જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૭)- અનીલ શાહ

Quantcast
સાંજે જ્યારે રાધીકા પાછી આવી ત્યારે સાંજનાં ઘરમાં આવેલા..ટીફીન ઉપર થોડી નજર કરી..દુધી નાં કોફ્તા અને રૂમાની રોટલી હતી ચાઇનીઝ ભાત અને મંચુરીયન જેવુ શાક હતુ.
જગદીશ મામા અને પપ્પાએ ખાધુ હોય તેવું ના લાગ્યુ..તેથી તેના રૂમમાં જતી રહી. ઝડપથી કપડા બદલી તૈયાર થઈને તે નીકળી ત્યારે પપ્પાનો રૂમ બંધ હતો. જગદીશ મામા બોલ્યા “રાધીકા ટીફીનમાં ખાવાનું ઘણું બધું છે ખાઇને બહાર જજે”
“મામા હવે ખાવા જેવું કંઈ રહ્યું જ ક્યાં છે?”
“ કેમ એવું બોલે છે?”
“સવારે પપ્પાએ કહી ના દીધું કે ૪૯ વર્ષથી અહીં રહે છે..હું તો મમ્મીની જરુરીયાત હતી તેથી….” તેની આંખ ભરાઈ આવી..જો કે જગદીશ માટે આ દ્રશ્ય નવું હતું. અંબીકાને અને ત્રિભોવનને ખખડાવતી અને વાઘણ જેમ જેને અને તેને ખખડાવતી રાધીકા આજે ભીગી બીલ્લિ બની ને આંસુ સારતી જોઇ
ત્રિભુવન એના રૂમમાંથી બહાર આવ્યો ત્યારે રાધિકા ઝડપથી ઉઠીને બાથરૂમ તરફ જતી રહી. જમવાનાં ટેબલ પર જ્યારે તેઓ બેઠા ત્યારે રાધીકા તેની લેક્ષસ ગાડીમાં ક્રીશને મળવા જતી રહી.
ત્રિભોવને પુછ્યું “કેમ રાધીકા રડતી હતી?”
જગદીશ કહે “તેને મોટીબેન ની યાદ આવતી હતી”
ત્રિભુવન ક્ષણ માટે તો ચૂપ થઇ ગયો પછી બોલ્યો..”મારે મારો ગુસ્સો બતાવવો છે પણ હું
કંઇ તેને રખડાવવાનો નથી..ગમે તેમ તોય તે મારું અને અંબિકાનું સંતાન છે.”
જગદીશઃ” મોટા તમને પીગળતા જોવા માટે મોટી બેન તો તરસી ગઇ’તી… અને હવે એ નથી ત્યારે…”
“હા. એ નથી ત્યારે તો તેનો તેની દિકરી માટેનો શુધ્ધ પ્રેમ દેખાય છે. અને આ પણ તેની ઇચ્છાઓનો એક ભાગ છે. તેનું લગ્ન એને જોવું હતુ. પણ તે માટે આ ક્રીશે કરેલ કાયદા યુધ્ધ જ એનું વેરી બન્યું.”
જગદીશઃ “હવે મોટા મને રજા આપો…મારાથી થઈ તેટલી મોટીબેન ની અને તમારી સેવા કરી.”
ત્રિભુવનઃ “હજી તારી સેવા પુરી નથી થઈ..આ ગાંડી ભાણેજ ને પરણાવ્યા પછી તારે જવાનું છે અને ડલાસમાં હવે તારી કોણ રાહ જુએ છે?”
જગદીશઃ “ભલે! પણ મોટી બેન વિના અહીં પણ ગમતુ નથી…”
ત્રિભુવનઃ “ જો તારી આ હાલત હોય તો મારી હાલત કેવી હશે?” બંને વયસ્કો એક મેકની સામે જોઇ રહ્યા.
