“રંગીલો ગુજરાત” રેડીયો સ્ટેશને ઉજવ્યો ૪ કલાકનો ગુજરાતી કાર્યક્રમ

હ્યુસ્ટન ખાતે શરુ થયેલ “રંગીલો ગુજરાત” કાર્યક્રમ એ પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટનું ગુજરાત અને ગુજરાતીને અમેરિકામાં જીવંત રાખવાનું એક સ્વપ્ન ક્રમશઃ પહેલા એક કલાક પછી બે કલાક અને આજે ૪ કલાકને આંબ્યુ. ગુજરાતી સાહિત્ય સરિતાનો પણ આજ ધ્યેય છે તેથી દરેક શનીવારે ગુજરાતી સાહિત્ય સરિતાના એક સભ્યને આમંત્રી ગુજરાતી સંગીત અને લોક્ગીતોને ધબકતુ રાખતા. પ્રદીપભાઇ આજે તો બહું જ ખુશ હતા. દરેક શનીવારે સવારે ૯ કલાક્થી ૧ કલાક સુધી એ એમ ૧૦૯૦ ચેનલ ઉપર મિત્રોના ફોન સાથે આ રેડીયો સ્ટેશન ધબકતુ હતુ. આજનાં આમંત્રિત મહેમાન હતા ગુજરાતી સાહિત્ય સરિતાનાં રેશમ મિજાજી અને હ્યુસ્ટનનાં કલાપી સમ કવિ વિશ્વદીપભાઇ બારડ અને રેખાબેન બારડ
કદાચ ૪ કલાક જેટલો લાંબો કાર્યક્રમ આપીને અમેરિકામાં પ્રદીપભાઇ પ્રથમ ગુજરાતી માણસ છે જે ગર્વથી આજે પણ કહે છે મારો ગુજરાત ખુબજ રંગીલો અને ખમતીધર બાપ છે. ગુજરાતી જાણનારો માણસ કદાચ કહે કે ભાઇ ગુજરાત જગ્યા છે તેથી તે નાન્યતર ગણાય અને રંગીલુ ગુજરાત કહેવાય ત્યારે તેઓ ગર્વથી કહે છે હું સરસ્વતી પુત્ર અને હું મારા ગુજરાતને ખમતીધર બાપ કહું છુ તેથી તેને રંગીલો કહુ છુ અને જો તમે આજનો પ્રોગ્રામ સાંભળ્યો હોત તો તમે પણ ગર્વથી કહેત હા વૈવિધ્યથી ભરેલ ગુજરાત સંસ્કાર અને સંસ્કૃતિથી ભરેલ રંગીન ગુજરાત છે. વળી આજે અતુલભાઇ પટેલ અને વિશ્વદીપભાઇને વારંવાર એમ કહેતા સાંભળ્યા કે જો તમે અમ્ને શેર સંભળાવશો તો અમે પણ તમને શેર સંભળાવશુ, ગઝલ કહેશો તો ગઝલ સંભળાવશુ અને તમે અમને હસાવશો તો અમે પણ તમને હસાવશુ..
વિશ્વદીપભાઇ અને રેખાબહેન આજના પ્રોગ્રામના સફળ ઉદઘોષક રહ્યા હતા કારણ કે તૈયારી તેઓની બે કલાક્ના પ્રોગ્રામની હતી અને પ્રદીપભાઇ કહે બે ઉદઘોષક અને બે કલાક તે તો અન્યાય છે તેમને બંને ને ભાગે બે બે કલાક આપી પ્રોગ્રામના ૪ કલાક કર્યા.. એમ કંઈ ડરે તેવું આ યુગલ નહોંતુ તેથી તેમણે પ્રેક્ષકોને ફોન કરતા કરવા તેમના પ્રશ્નનું નિરાકરણ કરવા પ્રલોભન સાથે આમંત્રણ આપ્યુ. તેમનો પ્રશ્ન હતો “ઢ” શબ્દ જ કેમ? અને ફોન ની ઘંટડીઓ વાગવાની શરુ થઇ..