વિચારો.કોમ ના કલ્પેશ સોની

જ્યારે કલ્પેશભાઇનો બ્લોગ વિચારો.કોમ શરુ થયો ત્યારથી તેઓ ભવિષ્યનાં સમર્થ લેખક તરીકે હું કલ્પી શક્યો..લેખન વ્યવસ્થીત વિચારો સબળ અને ખુબ જ તાજુ તાજુ વિચાર વલોણુ…મે તેમને ચેટીગ ઉપર આમંત્રણ આપ્યુ અને ત્યાંથી શરુ થઈ ઈ મેલ મૈત્રિ…એક ગામ એક લત્તો છતા મળ્યા પુરા વીસ વર્ષે અને તે બ્લોગ ના માધ્યમે…ચાલો તેમને જ વાંચીયે તેમના જ શબ્દોમાં

પ્રિય વાચકમિત્ર,

એક વાત મને સાંભરે છે. દસમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારની વાત છે. એક દિવસ છાપું વાંચીને તંત્રીને અભિપ્રાય મોકલ્યો. આગળ શું થાય એ ખબર ન હતી. થોડા દિવસો બાદ છાપામાં મારા નામ સાથે છપાયેલો પ્રતિભાવ વાંચ્યો. મારું શું થયું હશે? કેવી અને કેટલી ઉત્તેજના સર્જાઈ હશે ! વાંચવું, વિચારવું અને ‘વ્યથા થાય છે’ માટે લખવું એ મારો સ્વભાવ છે એવું મને અત્યારે જણાય છે.

સાતમા ધોરણમાંથી પસાર થયો ત્યાં સુધીમાં ટારઝનની સિરીઝ, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીયાઓ, ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશભક્તો વગેરે તમામ શ્રેણીઓ વાંચી. આગળ જતાં સ્વામી વિવેકાનંદ શ્રેણી, હરિન્દ્ર દવેનાં કૃષ્ણ પરનાં પુસ્તકો, દિનકર જોશી, ઉપેન્દ્રરાય સાંડેસરા, સદવિચાર દર્શન ટ્રસ્ટ(આઠવલેજી)નાં તમામ પુસ્તકો વાંચ્યા. બારમાં ધોરણમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો પછી એફ.વાય.બી.કોમ.માં એડમિશન લઈને એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીએ જવાનું શરું કર્યું. એક મિત્રની ટકોર અસર કરી ગઈ, ‘“કોમર્સ ભણીને સંબંધોમાં પણ સરવાળા-બાદબાકીની ગણતરીઓ કર્યા કરજે.’ – અને મેં તત્વજ્ઞાન સાથે આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવી લીધો. પાંચ વર્ષ પદ્ધતિસર વિચારણા કરવાની તાલીમ મળી. બી.એ.માં ડીસ્ટિંક્શન સાથે અને એમ.એ.માં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ સાથે પાસ થયો. એક વર્ષ મુંબઈમાં તપોવન પદ્ધતિથી અભ્યાસ કરવાનો લાભ મળ્યો.

