મને ડેન્ચર આપો તો કૈંક બોલું

મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.

એકવાર દાંત પડી જાય પછી જીભના વળવા માંડે છે સા’વ લોચા;

પહેલા તો રોટલાની પોપટી ખાતો’તો, હવે ધાનને કર્યા કરું છું પોચાં,
ઓણ શિયાળે ગંડેરી ખાવાનો મોહ, કહો શેરડીના સાંઠા કેમ છોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

પહેલા તો છોકરીને જોતા વેંત જ મારા હોઠમાંથી નીકળતી સીટી;
ચોકઠું પહેરી પહેરીને કાંઈ સીટી ન વાગે, પેઢાં બની ગયા છે દાંતની બે ખીંટીં,
હવેલીએથી આવ્યો છે ઠોરનો પરસાદ, એને જોતા વેંત આવી જતું ઝોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

પહેલાં તો દાંત ઉપર દુનિયા ઊંચકતો’તો, હવે સ્ટ્રેચરમાં ઊંચકે મને લોકો;
જીવતર આખુંય બહુ ભાષણ ઠોક્યાં, હવે શ્રોતા બનવાનો આવ્યો મોકો,
વાંસળી બનવાના ઘણા ફાંફાં માર્યા, પણ બની ગયો સાંબેલું પોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

– અનિલ જોશી

http://tahuko.com/?p=10234

This entry was posted in email, અન્ય બ્લોગ ઉપરથી ગમે. Bookmark the permalink.

One Response to મને ડેન્ચર આપો તો કૈંક બોલું

 1. dhufari says:

  શી અનિલભાઇ
  તમારૂં કાવ્ય ગમ્યું,વિષય કાબીલે દાદ છે,જનાબ શહબુદીન રાઠોડ્ની ભાષામાં મારી પણ અડધી પંગત નીચેથી અને અડધી પંગત ઉપર્થી ઉઠી ગઇ છે.શેરડી અને સીસોટી તો સમજ્યા મારા ભાઇ પણ ૩૦૦+૧૨૦=૪૨૦ નંબર વાળા તંબાકુના પાન જલસાથી ખાધા હવે એ યાદ આવે છે
  અભિનંદન

  http:/www./dhufari.wordpress.com
  dhufari@gmail.com

Comments are closed.