ત્યાં મનહર આવ્યો..ચુપકીદી સાંધીને તે બેસી રહ્યો. તે જાણતો હતો કે ત્રિભુવન તેના દરેક વિચારો અને વર્તનોમાં બહુ જ સ્પષ્ટ હોય છે જેથી જ્યારે તેમને કહેવુ હશે ત્યારેજ કહેશે.
વકીલ શાંતુ શાહને બોલાવવા મનહરને જણાવી તે અંદરનાં રૂમમાં ગયા.અને ત્રણ ફાઇલ સાથે લઇને આવ્યા ત્યારે શાંતુ શાહ આવી પહોંચ્યા હતા.
મનહર અને જગદીશની હાજરીમાં શાંતુ શાહ પાસે વીલ તૈયાર કરાવ્યું તેની ચર્ચા કરતા કહ્યું કે આ વીલમાં બે અઘરી શરતો છે..જો રાધીકા ક્રીશ સાથે લગ્ન કરે તો તેના લગ્ન નો ખર્ચો ત્રિભુવન ઉપાડશે..અંબીકાની મરજી હતી તેથી બધો વહેવાર રાધીકાને આપવો.તેના સંતાનો ને જરુરી મામેરું અને બીજી જોગવાઈ કરી હતી.( મહત્તમ અમેરિકન સંપતિનો દસમો ભાગ)
બાકી બધી સ્થાવર અને જંગમ મીલકતનો ઉત્તરાધીકારી મનહર બને અને મનહર ના હોય તો કલ્પનાને મળે અને કલ્પના પણ હયાત ન હોય ત્યારે ટ્રસ્ટ કરવું જે મન્હર અને કલ્પનાનાં બાળકો ૨૫ના ના થાય ત્યાં સુધી જાળવે અને ત્યાર પછી તેઓ જો પટેલ ગુજરાતી કન્યા લાવે તો સરખે ભાગે વહેંચી લે અને જો તેમ ન થાય તો ટ્ર્સ્ટ સમગ્ર ધન રાશી સાન હોઝેનાં સર્વધર્મ મંદીરને દાન કરી દે.
જો ક્રીશ સાથે લગ્ન ના કરે અને ભારતીય પટેલ સાથે લગ્ન કરે તો મનહર અને રાધીકા સરખા ભાગે મિલકતનાં હક્કદાર બને અને કોઇક કારણ સર રાધિકા મનહર પહેલા હયાત ન રહે તો આ વારસાઇનો ઉત્તરાધી કારી મનહર બને.
શાંતુ વકીલે કાગળો વાંચ્યા અને પહેલોજ પ્રશ્ન કર્યો કે આ ડ્રાફ્ટીંગ બદ્લું તો ચાલે?
મનહરને તો આ વીલ સામે વાંધો હતો…ખાસ તો તેને મળતા લાભો રાધીકાનાં ભોગે મળતા હતા. પણ તેની મરજી ક્યાં ચાલવાની હતી?
પહેલી વાત ક્રીશનૂં નામ ન મુકાય કારણ કે લગ્ન એ વૈયક્તિક પસંદગી નો વિષય છે. અને ભારતીય પટેલ સાથે લગ્ન કરી મૂડી મેળવી છૂટા છેડા ક્યાં નથી અપાતા? તેથી તે પોલો ઉપાય છે.હું જે સમજુ છુ. તે મુજબ રાધીકાને સજા કરવાની આ ક્રુર પધ્ધતી છે અને આ વીલ બાયસ છે કરીને કોર્ટે ચઢાવશે અને તેની ફી સ્વરુપે પૈસા તો કઢાવશે.