મારાં યુવાનીનાં વીસ વર્ષો, અઠવાડીયામાં ત્રણ દિવસ વડોદરા શહેર તેમજ જીલ્લાનાં ગામડાંઓમાં વિચારણીય પુસ્તકો પર સ્ટડી-સર્કલ લેવામાં, એક-એક દિવસ ગીતા તેમજ વેદ પર પ્રવચન સાંભળવામાં, મહિનામાં બે દિવસ ‘ડીબેટ-કોમ્પીટિશન’માં વક્તા તરીકે બોલવામાં, નવા વક્તાઓ તૈયાર કરવામાં તેમજ કાર્યક્રમનું સંચાલન કરવામાં, ભારતનાં ઘણાં રાજ્યોમાં સંસ્કૃતિવિચારનાં વાહક તરીકે પસાર થયા. મારી પ્રવૃત્તિની નોંધ લઈને શ્રીમહેન્દ્રભાઈ મેઘાણીએ મને મળવા આવવાની ઈચ્છા વ્યક્ત કરતો પત્ર 1989માં લખ્યો હતો. પાંચ વર્ષ વિદ્યાનગર તેમજ છોટાઉદેપુરની આર્ટ્સ કોલેજમાં તત્વજ્ઞાન ભણાવવાનો લાભ મળ્યો. અધ્યાપક જીવન દરમિયાન બે પુસ્તકો લખાયા, વખણાયા. કોલેજ છૂટી ગયા બાદ બીજા બે ઈ-પુસ્તકો લખાયા. વિચારપ્રવૃત્તિ શિક્ષણક્ષેત્રની મોહતાજ નથી. એ પછી મારી વિચારયાત્રાને ગુજરાતી વેબસાઈટ થકી નવો વળાંક મળ્યો. મારા લેખો અને કવિતાઓ જુદી-જુદી વેબસાઈટ પર પ્રકાશીત થવાથી વિશ્વભરમાંથી પ્રતિભાવો આવવા લાગ્યા. આ ઘટના મને મારી પોતાની વેબસાઈટ બનાવવા સુધી દોરી ગઈ. આ રીતે, આજે આપની સમક્ષ મારા વિચારો લઈને ઉપસ્થિત થયો છું. જે કંઈ અનુભવાયું તે સહજ રીતે લખાતું રહ્યું છે. આપના પ્રતિભાવોની અપેક્ષા ચાહું છું. આપણે સૌ સંવાદની ભૂમિકા પર પરસ્પર વિચારોનું આદાનપ્રદાન કરતાં રહીએ તેવી ઈચ્છા છે. અસ્તુ.

વિચારો.કોમ અંગે www.vicharo.com  

ગુજરાત રાજ્યની સ્થાપનાને પચાસ વર્ષ પુરા થયા(1960-2010) અને આપણા રાજ્યના એકાવનમા જન્મદિવસ એવા આ શુભ અવસરે ગુજરાત રાજ્યને હૃદયથી લાખ-લાખ અભિનંદન આપીને સર્જક-વાચક સેતુબંધ રચવાનું કાર્ય દિનાંક: 01-05-’10 થી ‘વિચારો.કોમ’ વેબસાઈટ પર શરુ થયું. આ વેબસાઈટ પર આપને ભારતીય સંસ્કૃતિ પર આધારિત ચિંતનાત્મક લેખો, મારા જીવનપ્રસંગો, હાસ્યલેખો, ગીત અને કવિતાઓ જેવી નવી રચનાઓ વાંચવા મળશે. ગુજરાતમાં તેમજ બહાર વસતા ગુજરાતી વાચકમિત્રો આપણે સહુ ગુજરાતી(ભાષા તેમજ માણસ)ને પ્રેમ કરતા રહીએ અને ગુજરાતી વાંચતા રહીએ. વિચારો.કોમ પર શરુ થયેલા વિચારણાના આ કાર્યમાં પરમ કૃપાળુ પરમાત્માની કૃપા ઈચ્છીએ.

લિંક:

ચિંતનાત્મક નિબંધો: http://vicharo.com/category/thoughtful-essays/

જીવનપ્રસંગો: http://vicharo.com/category/life-story/

હાસ્યલેખો: http://vicharo.com/category/humourus-essays/

કવિતા: http://vicharo.com/category/poems/

ગીત: http://vicharo.com/category/geet/

સ્વપરિચય

નામ :………………………………. કલ્પેશ ડી. સોની

સરનામુ :……………………………3,શિવમપાર્ક, સાવલી રોડ, હરણી, વડોદરા-390022.

ફોન :…………………………………9898561271

ઈ મેલ :………………………………kalpeshsoni18@gmail.com

વેબસાઈટ : …………………………www.vicharo.com

જન્મ તારીખ :……………………… 24-9-70                જન્મ સ્થળ : મહેસાણા

વૈવાહિક દરજ્જો : ………………… પરિણિત, બે બાળકો

અભ્યાસ : …………………………..એમ.એ.(તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન) ફર્સ્ટક્લાસ ફર્સ્ટ

અનુભવ :

વ્યાખ્યાતા તરીકે : વલ્લભવિદ્યાનગર તેમજ છોટાઉદેપુર આર્ટસ કોલેજમાં પાંચ વર્ષ

લેખક તરીકે :……………………..પુસ્તક: (1) સંસ્કૃતિ દર્પણ 2003

…………………………………………….(2) જીવન સ્નેહ 2006

પુસ્તક 

  

પુસ્તક : જીવન સ્નેહ

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 100

વિગત : ભારતીય સંસ્કૃતિ, અધ્યાત્મ અને જીવનપ્રેરક લેખોનું ખૂબ સુંદર અને સરળ ભાષામાં આલેખન.

