મારી બકુનું શું?-(૧૬)-કીરિટકુમાર ભક્ત

  newday633050_flowers_in_the_mountai.jpg

ખરેખર આ સમાચારે બકુને હળવી કરી નાખી.હાશ! કેન્સર નથી…હવે તેનું ધ્યાન નકુલની તક્લીફો ઉપરથી હટીને તેના દુખતા કાન તરફ ગયુ..કાન તદ્દન સાફ હતો તેથી અવાજો તેને સ્પષ્ટ સંભળાતા હતા. રાધારમણ નું તેને ગમતુ ગાન તેને વાંસળી અને મૃદંગનાં સથવારે ખુબ જ ગમતુ.

ગુસ્સે થયેલ નકુલ હળવા શબ્દોમાં તેના મા બાપને ભાંડતો તે પહેલા કદીય નહી સંભળાતુ તે હવે સ્પષ્ટ ભાષામાં સંભળાતુ.. એક વખત તો તે સાંભળ્યા પછી પ્રત્યુત્તર આપવા તે તત્પર થઇ ગઇ પણ નકુલનું ધ્યાન તે વખતે બીજે હતુ તેથી બકુલનાં ચહેરા પર બદલાયેલ ભાવો તે ન જોઇ શક્યો.

આનંદ તો નકુલને પણ હતો પાછલા કેટલાય મહીનાઓ તેણે ખુબજ માનસિક અને શારીરિક યાતનાઓ વેઠી..હવે સંપૂર્ણ રોગ રહિત હોવાની વાતને વધાવવા તેનો જીવડો તલપાપડ થઇ રહ્યો હતો..”ઓલ્ડ આઉલ”  અને ત્યાંની કેબ્રે ડાન્સરોના અર્ધનગ્ન દેહને નજરે નિહાળવા તૈયાર થઇ ગયો.

બકુ તેના ફોન ને સાંભળતી હતી. એને તનમાં આગ લાગતી હતી પણ પછી થયુ..કોઇ પણ કારણ હોય.. હવે નકુલ ને આ ન શોભે..તેણે હિંમત કરીને આજે કહી જ દીધુ..નકુળ આજે તો તુ જ્યા જવાનો હોય હુ તારી સાથે આવવાની છું.

“બકુ.આ બધી જગ્યાઓએ તને સમજ ના પડે..તુ કંટાળી જઇશ.”

 “ ના રે મારે તને મઝા કરતો જોવો છે અને મને પણ કોઇ મજા કરનારો મળી જાય છે કે નહીં તો જોવું છે.”

“ બકુ તને ભાન છે ખરુ કે તુ શું બોલે છે?”

“ હા કૃષ્ણ કરે તે લીલા અને અમે કરીયે તો પાપ?”

ક્ષણભર નાં મૌન પછી નકુલ બોલ્યો “ બકુ! તેં મારી આંખો ખોલી દીધી..આ વિચારધારાએ તો મને ભાન ભુલાવી અને બે ધારી જિંદગી જીવડાવી…”

બકુ નકુલનાં આ વલણ ને જોતી રહી..તે બદલાઇ રહ્યો છે કે ખાલી વાતો કરે છે તે જાણવા એક વધુ તુક્કો કર્યો…” નકુલ મને ગાડી શીખવી છે શીખવાડીશ?”

નકુલ “ બકુ હું તો તને કાયમ કહેતો કે ઘરથી મંદીર અને ગ્રોસરી કરી શકાય તેટલુ તો અમેરિકામાં ડ્રાઈવીંગ શીખવુ જ જોઇએ…પણ આ તારુ કાને થી ઓછુ સાંભળવુ તને લાયસંસ મેળવવામાં હેરાન કરશે…”

બકુ કહે “ આપણે થોડુ ચલાવતા શીખીયે તો ખરા…”

નકુલ કહે “ હું તને શીખવુ તે કરતા ડ્રાઈવીંગ સ્કુલ માં તુ દાખલ થાય તે જરૂરી છે.”

