મારી બકુનું શું?-૧૪ -ડો ઇન્દીરાબેન શાહ

newday633050_flowers_in_the_mountai.jpg 

નકુલને બકુલાનુ છેલ્લુ વાક્ય ખુબ અક્ળાવી રહ્યુ.’કાળા કામ કર્યા હોત તો બીવાનુ કારણ હોત‘.મનમા આમ તો બકુ કેટલી ભોળી.. પણ જ્યારથી સપના સાથે બહાર જતી થઇ છે ત્યારર્થી થોડી બીંદાસ થતી જણાઇ રહી છે! મારે એને બહાર જતી તો નજ અટકાવાય,તો તો હું અમેરિકા રહીને પણ સુધર્યો નહિ એવુ લોકો માનેભારત આવ્યા પછી નકુલને સમાજનો ડર શું છે તે સમજાવા લાગેલ.

અમેરિકામા તો હુતોહુતી બે ક્યારે આવે છે ક્યાં જાય છે, શુ કરે છે કોઇને કોઇની પડી હોયભારતમા તો નોકર ચાકરથી પણ સજાગ રહેવુ પડે,ક્યાંક ઘરની વાત બહાર ચાલી જાઇ!! આમ નકુલનુ મન વિચારે ચઢી ક્યારે નિદ્રામા પડ્યુ ખબર રહી.

તરફ બકુલા પણ વિચારતી હતી કાલે સપનાનો ફોન આવે તો શું જવાબ આપવોફોન પર શું નવુ સીખવશે! આમ વિચારતા તે પણ સુઈ ગઈ. 

                       સવારે બકુલા મોડી ઉઠી,ઘડિયાળમા જોયુ સાડાસાત વાગ્યા હતા રોજ તો સમયે હવેલીમા હોય બકુ રોજ મંગળાના દર્શન કરવા જતી,અમેરિકામાતો શનિ રવિ લાભ મળ્તો,ભારત આવ્યાબાદ આજ પહેલીવાર દર્શન ગુમાવ્યા..  બકુને મનમા રંજ થયો..જેવી લાલાની ઇચ્છા !બાથરુમમા ગઇ પ્રાતઃક્રમ પતાવી નાહીધોઇ તૈયાર થઇ બેડરૂમમા આવી જોયુ નકુલ હજુ પણુ ઉંઘ્તો હતો નવાઇ પામી!પાસે ગઇ.. માથે હાથ ફેરવ્યો હેબતાઇ ગઇ

અરે નકુલને તો તાવ છે! નકુલને જગાડ્વા લાગીનકુલ જાગો,શુ થાયછે? “

નકુલે આંખ ખોલી બોલ્યોમાથુ ભારે લાગે છે મને તુ બે માથાના દુખાવાની ગોળી  આપને

 બકુલા બોલીઃપણ ડોક્ટરને પુછ્યા વગર’

 નકુલઃ તુ તેની ચિંતા નકર માથુ ઉતરિ જશે ને તાવ પણ ઉતરશૅ માથાના દુખાવાની ગોળી  લેવામા ડોકટરને પુછવાનુ ના હોય’

બકુલા રસોડામા ગઇ પાણી લાવી નકુલને બે ગોળી આપી બોલીતુ આરામ કર હું તારામાટે જલ્દી દુધ બનાવી લાવુ ,આજે તાવ છે તો ઠંડુ મિલ્કસેક વધારે ભાવશેને?’

‘ તારે જે આપવુ હોય તે આપને…મને ભાવશે.’ 

‘સારુ’ બોલી બકુલા રસોડામા આવી ગંગાબેન પાછ્લે બારણેથી અંદર આવી ગયેલ ચાનુ પાણી મુકતા હતા બકુલાને જોઇ જયશ્રી કૄષ્ણ કર્યા ને બોલ્યા

 ‘બેન આજે હવેલી નથી ગયા?’

 બકુલા જય શ્રી કૃષ્ણ કરી બોલીનાઆજે સાહેબને સારુ નથી તાવ છે માથુ ભારે લાગે છે,તમે આપણા બે ની ચા મુકજો,હું તેમના માટે ઠંડુ મિલ્કસેક બનાવુ છુ

ફ્રીજમાંથી તખુમલ તનુમલનું બદામ કેસરનુ સરબત કાઢ્યુ અડધુ દુધ અડધુ પાણી સરબત મિક્ષીમા નાખી મિક્ષ કરી ગ્લાસ ભરી બેડરૂમમા આવી નકુલને ઉઠાડી પોતાની જાતેજ સરબત પિવડાવ્યુ

 નકુલ બોલ્યોહાશ! બકુ તારા હાથે મિલ્ક્સેક પીધુ હવે તાવ ઉતરી જવાનો. માથુ તો તારા હાથફર્યા ત્યારનુ હલકુ થવા માંડ્યુ છે

 ..મનમા હું નકામો શંકા કરુ છુ મારી બકુ તો સો સપનાની સંગતથી પણ બદલાય તેમ નથી,એમ વિચારતો પાછો રજાઇ ઓઢી સુઇ ગયો.

