‘ડાઇવોર્સનું ડાયેટિંગ’

જીવનની સચ્ચાઈ શું છે? પ્રેમનો અર્થ શું છે? શું તે માત્ર બે વ્યક્તિ વચ્ચેનું શારીરિક આકર્ષણ છે. લગ્ન એ બે આત્મા અને શરિર નો સંબધ છે. કાગળની ચબરખીકે કોર્ટનો કાયદો તેને અલગ ન કરી શકે. હા, આજે એ સ્વાભાવિક છે. કિંતુ જો ‘માનવીના મન’ની અંદર પ્રવેશી અવલોકન કરી શકાતું હોય તો તે કોઈ જુદી વાત કરશે.

મિતા અને અમિતે ૩૦ વર્ષથી એક છતની નીચે જીવન વિતાવ્યું. જૂવાનીના રંગીન દિવસો હાથમા હાથ ઝાલી ગીતો ગાતાં, બાળકોને સંવારતા વિતાવ્યા. તનતોડ મહેનત કરી પગભર થયા. અમોલ, અવની અને અમીને પ્રેમથી ઉછેરી સ્થાયી કર્યા. શિક્ષણ આપવામા કશી કમી ન રાખી. અરે એટલે સુધીકે ભણવાનો બધો ખર્ચો માબાપે ઉઠાવ્યો. આ અમેરિકામા બાળક વિધ્યાલયનો અભ્યાસ કરી આગળ ભણવા માગતું હોય તો ધારો છે કે બેંકમાંથી પૈસા વ્યાજે લે. ભણીલે પછી ધીરે ધીરે ચૂકવે. ના, મિતા અને અમિતને તે મઝૂર ન હતું. ત્રણેય સુંદર સાથી મેળવી સ્થાયી થયા.

મુસિબત હવે આવી. અત્યાર સુધી બાળકોની આસપાસ ગુંથાયેલી જીંદગીમા ક્યાંય ખાલીપો જણાતો ન હતો. અમિત ૬૦નો થવા આવ્યો અને મિતા ૫૬ની. કામકાજમાંથી થોડા નવરા થયા હતા. અમિતે  શેરબજારમા સારા ડોલર બનાવ્યા હતા. નસિબ જોગે શેરબજાર ટૂટી પડે તે પહેલાં પૈસા રોકડા કરી હોસ્પિટલોમા રોક્યા હતા જે તેને સારું વળતર આપી રહ્યા હતા.

મિતા વિચારતી હતી ક્યાં અને કઈ રીતે તેનું વર્તન વ્યાજબી ન હતું કે અમિત તેનાથી અડધી ઉમરની છોકરીના પ્રેમમા પાગલ થયો. પત્ની તરીકેની સઘળી જવાબદારી પ્રેમપૂર્વક નિભાવી હતી. માતા તરીકે તેનો જોટો જડે તેમ ન હતો.

એતો વળી અમિતના કપડાં ધોવા લઈ જવા માટે ખિસા તપાસતા સિગરેટ અને નાની ચબરખીહાથ પડી અને અમિતનો ભાંડો ફૂટી ગયો.” સાંજના સાત વાગે હિલ્ટનની લોબીમા , ૧૧ પહેલા ઘરે જેથી મારી પત્નીને શંકા ન થાય. “

મિતા હોશ ગુમાવી બેઠી. સાંજ પડી ગઈ અને અમિત નોકરી પરથી આવ્યો. મિતાને ખ્યાલ પણ ન રહ્યો. અમિત આવીને કહે કેમ આજે ‘રસોડામા હડતાલ છે’? મિતા ગુમસુમ બેઠી હતી એકદમ ફિક્કુ હાસ્ય ફેંકી ચા મૂકવા ગઈ. વર્ષોથી ધારો હતો કે અમિત આવે પછી બંને જણ સાથે ચાની મોજ માણે. અમિતે જમવાની ના પાડી કહે’ સાંજે ડિનર મિટિંગમા જવાનું છે.’ મિતા કહે તો મારે માટે કાલની દાળઢોકળી રહી છે તે ચાલશે.

અમિત ફાંકડો તૈયાર થઈને નિકળી પડ્યો. મિતા બે હાથ વચ્ચે માથું પકડી વેચારી રહી. હવે શું ?આ સ્થિતિમા રહેવું ઉચિત નથી. જે વ્યક્તિને તન મનથી ચાહ્યો હોય તે આવી રીતે ચોરી છુપીથી કોઈનાપ્રેમમા પડી પત્નીની આંખમા ધુળ નાખે તેની સાથે કેવી રીતે જીવાય. તેને લાગ્યું કે જો આનો ખુલાસો માંગીશ તો નર્યું જુઠાણું સાંભળવાનો સમય આવશે.

શાણી મિતા જીવનમા હતી તેનાથી વધારે કડવાશ હવે ઉમેરવા માગતી ન હતી. અમિત આવે તે પહેલાં પોતાના કપડાની બેગ ભરી ચાલી નિકળી. કોઇને જણાવ્યા વગર. અરે, બાળકો સુધ્ધા ને ખબર ન આપી. તેને થયું બાળકો માતા અને પિતા વિશે શું વિચારશે. આવા સુખી કુટુંબને કોની નજર લાગી ગઈ.માતા અને પિતાને પૂજતા બાળકો પિતા માટી પગા નિકળશે એ વિચારે મિતા કાંપી ઉઠી. પૈસાની તેને ચિંતા નહતી. બેંકમા દાગીના અને રોકડ જોઈએ તેટલા હતા.

હાય રે નસિબ ‘ડાઇવોર્સનું ડાયેટિંગ’ મિતાને ભરખી ગયું. પતિનો પ્રેમ ગુમાવવો એ પત્ની માટે ખુબ અસહ્ય હોય છે. જો પતિ હયાત ન હોય તો તેની યાદ અને પ્રેમ બાકી જીંદગી ગુજારવા પૂરતા છે.કિંતુ પતિ આવી સુશિલ પત્નીની પાછળ છાનાગપતિયાં કરે તે જીરવી ન શકાય તેવું દર્દ મિતાને કોરી ખાઈ ગયું.

સુંદર સંસ્કારી માબાપની દિકરી, અમેરિકા આવીને જીવનની સચ્ચાઈ પામી. રાહ બદલ્યો રાહી ગુમાવ્યો કુદરતને શરણે આવી શાતા પામી.

This entry was posted in લઘુ કથા. Bookmark the permalink.