બકુ કહે” એવા પૈસા ખોટા નથી નાખવા…”

નકુલ કહે “ એ સાચા પૈસા છે.. જો અમેરિકામા રહેવુ હોયતો…”

દસ લેશન લીધા પછી લાયસંસ લઈને જ્યારે બકુ આવી ત્યારે તો તે રાજીના રેડ હતી.નકુલે તેને માટે ગાડી લીધી અને પહેલી વાર તેને બકુની કાન નથી ચાલતા વાળી વાત ઉપર શંકા ગઈ.

નકુલ ઘણી વખત બહુ ધીમે થી બોલીને પરિક્ષા કરતો..પણ ધ્યાન બહેરી હોવાનો ડોળ એનો કામ કરતો

@@@@@

બરાબર અઠવાડીયુ વિત્યુ હશે ને “ઓલ્ડ ઓઉલ” પરથી ફોન આવ્યો. શુક્રવારની રાત્રે પાર્ટી હતી શરાબ સુંદરી અને સંગીત હતુ…ફક્ત ૨૫ ડોલરમાં અને ફોન કરનારી સીલ્વીયા ને જે રીતે પ્રત્યુત્તર અપાતા હતા તે બીજા ફોન ઉપરથી સાંભળતી બકુ દ્રવી ગઈ. અંગ્રેજી ન જાણતી બકુ નકુલનાં ટહુકા અને ધીમા અવાજે થયેલા કામુક હાસ્ય અને સ્વીટ સિક્સ્ટીન નો પ્રતિભાવ હા કાચી કળી ઉપર અટકી ગૈ હતી.

માણસ આમ સાવ મોતને અડીને આવ્યો.. કબરમાં જેના પગ છે તે હજી હાડ માંસનાં વિકૃત ચુંથારામાં માને છે?. અને પાછુ કહેણ છે સોળ વર્ષની છોકરી.. અરે ભુંડા તે તો તારી પૌત્રી જેટલી ઉંમર કહેવાય….બકુની વિચાર ધારા તીવ્રતમ બનતી ગઈ અને તેને તેનુ ૪૮ વર્ષનું લગ્ન જીવન કડડભુસ થતુ દેખાયુ…તેને કદી નકુલ માટે, તેના વર્તન માટે કે તેના લગ્નજીવન ના શૈથલ્ય માટે પ્રશ્ન ઉઠ્યો નહોતો… આ કાન તેના માટે આશિર્વાદ બનવાને બદલે આજે શ્રાપ બનતા હોવાનું લાગ્યુ

સખીઓ એ જ્યારે ફોટા અને ઉદાહરણો બતાવ્યા ત્યારે તે ખચકાઇ તો ગઇ જ હતી. હવે સત્ય એક્દમ બીભત્સ રુપે બહાર આવે છે ત્યારે દુઃખને રડવું કે નકુલને વાળવો વાળી દ્વીધામાં પોક મુકી ને રડી પડી..

ફોન મુકીને નકુલ દોડી આવ્યો..”શું થયુ બકુ?”

હીબકો ડુસકુ બની ને નીકળ્યો અને સાથે સાથે તેનુ કકલતું હૈયુ વાણી બની સ્ફુટ્યુ…” કેમ નકુલ કેમ? તને આ ઢળતી ઉંમરે આ કેવો ચટકો?”

નકુલ આક્રંદ કરતી બકુનું આ સ્વરુપ જોઇને ચોકન્નો થઇ ગયો તે સમ્જી નહોંતો શક્યો કે બકુ શું કહેવા માંગે છે… આદત પ્રમાણે તેની પીંઠ પસારવા જતા બકુ વધુ ભડકી અને બોલી “ ખબરદાર મને તારા એ ગંદા હાથ અડાડતો” તેનું રુદન વધુ મોટા આક્રંદમાં ફેરવાઈ ગયુ…મેં તને શું નથી આપ્યુ…તન મન અને આખુ ચીત્ત તારુ હતુ.. અને તું?..વિષ્ટા ખોળતો હતો?”

“પણ બકુ શું થયું તે તો કહે?”