બકુ રસોડાંમા આવી ત્યારે ચા તૈયાર હતી ચા નાસ્તો કરી ગંગાબેનને રસોઇની સુચના આપી બહાર ડોકટરને ફોન કરવા આવી 

ડોકટરને ઘેર ફોન કર્યો ડોકટરે ઉપાડ્યો બકુની વાત સાંભળી તુરત નકુલને દવાખાને લઇ આવવા જણાવ્યુ.બકુએ બહાર આવી ડ્રાયવરને ગાડી કાઢ્વા જણાવ્યુ, 

બેડરૂમમા આવી નકુલને સ્પંજ બાથ  આપી કપડા બદ્લાવ્યા, નકુલને બહુ ગમ્યુ તેની નજર બકુ પરથી ખસતી હતી!

બકુલા આ જોઇ બોલીઆમ શુ જોયા કરશ જાણે કોઇ દિવસ જોઇ હોય! ચાલ ઉભો થા ને વાળ સરખા કર, ડોકટર પાસે જવાનુ છે‘,

બન્ને બહાર આવ્યા ગાડીમા બેઠા. ગાડી ડોકટર કાપડીયાના ક્લીનિક સામે આવી બન્ને ઉતર્યા. ડ્રાયવર ગાડી પાર્ક કરવા ગયો,બન્ને જણા વેટીંગ રુમમાઆવ્યા  દસ વાગ્યા હતા તેઓનો ઇમરજ્ન્સી હોવાથી 

તુરતજ નર્સ અંદર લઇ ગઇ, ડોકટર કાપડીયાએ નકુલને તપાસ્યા, બોલ્યાતાવ તો કાબુમા છે એટ્લે મને ચિંતા નથી તે છ્તા આપણૅ બ્લ્ડ લેબ મા મોક્લાવીશુ,

મને વધારે ચિંતા માથાના દુખાવાની છે બ્રેનના સીટી, એમ આર આઇ કરાવા પડ્શે‘,

બકુએ ગભરાતા ગભરાતા પુ્છ્યુસાહેબ બ્રેનમા કેન્સર થાય તે  બ્રે કેન્સર આખા સરીરમા ગમે ત્યાં પસરી શકેને?’

 ‘એક કેન્સર થયુ એટલે ચેતતા નર સદા સુખી કહેવત તો તમે સાંભળી હશે! તપાસ કરાવી લેવી સારી

ડોકટર કાપડીયા આમ દર્દીને બધી રીતે સાંત્વના આપતા.પછી નર્સ લેબમા લોહી તપાસ માટૅ દોરી ગઇ. લેબમા બે ટ્યુ ભરી લોહી લેવાયુ ,

પછી નર્સે કહ્યુ ફોર્મ લઇ તમે  સી ટી એમ આર આઇ માટૅ જાવ નજીક્માં છે.નામ ” આધુનિક ઓપન સિટી એમ આર આઇ સેન્ટર”  બકુએ ડ્રાયવરર્ને મિસ કોલ આપ્યો બન્ને બાહર આવ્યા ગાડી સિટી એમ આર આઇ  તરફ લેવાકહ્યુ પાંચેક  મિનીટ્મા તે આવી ગયુ. બકુએ ડ્રાયવરને જમી આવવા કહ્યુ આમેય બેઉ ટેસ્ટ્મા ત્રણ કલાક થઇ જાય. બંને અંદર ગયા ફોર્મ બતાવ્યુ. અર્જંટ લખેલ એટ્લે તુરત c t રુમમા લઇ ગયા

બકુને રુમની બહાર બેસવા કહ્યુ નકુલને અંદર લઇ ગયા, આમ ct  mri  પતાવી ઘેર આવ્યા તો બે વાગેલ. ગંગાબેને તુરત થાળીઓ તૈયાર કરી દીધી. બન્ને જમ્યા નકુલ જમીને સુઇ ગયો, બકુ વિચારે ચડી શું રિપોર્ટ આવશે! શ્રીજી બાબાને પ્રાર્થના કરવા લાગી થાકેલી આંખ મિચાઇ ગઇ.

 

This entry was posted in મારી બકુનુ શું?. Bookmark the permalink.