“અધૂરી આત્મકથા”નાં સંપૂર્ણ સર્જક રોહિત કાપડીયા

 રોહિતભાઇનો આછો પાતળો પરિચય કનેક્ટીકટ ના મારા માસીના દીકરા મુકેશભાઇએ આપેલો પણ આ પુસ્તક અધૂરી આત્મકથાએ તેમનો પુરો પરિચય આપ્યો. પુસ્તક હાથમાં લીધા પછી મુકવાનું મન ન થાય તેવું અને એકી બેઠકે આજે પુરુ કર્યુ. રોહિત ભાઇ માટે તેમના મોટી બેન મીના બેન લખે છે કે ” બાળપણ થી જ કલમ સાથે પ્રીત..ઝગમગ,બાલ સંદેશ,કલ્યાણ, સુઘોષા થી શરુ થયેલ સફર સવિતા, કુમાર, મીડ ડે, મુંબઈ સમાચાર અને જન્મભૂમી પ્રવાસી સુધી વધી.” આજે તેમની આ લઘુ નવલકથા  ગુજરાતી સાહિત્યમાં તેનું આગોતરું સ્થાન જમાવશે તેમા કોઇ જ બે મત નથી. શિક્ષણ ક્ષેત્રે સિવિલ એન્જીનીયર..સીમેંટ, કોંક્રીટ અને પથ્થર સાથે રહીને સંવેદના, પ્રેમ, શ્રધ્ધા, સમર્પણ અને વિશ્વાસ ની વાતો પીઢ મુર્ધન્ય લેખક્ની સુંદર લેખનીની જેમ કરે છે. આશા રાખુ તેઓ બીજા  વિષયો પર પણ કલમ ચલાવે…

      

“અધુરી આત્મકથા” માં નાયક અવિનાશ અને તેની આજુબાજુ બારેક પાત્રો સર્જીને લેખક બહુ રસમય રીતે જીંદગી અને મત્યુને બૌધ્ધ અને જૈન ધર્મનાં દર્શનોમાં રજુ કરે છે. મને ગમેલી  તેમની બહુ જ સરળ  મૃત્યુ વિશેની ફિલસુફી ” મોત એટલે કાયમની ચૂપકીદી, મોત એટલે મૌન, દરેક મૌનને પોતાની આગવી ભાષા હોય છે. એ ભાષાને જે સમજી શકે છે તેજ ખુમારી થી જીવી શકે છે અને શાંતિથી મરી શકે છે.” આજના સાહિત્ય સર્જનમાં એક તરો તાજા કલમ જે સૌને ગમશે.

તેમના આ પુસ્તક નાં પ્રકાશક છે.

રચના સાહિત્ય પ્રકાશન

૪૧૩-જી, વસંત વાડી. કાલબા દેવી મુંબઈ -૪૦૦૦૦૨

ફોન ૨૨૦૩૩૫૨૬

કિંમત ૧૨૫.૦૦ રુપીયા

રોહિતભાઇનો સંપર્ક  rohit.kapadia@yahoo.com

This entry was posted in લેખક વિશે માહીતિ. Bookmark the permalink.