“ કહેવાનું શું બાકી રહ્યું છે? પેલી સગલી સીલ્વીયા ૨૫ ડોલરમાં તને કોણ કાચી કળી બતાવવાની હતી? શરમા ભુંડા તારી ઉંમરનો તો મલાજો કર…”

 નકુળ તો આ વાત સાંભળીને કાળો ધબ્બ થૈ ગયો…” તને ફોન ઉપરનું બધુ સંભળાય છે અને તેથી વધુ તો તને સમજાય છે?””

બકુનું આક્રંદ વધુ જોર પકડે છે..હું માનતી હતી હું વાંઝણી છું અને મારા પાપની સજા છે કે મને સંતાન નથી…પણ ના આ તો મારા બહેરા કાન અને તારા આ જ્યાં ને ત્યાં મૉઢા મારવાના પાપને કારણે છે…”

બકુનું આવું ધીક્કરભર્યુ વલણ જોતા કેન્સરમાંથી બચી ગયાનો આનંદ હવા થૈને ઉડી ગયો

તેનુ રુદન લંબાતુ ગયુ…મારી આખી જિંદગી તારી પાછળ વેડફી નાખી આ પરિણામ માટે?તે ઉભી થઈ અને નકુલને બે હાથે પકડીને ઝંઝોટવા માંડી..અને પહેલી વાર તેના મોં માંથી કડવા શબ્દોની વણઝાર નીકળી…

નકુલ બકુનો પ્રકોપ સહેતો હતો અને સાથે સાથે તેને શાંત પાડવાનો મિથ્યા પ્રયત્નો કરતો હતો… વહેતી ક્ષણો મીનીટો થઈ. મીનીટો કલાકો થયા અને આખી સાંજ હીબકતી રહી

નકુલ પણ પોતાની જાતને ફીટકારતો હતો..પણ બકુનાં મતે તો તે નાટક હતુ… આમેય નાટ્ય કળામાં તો સ્ટેજ ગજવતો હતોને…બકુનાં અફાટ ધીક્કારે તેને સ્તબ્ધ કરી દીધો હતો…તેના દરેકે દરેક શબ્દોને ચાબખામાં ફેરવીને બકુ મારતી હતી.

તે તેના નકુલમાં નટ્વર શ્યામ જોતી અને તે્ નકુલ માટીપગો લંપટ માણસ નીકળ્યો તે પરિણામ તેને મારતુ હતુ.. તેણે આખી જિંદગી નકુલ સિવાય કોઇનુ સ્મરણ કર્યુ નહોંતુ … જ્યારે..આ મનનો માનેલ હીરો કાચનો ટુકડો નીકળ્યો…માણસને ઓળખવામાં કાચી પડી ગયાનો અફસોસ તેને રડાવતો હતો…

ખુબ રડ્યા પછી તે ઉઠી. તેણે જાતે પાણી લીધુ અને નકુલને કહ્યુ..” આ ભવના ફેરા આપણા પુરા થયા.. આવતે ભવ તુ મને ના મળીશ.”

ખુબ જ તીવ્ર યાતના વેઠતી બકુ તેના રુમ માં ગઈ..શ્યામ સુંદરની છબી હાથમાં લઈ રડતી રહી…

નકુલ પોતાની શીથીલતાને દોષ દેતો હતો અને તેથી તો બકુને જ્યારે સાચા મનથી ચાહવા માંડ્યો ત્યારે આ બોંબ ફુટ્યો…તે તો સહજ વિચારોના ગલગલીયા કરવા જતો હતો અને તે આખી જિંદગી તેણે કરેલુ તેથી માની લીધેલુ કે પુરૂષો તો બધા આવા ભમરા જેવા જ હોય… પણ ના. ચારિત્ર્ય શિથિલતા આવુ કર્યા પછીજ આવે…

તેને બકુ આ રીતે તેના જીવનમાંથી નકુલને કાઢી મુકશે તેની કલ્પના સુધ્ધા નહીં.