મનહરે શાંતુ વકીલની વાતમાં સંમતિ સુચવતા ડોકુ હલાવ્યુ એટલે ત્રિભુવન બોલ્યો..મનહર તુ અહી તારો અભિપ્રાય ના આપ. હું તો કહીશ આ મારી મિલક્તો છે અને હું મારી હયાતીમાં વીલ બનાવું છુ તેમાં મને મારો પૈસો કોને આપવો છે તે બાબતે મારો વિચાર મુખ્ય છે. મનહર ટકોર સમજી ગયો અને મીટીંગમાંથી ઉભો થઇને ચાલવા માંડ્યો તેથી જગદીશ પણ તે બંને ને મોકળુ મેદાન આપવા ઉભો થયો.
બંને નાં ગયા પછી શાંતુ વકીલ બોલ્યા ત્રિભુવન તારી વાત સાચી છે મનહર રાધીકા થી ડરે છે. એથી એવું કંઇક કરવુ પડશે કે જેથી આ મિલકતો માટે ગાંડી થયેલ રાધા નિયંત્રણમાં રહે અને વારસો લાંબા સમય સુધી ત્રિભુવન પટેલની એસ્ટેટ્માં જ રહે.
શાંતુ પટેલે તેનો ફાઇનલ ડ્રાફ્ટ કાઢ્યો અને તે ડ્રાફ્ટ પ્રમાણે જો ત્રિભુવનની હયાતી ન રહે તો સમગ્ર એસ્ટેટ ટ્રસ્ટ્માં જતી રહે અને ટ્રસ્ટીને ફક્ત વ્યાજ જ ઉપાડવાની સત્તા અપાઇ આમ કરવાથી વારસાઈ મેળવતા વારસદારો પર મોટા ટેક્ષનો કોરડો ન વિંઝાય. અને તે રીતે ક્રીશનો ઉલ્લેખ કર્યા વગર તેની લાલચની બાદબાકી કરી નાખી.
ત્રણ ફાઇલ સંપતિની વિગતો થી ભરેલી હતી કુલ સંપતિ એક્વીસ મીલિયન થતી હતી. પણ તે વિગતો વીલમાં દર્શાવવાની જરુર નહોંતી.પણ ટ્રસ્ટી જ્યારે તેનો હવાલો લે ત્યારે આપવાની હતી.
વીલ સહિં કરી રજીસ્ટ્રેશન માટે લીધું અને વિટનેસ તરીકે શાંતુ પટેલે સહિં કરી અને તે ઓફીસે જતા રહ્યા.તેમને જતા જગદીશે જોયા. મનહર તો તેની મોટેલ ઉપર જતો રહ્યો હતો
“મોટા! જાણે મોટુ કામ પતી ગયાપછી ની હાશ નો અનુભવ તમારા ચહેરા ઉપર દેખાય છે.
“હા હવે આ દેહ છુટે તો તેને માટે પણ તૈયાર છું.” ત્રિભુવને તેના દેહને આરામખુરશી પર લંબાવતા કહ્યું.
(૦)
આ બાજુ રાધીકા અને ક્રીસ ડીનર લેતા હતા ત્યારે રાધાથી રહેવાયુ નહી અને બોલી-“ક્રીસ તું ગમે તે કહેતો હોય..પણ લગ્ન હવે આપણે કરી લેવા જોઇએ…મને હવે ઘરે પડી નથી રહેવું.”
“ હની હું તો ક્યારેય ના નથી કહેતો પણ તેં હોમ વર્ક કર્યુ?”
“કયુ હોમવર્ક?
“ભુલી ગઈ? ખરેખર તારા બાપાની મિલકત કેટલી છે?અને વીલ બનાવ્યું કે નહીં વાળી વાત”
રાધાને ઝાટકો લાગ્યો..અને મનમાં તો તે સમ સમી ગઈ પણ લાડ કરતા બોલી” એય! તુ મને પરણે છે કે મારા બાપાની મિલકતને?”
ક્રીશ પેલા ચપળ ક્રીકેટનાં ખેલાડીની જેમ આવતા દડાની તીવ્રતા જાણી સંભાળીને ખેલવું કે ફટકારવું નક્કી કરતો રાધીકા જોઇ શક્યો..”હની પરણૂં તો હું તને જ છું પણ તારી સાથે આવતી લાયાબીલીટી અને એસેટ તો જાણવી પડેને?
