મારી બકુનું શું? (૧૭) કીરિટકુમાર ભક્ત

newday633050_flowers_in_the_mountai.jpg

બકુની સાથે નાનકી હતી. એકદમ વિચિત્ર પરિસ્થિતિ હતી.નકુલ અંદર જઇને બેઠો..પહેલો પેગ ભરાતો હતો અને નકુલરાયને જરા અણખત થતી લાગી…”ઓલ્ડ આઉલ” નો માલિક જાતે ડ્રીક આપવા આવ્યો અને તેની પાસે આવીને ટહુક્યો…”કચ્ચી કલી નહી તારા ઘરે થી આવેલ છે..ચલ ભાગ જા મુસાફીર.. તેરી સામત આઇ હૈ..” પાછુ જોયા વિના નકુલે કાઉંટર ઉપર પૈસા આપ્યા અને એન્વેલપ લીધુ અને બહાર નીકળી ગાડીમાં બેઠો ત્યારે તેણે નાનકીને અને બકુને ગાડીમાં જોયા…બકુ ખુબ ગુસ્સામાં હતી અને નાનકી રડતી હતી.. મોટાભાઈ આવા થૈ ગયા?

તે રાતે કંઈ અજુગતુ ન બને તે માટે બકુને લઈ નાનકી તેને ઘરે ગઇ અને નકુલરાય તેને ઘરે.

અગીયારસનો ઉપવાસ છોડી બીજે દિવસે બકુ સવારે ૧૧ વાગ્યે ઘરે ગઈ..તેને આ ઉંમરે નકુલની સાથે કૈ રીતે વર્તવુ તે સમજાતુ નહોંતુ…તેને ખબર પડી ગઇ હતી કે તે જેટલુ વધારે કકલશે કે તેને સુધારવા જશે તો નફ્ફટાઈ વધુ રંગ પકડશે. લાગણીને હ્રદયમાં દાબીને મગજ જે કહે તેમ કરવું તેને યોગ્ય લાગ્યુ…લો લાવો અને પડતુ મુકો..કામ પુરતી વાત અને જ્યાં જ્યાં પણ તક મળે ત્યાં ત્યાં પોતાનો આક્રોશ બતાવવો…

ઘરમાં વાસણો ખખડવા માંડ્યા તેથી નકુલ રાયે પણ ઘરમાં કામ પુરતુ જ રહેવાનું અને ત્રણ વાંદરાનો સુધારેલો નિયમ પકડી લીધો બોલવુ નહી સાંભળવુ નહીં અને જોવુ નહી…

૪૮માં વર્ષે એક ઘરમાં બે અજનબી…જીવતા રહ્યા…કોઇને ટકોર નહી..સોસીયલ સીક્યોરીટી અને નકુલની પાર્ટ ટાઇમ નોકરીની આવક પુરતી તો હતી જ નહી.. પણ બચતો અને પહેલાની આવકોનું પેન્શન તાણ પડવા દેતુ નહી..પણ અમદાવાદ જેવી નોકર ચાકર સાથેની જિંદગી તો નહોંતીજ…

તે દિવસે ફોન ઉપર વાત કરતા તે બોલ્યો…” બકુને કાન આવ્યા પગ આવ્યા તેથી મને તો રાહત થઇ ગઈ..તે હવે તો અંગ્રેજી પણ શીખે છે તેથી..મારી તેને ક્યાંય જરૂર રહેવાની નથી..જીવાય છે પરણિત વિધુરની જિંદગી…હા હવે બકુ સાથે જવાનું નથી હોતુ તેથી સમય જ સમય છે…”

સામે ફોન ઉપર જે બેન હતા તે બોલ્યા..”એ બધુ તો ઠીક પણ તમે બકુબેન ને બહુ ત્રાસ આપો છો.”

નકુલરાય કહે ” તમે ભારતિય સંસ્કારોને આધારે મુલવો છો તેથી તમને લાગે કે હું બકુને દુઃખ દઉ છુ પણ અમેરિકન પધ્ધતિએ જોશો તો આ ઉત્તમ આયોજન છે હું તેને નડતો નથી અને તે મને હવે કશું કહેતી નથી.. અમે બે રૂમ પાર્ટનર છીયે…અને શાંતિ થી રહીયે છે.”
” તમે તેમના ભાગનો પ્રેમ દુનિયાને વહેંચતા ફરો છો તે ખોટુ કામ નથી?”
” પ્રેમની વાત તો તમારા જેવાના મોઢે બીલકુલ સારી નથી લાગતી…મેં તમારી જેમ મારા સાથીને રમકડુ નથી બનાવી દીધું. અમારી અંગત વાતો તમને કહેવી નથી પણ જ્યારે તમે પ્રેમ વિશે કહોછો તો સમજી લો પ્રેમતો અખૂટ અને અનંત છે..બકુ માટે પત્ની તરીકેનો મારો પ્રેમ અકબંધ છે.. હવે તો તે સમજુ મિત્ર પણ છે.. મારો પ્રેમ મિત્રો..સગા સબંધી અને સ્નેહી જનો માટે પણ એટલો જ છે પ્રેમ ની અભિવ્યક્તિ અને તેને રજુ કરવાની ઇચ્છા અને પ્રકારોમાં ભરતી ઓટ આવે તેને જે ના સમજે તે અનાડી છે.”