બકુ માટે ચા મુકી અને એસ્પીરીન લઈને રુમ માં ગયો…બકુ હીબકા ભરતી ભરતી હમણા જ સુતી હતી..તેના ગાલ ઉપર આંસુની સેર દદડતી હતી…ચા મુકી દવા અને પાણી બાજુમાં મુક્યુ અને તે જાગે તેની રાહ જોતો તે રૂમ માં થૉડીક વાર બેસી રહ્યો…મીનીટો કલાક થૈ ગઈ છતા બકુ સહેજ પણ હલી નહી તેથી અવાજ ના થાય તે રીતે તે ઘરને બંધ કરી નજીકના કન્વિનીયન્સ સ્ટોર પરથી બીયર લેવા નીકળ્યો.

બકુની આંખ ખુલી ત્યારે તેનુ માથુ સખત દુખતું હતું. ટેબલ ઉપર મુકેલી એલચી અને આદુ વાળી ચા અને એસ્પીરીન અને પાણી જોયુ. તેની આંખો ફરી દદડી.. સાવ એવું તો નથી..તે મને ચાહે તો છે…મન્ના વલયો હકારાત્મક વળતા થાય ત્યાં અવાજ આવ્યો નકુલ બીયરના બે ડબલા લઈને ઘરમાં આવ્યો અને બકુ ફરી થી ભડકી…હું મરી જઉ પછી પીવો હોય તેટલો પીજે…હમણા તો મારી સામે નહી નહી ને નહી..

નકુલરાયમાં નો પુરુષ બકુની વાતોમાં ઘટેલો ગુસ્સો પામી ગયો…

બકુ ૪૮ વર્ષોથી મને તુ ઓળખે છે અને હું પણ તને ઓળખુ છુ..આપણએ બંને ગમે તેટલુ લઢીયે છતા પણ મને તારા વિના નથી ચાલવાનુ અને તને મારા વિના નથી ચાલવાનુ. હું જ્યારે ખરેખર સુધરી રહ્યોછું ત્યારે આ શંકાનો કીડો તને વળગ્યો છે. તુ અંગ્રેજ ઈ પુરુ સાંભળતી નથી અને તારી રીતે ધારી લે છે…ઓલ્ડ આઉલ ઉપર તો મારા માટે કચ્ચિ કલી નાટકની ટીકીટૉ ૨૫ ડોલર વાળી સિલ્વીયાએ રાખી છે.

સમય પહેલા તીન પત્તીની બાજીમાં નાખી દીધેલ પત્તા પર પસ્તાતા ખેલાડી ની જેમ બકુ હસી સાવ ફીક્કુ .

તેણે એસ્પીરીન લઈ લીધી અને ચા પીને મોં ફેરવીને સુઇ ગઈ.

 નકુલે નિરાંતનો શ્વાસ લીધો અને તે ઉઠીને આગલા રુમ માં ગયો..ભલે યુધ્ધ તો ચાલુ જ હતુ પણ સફેદ ઝંડીઓ તે જોઇ ગયો…સવાર પડશે ત્યારે બકુનુ વર્તન કેવુ હશે તે સવારે વિચારીશુ..કહી તેણે તેના સોફા ઉપર લંબાવ્યુ..અને લાઇટો બંધ કરી.

@@@@@

બીજે દિવસે સવારે ૬ વાગ્યે નકુલરાયે આંખ ખોલી..નાઈટલેંપના આછા અજવાળામાં બકુને શાંત સુખનિંદ્રામાં જોઇ એના મુખ પર અનેરી શાંતિ હતી અને મરક મરક થતા હોઠો એમ સુચવતા હતા કે અત્યારે તે કોઇ સુંદર સ્વપ્ન માણી રહી હતી.નકુલ્રાયે પથારી ત્યજી અને નિત્યક્રિયામાં અવાજ ન થાય તે રીતે રત બન્યા.. નહાઇ ધોઈને ચા મુકી..ચાની સોઢમ બકુને ન ઉઠાડી મુકે તેથી માઇક્રોવેવ ચા બનાવી અને નાસ્તો કરવા બેઠા.. આજે અગીયારસ અને શુક્રવાર હતો જો બકુ જાગી જાય તો આ નાસ્તો તે ઉપવાસમાં બદલી નાખે તે ધાસ્તી થી બ્રેડને ટોસ્ટ પણ ના કરી અને બ્રેડ ઉપર બતર અને ધાણા લસણ ની ચટણી લગાડી ખાવા માંડી.