રાધીકા “ તો વાત એમ છે બેલેન્સ શીટ જાણવી છે ખરુંને?”
ક્રીશઃ “તારે લીધે સારા સાથે લઢ્યો અને તેને પૈસા ચુકવીશ આખી જિંદગી તે તો તને ખબર છે ને?”
રાધીકાઃ” તે અલ્યા તું મને ગમતો હતો તે એક વાત પણ તને હું ગમતી નહોંતી?”
ક્રીશ આ ગુગલી બોલ છે તે સમજીને બોલ્યો..” લે એ તો કંઈ બાર વર્ષે પૂછવાની વાત છે?”
રાધીકા આજે કંઈ એને છોડવાનાં મતે નહોંતી તેથી પુછ્યુ..”હની જેમ સારા સાથે તુ પરણેલો હતો અને મને પણ ફેરવતો હતો તેવું તો તું નહીં કરેને? એવું હોય તો અત્યારથી કહેજે”
“ જરા લાજ! આવુ પુછતા. મેં કદી તને પુછ્યુ છે કે હું તારી જિંદગીમાં કેટલામો છું?
“ જો બાપો મારો મીલીયોનર હોય કે બીલીયોનર..જ્યાં સુધી છે ત્યાં સુધી એ પૈસા મારા કેવી રીતે કહેવાય? અને પાછુ તે આ કાંડ કર્યુ તેથી તે કામ બગાડી નાખ્યુ..દુધનું તે દહીં થઇ ગયુ..”
“ તું ચિંતા ના કર એ દહીંનું હુ રુપાંતર કરી શિખંડ કરીશ પણ મને ખબર તો પડવી જોઇએને કે કેટલી ખાંડ જોઇશે?”
રાધિકા ક્રીશની આ અદા ઉપર તો મરતી હતી…ક્યારેય હાર નહી માનવી “ક્રીશ જો હું ઓલ્ડમેન ની જગ્યાએ હોઉ ને તો મને તદ્દન કાઢી મુકુ..પણ ખેર મૂળ વાત પર આવીયે…લગ્ન ક્યારે કરવા છે?”
“ હની મમ્મીને ગયે ને હજી એક જ મહીનો થયો છે… આટલી ઉતાવળ સારી નહીં.”
ક્રીશ સમય માંગી રહ્યોછે અને તે પણ કેટલી સીફતથી તે રાધીકા જાણી ગઈ…છતા ફરીથી એને ભીડવા બોલી..
”જો હું માનતી નથી કે હવે બીગ વેડીંગ થાય તેથી રજીસ્ટર મેરેજ તો ક્યારેય કરી શકશું. અને હા હું હવે તે ઓલ્ડ્મેન સાથે નથી રહેવાની..લગ્ન થાય અને આપણે સાથે રહેતા થઇ જઇએ”
“રાધા! હોલ્ડ ઓન…કેવી બહેકી બહેકી વાતો કરે છે? ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર”
રાધા હવે ઝેરીલી નાગણ ની જેમ ફેણ ઉંચો કરીને બોલી “ ક્રીશ! તને મારા કરતા મારા બાપાની મિલકતમાં રસ છે તો માની લે મમ્મીના ગયા પછી ઓલ્ડ મેન પાસેથી પૈસા કઢાવવાકે વાત કઢાવવી સહેલ વાત નથી.”
“ ભલે તે તો સમજાયું પણ એટલું તો જાણી શકેને કે ઓલ્ડમેને વીલ બનાવ્યું કે નહીં?”
“હની! માન કે તેણે બનાવ્યુ અને મને કશું જ ન આપ્યુ તે તબક્કામાં તુ મારી સાથે લગ્ન નહીં કરે?”