ગીતો ચાલતા હતા અને સાથે સાથે “ઢ” શબ્દ નાં અર્થો અપાયા તેના ઉપર મુક્તકો લખાયા..અરે ભગવદ ગો મંડળને લૈ ને શૈલાબેન આવ્યા પણ વિશ્વદીપ ભાઇને જે જવાબ જોઇતો હતો તે પહેલા બે કલાકમાં ના મળ્યો..છેલ્લે શૈલાબેન ૯૦% સાચા છે કહીને તેમને એ ઇનામ મળ્યુ.. એમનો જવાબ હતો કે વેદોનાં સમય થી ભાષામાં ઘણી ઉત્ક્રાંતી આવી પણ “ઢ” એક્લો જ એવો અક્ષર છે જે કદી ન્હોંતો બદલાયો…તેથી તે “ઢ” કહેવાયો…
            સમય વધુ મળ્યો હતો તેથી પ્રદીપભાઇએ પણ તેમના કંઠને મોકળુ મેદાન આપ્યુ વળી શાયરી ગુજરાતીમાં કહો અને પ્રત્યુત્તરમાં શાયરી સાંભળો વાળી વાતે તો નાનકડી મઝાની મહેફીલ સર્જી દિધી પ્રશાંત મુન્શાએ  કહ્યું કે
“દુનિયાથી જે ડરે તે  કાયર
દુનિયા જેનાથી ડરે તે શાયર
         વિશ્વદિપભાઇ એ સાહિત્યના અન્ય પ્રકારો અજમાવ્યા..બોધ કથા કહી “દિકરી” વિશે આંખ ભીંજવી જાય તેવી કથા કહી રેખાબેને બહેનો ને ગમે, તેવા પ્રશ્નો પુછી તેમને પણ ફોન ઉપર સક્રિય રાખ્યા..તેમનો અવાજ ઘડાયેલો તેથી તેમની પણ રજુઆત સરસ રહી.
આ કાર્યક્રમ તો નવરાત્રી થી ચાલે છે. તકનીકી ક્ષેત્રે રવિ બ્રહ્મભટ્ટ યુવા ક્ષેત્રને પ્રતિનિધિત્વ કરે છે  અને ગુજરાત પ્રત્યે અને ગુજરાતી પ્રત્યેનો આદરભાવ ગર્વાન્વીત કરે તેવો છે આ બધા કાર્યક્રમો તેમની વેબ સાઇટ http://www.rangilogujarat.com/index112010.html ઉપર સાંભળી શકાશે. ગુજરાત બહાર ગુજરાતીને જીવંત રાખવા મથતા રવિ,પ્રદીપભાઇ અને વિશ્વદીપભાઇ જેવા સદા બહાર ગુજરાતીને સલામ!
અહેવાલઃ વિજય શાહ

This entry was posted in રંગીલો ગુજરાત. Bookmark the permalink.

0 Responses to “રંગીલો ગુજરાત” રેડીયો સ્ટેશને ઉજવ્યો ૪ કલાકનો ગુજરાતી કાર્યક્રમ

 1. Batuk Sata says:

  ગુજરાત,ગુજરાતી,અને ગુજરાતી ભાષાને અમેરિકા માં જીવંત રાખવાની મેહનત કરતા પ્રદીપભાઈ તથા વિશ્વદીપભાઈ અને ગુજરાતી સાહિત્ય સરિતા ના નામી અનામી સભ્યો ને ખુબખુબ અભિનંદન.

 2. Dilip Gajjar says:

  Congratulations..Vijaybhai

 3. અમે તો ભાઈ ગુજરાતી છોગાળા…
  ત્રિપુટી..શ્રીવિજયભાઈ, શ્રી વિશ્વદીપ અને રેખાબહેન..આ ગૌરવવંતા કાર્યક્રમ માટે ખૂબખૂબ અભિનંદન.
  કોક દિવસ અમારી કવિતાને પણ ગુંજાવજો….

  રમેશ પટેલ(આકાશદીપ)