મારી બકુનું શું?-૧૫ -ડો ઇન્દીરાબેન શાહ

                                   newday633050_flowers_in_the_mountai.jpg

  બકુલાની આંખ ઉઘડી ઘડિયાળ જોઇ ઓ હો ..૪ વાગી ગયા બોલતી ઉભી થઇ નકુલ પણ હજુ સુતો હતો માથે હાથ મક્યો બોલી ‘હાશ! તાવ તો ઉતરી ગયો છે’  નર્સે કહેલ બહેન જો તાવ ૧૦૦ ઉપર હોય તો તુરત ફોન કરજો, કપાળ ઠંડુ જ હતુ.તેમ છતા થર્મામીટર લાવી નકુલને ઉઠાડી તાવ માપ્યો, પારો ૯૮ પર જોઇ ખુશ થઇ.

                 ત્યારબાદ ફ્રેશ થયા બન્ને બહાર આવ્યા, નકુલ તો T V જોવા બેસી ગયો , બકુલા બોલી નકુલ તારે તો બસ બેડરૂમમાંથી બહાર આવ્યો નથી કે T V શરુ થયુ નથી! 

નકુલ બોલ્યો’ બકુ આવ તુ પણ બેસને આજે આપણે બેઉ સાથે સો દાડા સાસુના એક દાડો વહુનો જોઇએ ‘રોજ તો તારી સહેલી ઓ જોડે મોલમાં જ માહલતી હોઇ’,

બકુ લાડ કરતા’ બેજ દિવસ ગઇ એમા એવુ બોલવાનુ બસ હવે નહિ જાઉ’ ,

નકુલ ‘હું તો મજાક કરતો હતો’ બોલી હાથ પકડી બકુને બાહુમાં લીધી બેઉ સાથે સૉફા પર બેઠા ,

બકુલા ‘અરે નકુલ આ શું કરે છે!! ગંગાબેન આવતા હશૅ જુવે તો કેવુ લાગે!’ 

વાક્ય પુરુ કરે ત્યાં જ બેક ડૉર ખુલવાનો અવાજ આવ્યો . બકુ તુરત જ  બોલી ‘ જો કહેલુને ગંગાબેન આવ્યા’ 

નકુલ બોલ્યો’ તો શું થઇ ગયુ ભલે ને આવ્યા,’વાક્ય પુરુ કરે છે અને ગંગાબેન દીવાનખંડ્મા આવ્યા પુછ્યુ તાવ ઉતર્યો?

બકુએ જવાબ આપ્યો’ તાવ તો નોર્મલ છે. હવે રિપોર્ટ્ની જ રાહ જોવાની રહી.’

‘બેન તાવ નથી એ સારુ તાવથી પાછી નબળાઇ આવી જાય, કાલનુ સરખુ ખાધુ ય નથી બોલો શુ બનાવુ આજ? પછી નકુળ તરફ જોઈ સાહેબ ‘તમને સૌથી વધારે શું ભાવે?’

નકુલે જવાબ આપ્યો’ મને તો ગરમ ગરમ ભજીયા ખાવાનુ મન થાય છે રોજ સાદુ ફિકુ સલાડ્ને શાક્ભાજીના જ્યુસ પી ને કંટાળી ગયો છું,’

બકુલા બોલી’ ભલે ભજીયા મળશે પણ બાજુવાળા મંગુમાસીએ એલો પ્લાન્ટ આપ્યો છે તેનો જ્યુસ તો આજે પીવો જ પડ્શે,’

‘જોયુ ગંગાબેન તમારા શેઠાણી મને જ્યુસ પીવડાવશે જ સારુ મને પહેલા સાવ થોડો આપજે;  જો ભાવે તો જ રોજ બનાવજે,’

બકુ બોલી નાભાવે  તોય દવા જાણી પી લેવાનો’, માસીના બેનને એલો જ્યુસ લેવાથી ઘણી સ્ફુરતી આવવા મંડી’,

નકુલ બોલ્યો’ સારુ થોડો નાસ્તો લઇ આવ ભુખ લાગી છે’ ત્યાં ગંગાબેન જ ચા નાસ્તાની ટ્રે સાથે દાખલ થયા બોલ્યા ‘ લ્યો બન્ને થોડો નાસ્તો કરો બપોરે સરખુ જમ્યા નથી’ દેશ મા કામ કરવા વાળા ઘરના સભ્ય જ બની જાય, આત્મિયતા દાખવે’ બકુલાએ ટ્રે લીધી ડાઇનીંગ ટેબલ પર મુકી બન્ને જણાએ ચા નાસ્તાને ન્યાય આપ્યો.