પ્રાપ્તિસ્થાન : 3, શિવમ પાર્ક, સાવલી રોડ, હરણી. વડોદરા-22. ફોન : 9898561271

 

પુસ્તક : સંસ્કૃતિદર્પણ

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 106

વિગત :ધર્મ સંસ્કૃતિ,તત્વજ્ઞાન,સામાજિક સંસ્કારો વગેરે પર સુંદર ચિંતનાત્મક નિબંધો.

પ્રાપ્તિસ્થાન : 3, શિવમ પાર્ક, સાવલી રોડ, હરણી. વડોદરા-22. ફોન : 9898561271

ભાવિ આયોજન:

આપણો ભારત દેશ હિન્દુ(વૈદિક)રાષ્ટ્ર બને એ માટે વૈચારિક ક્ષેત્રે ઝઝુમવુ. તન-મન-ધનથી દેશને સમૃદ્ધ કરવા માટે જ કાર્યરત રહેવું. જગતની 48 સંસ્કૃતિઓમાંની એક માત્ર ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષો જુના વૈદિકધર્મના ગૌરવને જાળવતી, હજાર વર્ષના પરકીય શાસન બાદ આજે પણ ટકી રહી છે. સાઈઠથી વધુ વર્ષથી આપણો દેશ નામ પૂરતો આઝાદ થયો છે. ખરા અર્થમાં ભારતમાતાને યવનોની બેડીમાંથી મુક્ત કરાવવાનું ભગીરથ કાર્ય હજી બાકી છે. હું ચાતક નજરે એ ક્ષણની પ્રતિક્ષા કરી રહ્યો છું, જ્યારે આપણા રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીયમુદ્રા, રાષ્ટ્રગીતમાં રામ-કૃષ્ણ, છત્રપતિ શિવાજી-મહારાણા પ્રતાપ, જગતગુરુ શંકરાચાર્ય-મહાપ્રભુ વલ્લભાચાર્યજી પ્રસન્ન વદને આપણા પ્રણામ ઝીલતા હશે.

This entry was posted in લેખક વિશે માહીતિ. Bookmark the permalink.

0 Responses to વિચારો.કોમ ના કલ્પેશ સોની

 1. Rupen patel says:

  કલ્પેશભાઈએ વિચારો . કોમ પર સુંદર , ચોટદાર અને ખરેખર વિચારવા લાયક વિષયો પર તેમના વિચારો વાચકો માટે મુક્યા છે . આગળ જતા તેઓ વધુ ને વધુ તેમના વિચારો વાચકો સુધી પહોંચાડે તેવી આશા .

 2. Dilipbhai Shah says:

  Sri Kalpeshbhai Soni
  Jayshrikrishna.
  Delighted to have your detailed life mission. My wild guess on your age & as an experienced academician has been true !!! Accept Compliments from bottom of my heart.

  By separate mail, I am sending you some interesting write-ups entitled as “Chetna-Ni-Samvedna” I am sure YOU will love to read them …. adding your own self to it…

  It appears YOU have been now a full time writer, leaving the academic career bit early age !!!! Your most valuable contribution in the Vanche Gujarat mission of N Modi Ji – CM – Guj, through launching live web pages during SWARNIM GIJARAT YEAR under Vichare.com, shall be patronaged long way to come by the VIBRANT GUJARAT. What a great combination of two missions :
  1. Vanche Gujarat
  2. Vichare.com
  Best of Luck
  Yrs Truly
  Dilipbhai Shah, Aims Consultants, NAVSARI-396445
  9426131260
  02637 263712