછુ યુ એસ એ જવાનું નામ ના લે તેવું તો તારે કરવું જ જોઇએ.”

આ બધા વિચારોમાં ગંગાબેને જ્યારે પુછ્યુ કે “ચા લેશો બુન!” ત્યારે તે તેની તંદ્રામાં થી પાછી આવી.

“નકુલ ક્યાં?”

” ભાઇને આજે આખા શરીરે લ્હાય જણાતી હતી તેથી હોસ્પીટલમાં ગયા છે.”

“હેં?”

મને ફરીથી ઉથલો માર્યો…”પેલી ગોરીઓને કાખમાં ઘાલેલી ને તે લ્હાય હવે રોમે રોમ છે.”

ઋજુ હ્રદય ફરીથી કકળી ઉઠ્યુ અને કહે ” મારા લાલાને વિનંતી કરું કે તેને આવી લ્હાય ન આપ્તો અને તેના ઉપર મીઠી નજર રાખજે.

સેલ ફોનથી ફોન કર્યો ત્યારે નકુલ કેમોથેરાપીની આડઅસરથી પીડાતો હતો..છતા કહે “બકુ! તેંતો મને તારા લાલાની રહેમ નજરથી જીવાડ્યો પણ આ ઉપરવાળાને હજી જંપ નથી.”

” હું આવું? તુ કઇ હોસ્પીટલમાં છે?”

” ના મને જે બાટલો ચઢાવવાનો છે તે પુરો થવાની તૈયારી છે. એટલે તુ અહી પહોંચે તે પહેલા તો હું ઘરે આવી જઇશ.” 

” ભલે.”

” તારે માટે આઇસ્ક્રીમ મંગાવી રાખુ છુ.”

તે ધીમેથી ફોનમાં ગણગણ્યો ” બકુ લવ યુ”

બકુ પણ બોલી ” લવ યુ ટુ!”

ધુંધવાયેલું મન ખડ્ખડાટ હસ્યુ..” વાહ બકુ .. તુ તો સરસ દેખાવ કરે છેને? સાચુ કહે આજની વાતો સાંભળ્યા પછી શું તુ નકુલને ચાહે છે?’

કચડાયેલું છતા સંસ્કારીત હ્રદય બોલ્યું.” તે તો મારો મનનો માણીગર છે…મારા મન અને તન નો તે એક માત્ર ચાહેલો મયુર છે. હું તો મારા કાન ની એક માત્ર રાધા છું. કાન ને ગમે તેટલી ગોપીઓ હોય પણ રાધા તો તેની એક માત્ર હું છું…”

મને તેને એક કસીને તમાચો રસીદ કરતા કહ્યું..” તુ એ છલીયાની છલના થી કંપી તો ગઈ છે.. અને શીદને તમાચ મારીને ગાલ લાલ રાખે છે.”

રોજની આદત પ્રમાણે ઠંડા પાણીનાં ફુવારા નીચે ઉભી રહી તે દ્વંદ્વ થી બચવા ફુવારામાંથી વરસતી જળધારામાં ભીંજાતી રહી.

નાહ્યા પછી ટાલ્કમ છાંટતા અરિસામાં તેની જાજ્વલ્ય્માન દેહયષ્ટીને જોતા તેને લાગ્યું કે તે દરેક રીતે સંપુર્ણ છે તો..નકુલને બહાર કેમ જવુ પડ્યું? અને મન તેના વિજ્ય ઉપર ખડ ખડાટ હસ્યુ…

નકુલ આવ્યો ત્યારે બકુ આછા ગુલાબી અને જામલી રંગની સાડીમાં સજ્જ હતી.

નકુલ આવ્યો ત્યારે તેના વદન ઉપર પીડા સ્પષ્ટ જણાતી હતી.

બકુની સામે જોઇ ને તે તરત બોલ્યો.. બકુ આજે તો તે મને લવ યુ ટુ.. કહ્યુને કંઇ..

અરે લવ યુ ટુ, થ્રી ફોર ફાઇવ…્હ્ન્ડ્રેડ્ઝ કહુ તો પણ ખોટુ નથી.

નકુલે નાટકીય અદાથી બહોત ખુબ..દુબારા દુબારા કહ્યું..

ચાલ તારા માટે મેંગો આઇસક્રીમ બહાર કાઢ્યો છે તે ખાઇ લે પછી મારે તારી સાથે ઝઘડો કરવાનો છે.

“બકુ! તુ ઝઘડો કરે કે નહીં મેંતો પહેલેથી જ સાચા હ્રદયથી માફી માંગી લીધી છે.”