ફોનની ઘંટડી વાગી બકુલાએ ઉપાડયો ડૉ કાપડીયાની નર્સનો અવાજ  “સવારે નવ વાગે ક્લીનિક પર આવશો C T ; MRI ના રિપોર્ટ તૈયાર છે, અને તે વિશે ડોક્ટર વાત કરવા માગે છે ‘અને અવાજ બંધ ઓટો મેસેજ હતો. બકુલાએ ફોન મુક્યો. નકુલને મેસેજ જણાવ્યો. વિચારમા પડી શું રિપોર્ટ હશૅ!! નકુલ તેનો ચહેરો જોઇ બોલ્યો બકુ રિપોર્ટ જાણ્યા પહેલા ચિંતામા પડી ગઇ?’ચાલ મારી સાથે જરા બગીચામા આંટો મારીઍ બેદિવસથી મારી ચિંતામા હિંચકા પર પણ બેઠી નથી’ નકુલે આટલુ ધ્યાન રાખ્યુ તે બકુલાને ગમ્યુ, બન્ને બહાર આવી હિંચકે બેઠા.   

        શિયાળાની સાંજ શુષ્ક હોય. સહુ વહેલા વહેલા ઘરમા ભરાય જાઇ પક્ષીઓપણ વહેલા વહેલા પોતપોતાના વૃક્ષો પર સ્થાન જમાવી દે.   બકુને આજ્ની સાંજ જુદી જણાઇ સામે આંબાના વ્રુક્ષને જોઇ બોલી નકુલ હ્જુ તો વસંત પંચમીને બે દિવસની વાર છે ને જો આપણા આંબામા મોર આવ્યા, આ વખતે તો મારા લાલાને કેરી ખાવા મળશે’, સંતાન વિહોણી બકુ લાલાને લાડ લડાવી પોતાનીબધી હોંશ પુરી કરતી ‘ઘરની કેરી ખાવાની તોબહુ મઝા આવશે નકુલ’,હા આવશે પણ પક્ષીઓ ટોચી નીચે નાખશે નહી તો,’બકુલા બોલી મે તેનો ઉપાય માળીને પુછી લીધો છે,મરવા બેસે એટ્લે કોથળીઓ બાંધી દેવાની હુ કાલે જ માસીને ત્યાં જઇ કોથળીઓ સીવી લઇશ’.

             આમ વાતો કરતા સાજ માણી રહ્યા હતા. ત્યા ગંગાબેનનો અવાજ સંભળાયો ‘બેન ભજીયા ઉતારુ? બકુએ જવાબ આપ્યો હા ઉતારો’ ચાલ નકુલ હવે અંદર કોઇક  મચ્છર ઉડતુ જણાઇ છે, દવા રોજ છટાવુ છુ તોય જતાજ નથી’. બેન અમદાવાદમાથી મચ્છર હોળીનો ધુમાડો ખાધા પછી જ જાઇ’ ગંગાબેને અનુભવ જણાવ્યો.બન્ને અંદર આવ્યા હાથ ધોઇ ટૅબલ પર બેઠા, ગરમ ગરમ ભજીયા સાથે તીખી મીઠી ચટની નકુલને તો મઝા આવી ગઇ,એલો જ્યુસ પણ ભજીયાની સાથે ફરિયાદ વગર પીવાઇ ગયો, એ જોઇ બકુને સંતોશ થયો.