ક્રીશ માટે આ પ્રશ્ન બહુ અનપેક્ષીત હતો તેથી તે જરા ઝંખવાઇ ગયો..અને કહે “ હની…આ કેવો સવાલ છે? તને મારા ઉપર ભરોંસો નથી?
રાધીકા મોટે અવાજે બોલી “હા. ક્રીશ” … અને ક્રીશ સહિત આજુબાજુ વાળા સૌ સ્તબ્ધતા થી રાધિકાને જોવા માંડ્યા
રાધીકાનાં ચહેરા પર દેખાતો છેતરામણ નો ભાવ જોઇ ક્રીશ ને પહેલી વખત ડર લાગ્યો. એ કંઈ બોલ્યો તો નહીં પણ એને ઉભા થઇને ભાગી જવું હતું વાઘણનાં જડબામાં ફસાઈને જાણે તે તરફડતો ના હોય.
પેલો જન્મજાત ખલનાયક પોતાના ચહેરાનાં ભાવો પોલીસને જોયા પછી જેમ બદલે તેમ પોતાનો ભય ઢાંકતા તે બોલ્યો-“ રાધીકા તું ગમે તે રીતે ઘાંટા પાડે કે મને ડરાવવા મથે પણ જો વાસ્તવિકતાને સ્વિકાર્યા વિના હવે હું ભમભુસકા મારી ના શકુ…સારાની એક જવાબદારી તો તારી જીદને કારણે પહેરી લીધી..૫૧ વર્ષે હવે તું એમ કહે કે હું ખાલી હાથે આવું છું તો તે સ્વિકાર્ય નથી અને એવો હું મુરખ પણ નથી.”
અચાનક લાધેલા આ કડવા સત્ય થી રાધીકા તડપી ઉઠી “ તો શું તુ મારી સાથે લગ્ન નહીં કરે?”
ક્રીશ કહે “ રાધીકા શીસ્ત તો એ છે કે આપણે સમજુતી કરી હતી. જો તુ તારો દાવ ખોટો ખેલે તો સજા તો મળેને?”
રાધીકા કહે “ ક્રીશ ખોટો તો તુ હતો “
ક્રીશ “ હા. હું હતો પણ હજી હું આ ખેલમાંથી ઉઠ્યો નથી..અને તુ પણ કેવા માથે પડવાના દાવો કરે છે તને શરમ નથી આવતી? તારે લીધે મેં મકાન ખોયુ- અર્ધી મૂડી ખોઇ અને હવે તુ કહે કે હું ખાલી હાથે આવીશ તે કંઇ ચાલતુ હશે?”
રાધીકા ક્રીશનાં આ ચહેરા થી વાકેફ થતી હતી. તેને પહેલી વખત લાગ્યું ત્રિભુવન સાચો છે..આવા લોકોની સાથે આખી જીંદગી કેવી રીતે નીકળે? હવે તો આ ખેલમાંથી સહી સલામત નીકળવા દાણા બહુ સમજીને નાખવા પડશે.
ક્રીશ પણ ડીનર પુરુ કરતા કરતા આજ વિચારતો હતો..કે રાધીકા હવે વીફરી છે..આ સત્ય કેવું સ્વરૂપ પકડશે તે હવે એની આગલી ચાલ થી સમજાશે.
બંને ડીનર પતાવી છુટા પડ્યા જાણે બે અજનબી ન હોય ન બાય..ન ગુડ નાઈટ કીસ
This entry was posted in જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક. Bookmark the permalink.

2 Responses to જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૭)- અનીલ શાહ

  1. Pingback: જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૭)- અનીલ શાહ (via સહિયારું સર્જન – ગદ્ય) « વિજયનુ ચિંતન જગત

  2. Indu SHAH says:

    ધીરે ધિરે રાધિકામા ઇન્ડીયન સંસ્કાર જાગૃત થતા જણાય છે
    સરસ

Comments are closed.