બારણા બહાર ઉભી ઉભી બકુ આ સાંભળતી હતી. જો તે પહેલા જેવી લાગણી ભીની હોત તો ક્યારણી ય નકુલ ઉપર ભીની વાદળીની જેમ છલકાઈ ગઈ હોત…પણ ના તે હવે નકુલની વાતો થી ભરમાવા નહોંતી માંગતી

“…”ફોન ઉપર પેલા બહેન શું બોલ્યા તે તો ના સમજાયુ પણ નકુલ બોલ્યો “બકુ માટે મારો પ્રેમ ખુબ જ જલદ છે પણ સહશયનની વાતોમાં તેને હવે મારો ઉભરો અયોગ્ય લાગે તો હું શું કરું? મને જો દુનિયાનો દરિયો હાથ વગો હોય તો ખાબોચીયામાં કેમ પડી રહેવુ?”

પેલા બહેન ઉગ્રતા થી દલીલ કરતા હતા પણ કંઇ સંભળાતુ નહોંતુ તેથી નકુલ રાય ફરી બોલ્યા ” અમારી કામ કરવાની ઉંમરે કામ કરી સૌ ભાઇ બહેનો ને ઠેકાણે પાડ્યા.તેમા હું અને બકુ નાણાકીય રીતે સ્થિર ન થયા…હવે જિંદગી ને મારે માણવી છે તો એમા હું માનતો નથી કે હું કશુ ખોટુ કરું છુ. બકુએ મને અન્યાય કર્યો છે છતા હું તેના સહવાશને જીંદગી ભરની મૂડી માનુ છુ. મારુ શરીર મને સાથ દે ત્યાં સુધી હું જિંદગીની એક એક પળ જીવવા માંગુ છુ.જેમ વ્હીસ્કીનાં એક એક ઘુંટની લીજ્જત માણ્તો હોય તેમ..હું દારૂડીયો નથી પણ તે પીણાની ગુલાબી અસરો ભરપુર માણવા માંગુ છું,”

ઓ મોટાભાઇ.. કરીને રડતી નાનકીનાં ડુસકા હવે બકુ સ્પષ્ટ સાંભળી શકતી હતી…તેની આંખ પણ ગળતી હતી..આ એવો ખજાનો હતો કે રોમ માં રહેવુ હોય તો રોમન થાવ ની વાત તેને સમજાતી હતી. તેના ધાર્મિક વલણો એ અને સહશયનમાં ઉદાસીનતાને કારણે મળેલ આ સજા હતી. ઘરનાં ગેરેજમાં કાર દાખલ કરી તે ખુબ જ રડી…

બકુની વાણીમાં કડવાશ ઘટી પણ હવે તે પહેલાની જેમ તેને ચાહી શકતી નહીં. સમય વહેતો જતો હતો બરાબર છ મહીના પછી એક દિવસે આ ફ્રી રાઈડે નકુલરાય પાસેથી હિસાબ માંગ્યો..શરીરનું આખુય ડાબુ અંગ જુઠુ થઇ ગયુ.. તાત્કાલીક સારવાર મળવાથી પેરેલીટીક એટેક હળવો બન્યો… પણ ડાબુ અંગ ઝલાયેલુ રહ્યુ… છ મહીના રી હેબ પછી ઘર મળ્યુ.. પણ તેને ડરાવતુ બીહામણુ એકાંત. રંગ ભૂમી પર પૃથ્વી રાજ ચૌહાણ અને રાણા પ્રતાપના કડકડાટ સંવાદો બોલી પ્રેક્ષકોની અસંખ્ય તાળીઓ મેળવતો નકુલ રાય હવે પોતાનુ નામ પણ મુશ્કેલી થી બોલી શકતો હતો…દોરડા પર ચાલતો ખેલ કરતો નટ હવે કોઇની સહાય વિના પડખુ પણ બદલી શકતો નહી. શહેરને રાતના ધમરોળતો નકુલ તેના ઘરનાં પલંગ અને તેની સામે ના છજા માંથી દેખાતી નાની દુનિયા સિવાય ક્યાંય જઇ શકતો નહીં.

શરીર રોગ ગ્રસ્ત છે..પણ મન.. હજી બેકાબૂ છે…બકુ તૈયાર થઇને ઘરની બહાર નીકળે ત્યારે તેને કહેવા માટે હવે શબ્દો નીકળે છે વાંઝીયા અને બકુ પણ તેના શબ્દોમાં રહેલા વહેમ વ્યથા અને બીચારાપણાને જાણવા નથી મથતી…માથા પર ફરતો સીલીંગ ફેનને જોતા નકુલ રાય સ્વગત બોલ્યા..તારી જેમ જ મેં ખુબ જ આંટા માર્યા પણ છું હુ હજી ત્યાંનો ત્યાં

This entry was posted in મારી બકુનુ શું?. Bookmark the permalink.