“એમ સાવ છેલ્લે પાટલે નથી બેસવાનુ….”

” સારું હું પહેલા નાહી આવુ પછી આઈસ ક્રીમ ખાઈશ.”

બકુનું હ્રદય પાછુ મનને હંફાવવા કમર કસી રહ્યુ હતુ. ” કાને બહેરાશ એ કેવો મોટો અંતરાય છે તે ખબર છે ને? એણે તને કંઇ કહેવુ હોય તો આખુ ગામ સાંભળે તેટલુ મોટે થી બોલવુ પડે. તને ક્યાંક બહાર લઈ જાય તો તારી લાલાની સેવાનાં સમયો વિઘ્ન બની ને આવી જાય…ને પાછળ થી તો તુ જ તેની સાથે મીટીંગો માં જવાનું ટાળતી નહોંતી?”

” હા એ વાત સાચી છે. પણ આજે આટલુ જાણ્યા પછી કંઇ ના બોલો તો સજ્જનતા કાયરતામાં નહી ખપી જાય?” મન થોડીક શરણાગતી સ્વિકારતુ હોય તેમ બોલ્યું.

હ્રદય કહે “જરા વિચાર કરી જો. થયુ છે તે ના થયુ તો થવાનું નથી”

મન કહે ” પણ હવે ના થાય તેવુ તો થવુ જોઇએ ને?”

હ્રદય અને મન બંને જ્યારે એક થયા ત્યારે બકુએ રાહતનો શ્વાસ લીધો.

નકુલ ન્હાઈને બહાર આવી ગયો હતો અને મેંગઓ આઇસ્ક્રીમ શરુ કરતો હતો..

ત્યારે બકુ બોલી ” નકુલ! તુ સાવ આમ સાવ ઢેડ વાડે બેસીશ તેની મને ખબર નહોંતી”

“બકુ! મને માંડીને વાત કર.. તને કૈ બાબતે ઝઘડો કરવો છે?”

આ ” નાઈટ આઉલ”ની જ વાત તો!”

” મેં મારી જાતને આજે સમસ્ત રીતે જોઇ..બધીરતા સિવાય કોઇ કમી નહોંતી છતા તુ બહાર ફાંફા મારતો હતો…”

“બકુ! આ કેન્સર થયાની વાત જાણી ત્યારથી મને થૈ ગયુ હતું કે આ પેટ ભરીને ગુના કર્યા છે ને તેની સજા દેહ્દંડ રુપે ભોગવું તો છું જ.. અને તેથી ય વધુ મનથી તને છેતર્યાનો ભાવ મને છેલ્લા છ મહીનાથી કોરી ખાય છે.”

” …”

” બહુ વ્યથાઓ સહ્યા પછી બે વસ્તુ નક્કી કરી તારે માટે અહી અમદાવાદમાં મકાન લીધુ અને બધી જ વ્યવસ્થાઓ કરી કે કાલે ઉઠીને હું ના હોઊ તો તારે વેઠવું ના પડે અને હવે જેટલો બાકી સમય તે બધો તારો અને ભગવાન પ્રાર્થનાઓનો…”

નકુલની વાતમા સચ્ચાઇ રણકતી હતી… બકુનું મન ક્ષીણ થતુ જતુ હતુ…

તે બોલી પણ તને શરમ નહોંતી આવતી…?

નકુલ બોલ્યો…”બહારની છાક્ટાઇ બીયરને લીધે આવતી..પણ મને કાયમ તે વૈશ્યાઓનાં નખરા કટકા ને અંતે મનથી તો હું તનેજ જોતો..અને જોતો ખરી મને તે માનસીક વ્યભીચારની સજા કેન્સર સ્વરુપે ફુટી.”

“…”

” પણ આજે તારી પાસે પાપનો એકરાર કરી લીધો તેથી હવે શાંતિ અનુભવું છું”

” તારો ગુનો પાપના એકરાર થી હળવો બને છે પણ મટી નથી જતો.”

” હા મને ખબર છે અને ગુના ની સજા ભોગવવાજ તો મને ફરી થી નવો જન્મ મળ્યોછે.”

” તો મુકો પાણી મારા રાજ્જા.. અમેરિકા નહીં.. બીયર નહીં અને મારા સિવાય બીજી કોઇ નહીં!”

નકુલ બકુનાં આ નાટકીયા પરિવર્તનને માણી રહ્યો…

To be continued…

This entry was posted in મારી બકુનુ શું?. Bookmark the permalink.