         જમવાનુ પત્યુ નકુલ મેગેઝિન જોવા માંડ્યા , બકુલાએ રસોડામા જઇ ગંગાબેનને આવતી કાલની સુચના આપી. ડ્રાયવરને પણ જમાડી સવારે આઠ વાગે આવવા જવા કહ્યુ.

બહાર આવી , નકુલે મેગેઝિન બંધ કર્યુ બોલ્યો મેમસાહેબ આજે તો તમારા ચોઇસની ચેનાલ જોવાની છે ,ફરમાવો!’ બકુલા મનમા ઓ…હો.. મારા( નસિબ) તો દિવસે દિવસે ઉઘડતા જાઇ છે.અમેરિકામાતો જાણૅ મારુ અસ્તિત્વ જ ન હોય એમ વર્તતો હતો. અને છેલ્લા બે દિવસથી તો સાવ બદલાઇ જ ગયો જણાઇ છે. ચાલો આજે તો આપણા બેઉની પસંદ સાસુ બહુ ઓર બેટી જોઇયે તો કેમ!’ નકુલ’ સરસ ‘બન્ને એ સાથે ટી વી જોયુ નકુલની આંખો ભારે થવા લાગી બકુએ તેને અંદર સુઇ જવા કહ્યુ , સીરિયલ પુરી થઈ ઍટલે તેપણ અંદર ગઇ

સવારે બકુલા વહેલી ઉઠી બાજુવાળા માસી સાથે હવેલીએ મંગળાના દર્શન કરી આવી, ગંગા બેન આવી ગયેલ, જૈ શ્રી કૃષ્ણ કરી ચા જ્યુસ અને ગરમ ઉપમા બનાવવાની તૈયારી તો શરુ થૈ જ ગયેલ જોઇ અંદર ગઇ. નકુલ બાથરુમમા જ હતો તેને જલ્દી તૈયાર થવા જણાવી બહાર આવી  ટેબલ પર ચા નાસ્તો ગોઠવ્યા ત્યા નકુલ પણ આવી ગયો.

ડ્રાયવરને પણ ગંગાબેને ચા નાસ્તો આપી દીધા , ડ્રાયવરે ગાડી કાઢી બકુલા અને નકુલ ગાડીમા બેઠા બરાબર ૮ ૫૦ સે ગાડી ડો ના દવાખાના સામે ઉભી રહી બન્ને વેટીંગ રુમમા આવી બેઠા.

ડૉ હજુ આવ્યા નહ્તા બન્ને મેગેઝિનના પાના ઉધલાવા લાગ્યા બેમાથી ઍકેયને તેમા રસ નહ્તો બન્નેના મનમા રિપોર્ટ કેવો હશૅ તે જ વિચાર ચાલતા હતા!

               ત્યાં નર્સનો અવાજ કાને પડ્યો નકુલરાય , નકુલ અને બકુલા ઉભા થયા નર્સ પાછળ રુમમા ગયા ગુડ મોર્નીંગ કરી ડોએ બન્નેને બેસવા  જણાવ્યુ બન્ને બેઠા

ડો થોડા ગંભીર જણાયા, બકુલાની ધીરજ ન રહી પુચ્છ્યુ ડો. સા’બ રિપોર્ટ કેવો છે? ડૉઃ’ જમણી બાજુ બ્રેનમા એક સેન્ટીમિટર જેવડી ગાંઠ છે, અત્યારે કહી ના શકાઇ કેન્સરની છે કે Benine છે,

ન્યુરો સર્જન બાયોપ્સી કરે પછી ખબર પડે, મારા મિત્ર ન્યુરો સર્જન છે તમારે  અહી કરવવાની ઇચ્છા હોઇ તો લેટર લખી આપુ,’ નકુલ અત્યાર સુધી મૌન હતો બોલ્યો ‘સાહેબ રિપોર્ટ આપો અમે સગાવ્હાલા મિત્રો સાથે બેસી વિચાર કરી જણાવીશુ’. ડો. તમારા આજ સુધીના રિપોર્ટ્નુ કવર તૈયાર છે નર્સ આપશે’, નકુલ સાથે હાથ મિલાવી ગુડ લક વિશ કર્યા બકુલાને જૈ શ્રી કૃષ્ન કર્યા છુટા પડ્યા .