એણે ઉપવાસનાં નામે આખી જિંદગી બકુ ને ખો આપી હતી..” સાલી શું જિંદગી છે ભગવાન ને પામવા એને ભજવાના? સાલુ નાટક છે આતો નાટક. બકુ એમ માને છે કે ભગવાન જ બધુ કરે છે. અને એના જેવા અસંખ્ય મુરખા એ માને છે અને પાછા ઉપદેશો આપી અન્યોને પણ મનાવે છે. આ સંવેદન શીલ મુરખાઓને એ નથી સમજાતુ કે ભગવાનને કોઇ બીલ નથી મોકલતુ. બીલ તો મારે ભરવા પડે છે. ચાલ મોકલી બધા બીલો ભગવાન ને..અને હું જોઉં કે તારી લાઈટ અને ટેલીફોન નું જોડાણ ક્યાં સુધી રહે છે?”

બકુએ પડખુ ભર્યુ અને સાથે નકુલરાયની વિચારધારાઓએ પ્રવાહ બદલ્યો..સવાર પડી જાતે બ્રેડ ચટની સેંડવીચ બનાવી વાસણો ધોયા…છાપુ લીધુ અને વાંચવા બેઠો. બથરુમ માં થી બકુ નહાવાના અવાજો આવતા હતા..તે વિચારતો હતો કે હમણા બકુ આવીને બોલશે કે આજે કેટલુ મોડુ થઈ ગયુ…મારા લાલાને ભોગ ધરાવવામાં વાર થઈ ગઈ. આજે નકુલ અગીયારસ છે..ઉપવાસ કરવાનોછે…થોડોક મુછોમાં હસતાસ્વગત જવાબ આપતા બોલ્યો..મુરખો છું હું કે તને ઉઠાડી ને મારો સવારનો બ્રેક ફસ્ટ ગુમાવું?

બકુની આંખમાં કાલનો ક્રોધ હજી ભારેલ અંગાર જેવો સાબૂત હતો..તે ઉઠી..તૈયાર થઇને ” હું મંદીર જૌ છુ અને હટાણુ કરીને અગીયાર વાગ્યે આવી જઈશ એટલુ બબડીને ગરાજમાં ગઈ અને ગાડી ઘર છોડી ગઈ ગરાજ્નું બારણું બંધ થયુ અને નકુલ્ને થોડો અજંપો થયો…આ તો કાર ચલાવતી થઇ તેથી તેને તો પગ આવ્યા.

ઘડીયાળ તેનુ કામ કરતી હતી..સાડા દસે સીલ્વીયાને કહી તે આવશે તેવું કન્ફર્મ કર્યુ અને પકડી થીયેટર ની રાહ…ફીલ્મ છુટી અને ભારતીય રેસ્ટોરંટમાં જૈને અગીયારસનું પારણું કર્યુ..એની ધારણા હતી કે એક વાગે બકુ તેને ફોન કરશે…પણ આજે સુરજ કંઈ જુદી દિશામાં હતો…પાર્ટ ટાઈમ કામ કરતો હતો ત્યા જઇ શુક્રવારનો રીપોર્ટ તૈયાર કર્યો અને ઇ મેલ કરી શેઠને રકમોની માહીતિ આપી દીધી.

આઠના ટકોરે ” ઓલ્ડ અઉલ” પર તેની ગાડી પહોંચી ત્યારે તેનો બીયર બરોબર ગુલાબી નશામાં તેને લાવી ચુક્યો હતો.. અને તેથી જ તે બકુની ગાડી પાર્કીંગમાં જોઇ ન શક્યો.

This entry was posted in મારી બકુનુ શું?. Bookmark the permalink.