                 ઘેર જઇ નક્કી થયુ અમેરિકા જઇને જ સર્જરી કરાવવી. તુરત જ ટ્રાવેલ એજંટને ફોન જોડ્યો, ઓળખાણથી  ટિકીટ્ની વ્યવસ્થા થઇ ગઇ. બકુલાએ પેકીંગ શરુ કરી દીધુ, નાનકી નણંદ માટે સાડી લિધી તેના બાળકો માટે પણ ઇન્ડીયન ડ્રેસ લીધા. બધા માટે નાની મોટી વસ્તુની ખરીદી કરી બકુ બહુ લાગણી વાળી બધા સાથે સબંધ રાખે. ઘર માટે અહીંના ફ્રેસ મસાલા બનાવડાવેલ તે લીધા. ગંગાબેને એલો પ્લાન્ટ અને તુલસી યાદ કર્યા, બકુલાએ ના પાડી કોઇ વનસ્પતી ના લૈ જવાય . બધાને બક્ષીસ આપી ખુશ કર્યા. મિત્રને ઘરની ચાવી આપી, ગાડી પણ તેને ત્યાં જ રાખવાનુ નક્કી કર્યુ. આમ બધી વ્યવસ્થા કરી આમેરિકા આવ્યા. એરર્પોર્ટ પર કૌશલ અને નાનકી લેવા આવેલ , નકુલે હ્યુસ્ટ્નમા  કોન્ડૉ હજુ રાખેલ, એમ ડી એન્ડરસનમા ટ્રીટ્મેંટ લેવી પડૅ તો કામ આવે

               નાનકી બોલી ઘેર થઇ કોન્ડૉ પર જજોને શુ ઉતાવળ છે કૌશલને સી ટી બેન્ક્મા સારો ચાન્સ મળૅલ એટ્લે તેઓ ઇન્ડિયાથી આવી અહીં જ સેટ થવા માગતા હતા,હવામાન અનુકુળ હતુ અને અત્યારે હ્યુસ્ટનની ઇકોનોમી પણ બીજા સ્ટૅટ્ના પ્રમાણમા સારી હતી.

                 કૌશલે પણ વિવેક કર્યો અત્યારે ભભીને ક્યાં તકલીફ આપવાની મારે ત્યા ફ્રેસ થઇ જમી કરીને કોન્ડો પર જજો.તેઓનુ ટાઉન હાઉસ નજીક જ હતુ.ગાડી ટાઉન હાઉસના પાર્કીંગમા આવી

 એક જોડી કપડા તો હેન્ડબેગમા જ હતા એટ્લે મોટી બેગો ગાડીંમા જ રાખી બધા ટાઉન હાઉસમા દાખલ થયા, બકુ બોલી ‘ટાઉન હાઉસ તો સરસ મોટુ છે કૌશલે જવાબ આપ્યો હા ભાભી અહીં બધુ ટૅક્ષાસ સાઇઝનુ જ હોઇ’ નાની રસોડામા ગઇ કુકર તૈયાર જ હતુ એટ્લે દાળ શાક વઘારી રોટલી શરુ કરી ત્યાં સુધીમા કૌશલે ટૅબલ તૈયાર કર્યુ નકુલ અને બકુલા ફ્રેસ થઇ આવી ગયા સૌ ટેબલ પર ગોઠ્વાયા, બકુલાએ વિવેક કર્યો બેન ગરમ રોટ્લીની જરુર નહીઆટ્લી બધી તકલીફ  હોય , ભાભી એમા તકલીફ શુ!ભાઇને હમણા ગરમ રોટ્લીની ટેવ છે’ ચાલો હું પણ બધુ ટેબલ પર લઇને આવી  ગઇ , ને સૌએ જમવાનુ સરુ કર્યુ, જમ્યા પછી બકુ અને નાનીઍ થઇ વાસણ ધોયા કૌશલે ઇન્ટરનેટ પર જઇ એમ ડી ઍન્ડરસન હોસ્પીટલ ન્યુરો સર્જન ડીરેકટરી કાઠી તેઓના પ્રોફાઇલ જોયા ડો. બન્સલ બધી રીતે ગમ્યા તેઓની ટ્રેનીંગ પણ યુ. કે અને અમેરિકા ની હતી અને ઇન્ડીયન હતા .

             ઘડીયાળમા જોયુ ૪ ૧૫ થયેલ તુરત ફોન જોડ્યો કૌશલે બધી ડીટૅલ સમજાવી ઇન્ટરનેશનલ પેસન્ટ હોવાથી એપોન્ટમેંટ તુરત જ મળી ગઇ.  કૌશલભાઇએ ખુબ જ મદદ કરી

થોડીવાર બેઠા ઇન્ડીયાની વાતો કરી નકુલ અને બકુની આંખો બંધ થતી જોઇ નાની બોલી કૌશલ ભાઇ ભાભીને જેટ લેગ છે તુ તેઓને ઘેર મુક્વા જા હુ યસ માનવને કરાટે ક્લાસમા લેવા જાઉ છું ‘ 

આમ બોલી બાઇ કરી રવાના થઇ. કૌશલે બકુ અને નકુલને તેઓના ઘેર પહોચાડ્યા કોન્ડો નીચે જ હતો , સામાન મુકાવી નકુલ કાલે વાત કરીશુ કહી નીકળ્યો. બકુ અને નકુલ થાકેલ હતા

સાવર લઇ બન્ને જણા સુઇ ગયા.

સવારે બકુની ઊઘ ચાર વાગ્યામા ઉડી ગઇ બહાર આવી બેગો ખોલી ગિફ્ટ છુટી કરી કપડા ક્લોઝેટંમા ગોઠવ્યા ત્યાં નકુલ પણ ઉઠ્યો બન્ને એ ચા પાણી પીધા, નાનીએ દુધ અને થોડી ગ્રોસરી લાવી મુકેલ એટ્લે સારુ થયુ. ૭ વાગ્યા ત્યા કૌશલભાઇ આવી ગયા હમણા એક મહિના સુધી રેન્ટલ કાર જ નક્કી કરેલ ડો. શું કહે છે તેપછી કાર લેવાની ત્યાં સુધીમા સારી ડીલ વગેરે પણ જોતા રહેવાય અમેરિકામા કોઇ મોટી ખરીદી ઉતાવળે કરાય નહી.એ હ્જુ નકુલને યાદ હતુ. નકુલ અને કૌશલ કાર લેવા ગયા. બેસિક હોન્ડા પસંદ કરી . કૌશલભાઇ સીધા બેન્ક પર ગયા અને નકુલ કાર લઇ ઘેર આવ્યો . ‘બકુ ઇન્ડીયા જેવી કાર નથી પણ હમણા તો આનાથી ચલાવવુ પડશે, બકુ બોલી મને તો ગ્રોસરી લેવા જવાય અને હવેલીએ જવાય એટલા પુરતી કાર જોઇએ’.

             બીજે દિવસે બકુએ  નાની સાથે જઇ બધે  ગિફ્ટ પહોચાડી હવે એને ડ્રાઇવીંગ કરવાની હિમત આવી ગઇ હતી, થોડા દિવસ નાનીને સાથે રાખી કર્યુ જેથી હ્યુસ્ટનના રસ્તાથી પણ જાણીતી થઇ ગઇ, બકુને સપનાની સંગતનો ઘણો  ફાયદો થયો.    

                ત્રીજે દિવસે ડો. ની ઍપોઇન્ટ્મેન્ટ હતી. ૧૦ વાગે બન્ને ડો. ની હોફિસે પહોચી ગયા પેપર વર્ક ભર્યુ ત્યાં તેઓનો નંબર આવ્યો નર્સ બન્નેને અંદર દોરી ગઇ નકુલના વજન B p  pulse વગેરેની નોંધ કરી. દસેક મિનીટ પછી ડો. આવ્યા, ગુડ મોર્નીંગ કરી અમદાવાદ્થી લાવેલ ફાઇલ જોઇ ગયા નકુલને અત્યારે કોઇ ફરિયાદ છે વગેરે પુછ્યુ, નકુલને કોઇ ફરિયાદ હતી નહી .

ત્યાર બાદ બન્નેને M R I   C T  માટે મોકલ્યા  બધુ પતતા એક વાગ્યો. બન્નેએ રસ્તામા જ સબ વે સેન્ડ્વીચ ખાઇ લીધી અત્યારે બન્નેને ઇન્ડીયા યાદ આવ્યુ અને ગંગાબાની ખોટ જણાઇ.

ઘેર જઇ બન્નેએ થૉડો આરામ કર્યો , ચા પાણી પીધા બકુલા રસોઇના કામમા લાગી અને નકુલ ટી વી ઓન કરી ચેનાલ ફલીપ કરવા લાગ્યો બકુલા જોતી હતી ઓપરાનો શો આવ્યો તુરત બોલી નકુલ આ રાખ ,અરે તુ વળી ઓપરાને ક્યારથી જોતી થઇ ગઇ!!! કેમ મારે ન જોવાય’

અરે મેમસાબ તમારે જે જોવુ હોય તે જોવાય’ અને નકુલે પણ શો જોવાનો શરુ કર્યો. કોમર્સિયલ આવી ત્યારે પાછુ પુછ્યુ પણ કેતો ખરી તને ક્યારથી રસ લાગ્યો

આ તો એક દિવસ ઉંઘ ઉડી ગઇ ટી વી ખોલ્યુ અને આ ચેનાલ પર ૨૦ વર્ષ બાદ ભાઇ બેનોના મેળાપ મા બાપના સંતાનો સાથેના મેળાપ જોઇ મને ગમી ગયુ અને પછી તો સપનાએ પણ મને રસ લેતી કરી.

          ‘એમ કે ને આ સપનાએ તને ઘણી હોશિયાર કરી દીધી’

તો હૂં હોશિયાર થઇ એમા તારા પેટ્મા તેલ શાનુ રેડાય છે!!!

ના બકુ એવુ કંઇ નથી, તુ હોશિયાર થાય એમા મને ફાયદો જ છે,

‘હુ જતો રહુ તો તારી કોઇ બનાવટ તો ન કરી જાઇ’

‘તુ મારા પહેલા જવાનો જ નથી જો જે ને મારો માયલો કે છે રિપોર્ટ નોર્મલ જ આવવાના છે’

‘હા બકુ તારી વાત સાચી છે તારા લાલાના પુજા પાઠ અને શ્રધ્ધા જ મને જીવાડી રહ્યા છે બાકી મારા જેવો પાપી કેન્સર જેવી બીમારીમાથી બચે જ નહી;’

આમ દિવસે દિવસે નકુલને બકુલા પ્રત્યે આદરભાવ વધતો જતો હતો .

               બીજે દિવસે બપોરે બાર વાગતા ડો.ની ઓફિસેથી ફોન આવ્યો. જણાવ્યુ બ્રેનમા જમણી બાજુ નાનુ સિસ્ટ છે. જે ઘણા લોકોને જન્મથી જ હોય છે જેને Cojenital cyst  કહેવામા આવે છે

તેની કોઇ સર્જરી કરવાની જરુર નથી ,દર ત્રણ વર્ષે C  T   M RI  કરાવતા રહેવાનુ જેથી તેનુ કદ અને ઘનતા મોનિટર થાય જો કદ વધે કે ઘનતામા ફેરફાર થાઇ તો જ બાયોપ્સીનો વિચાર કરવાનો. આમ ત્રણ વર્ષ સુધી નકુલ અને બકુલા નિશ્ચિંત થઇ ગયા.

હવે જ જોવાનુ રહ્યુ આપણા નિશ્ચીંત નકુલરાઇનુ મન માંકડુ ગુલાટ ભુલ્યુ છે કે નહી!!!?

This entry was posted in મારી બકુનુ શું?. Bookmark the permalink.