ગંગાબા ઉમરના આ તબક્કે પણ આજે ખેતીકામ સહિત ઘરકામ જાતે કરે છે

 લાકડીના સહારા વગર વાયુવેગે ચાલે છે

 

ગંગાબા ઉમરના આ તબક્કે પણ આજે ખેતીકામ સહિત ઘરકામ જાતે કરે છે

૧૮૯૦થી ૨૦૧૦ પુરા ૧૨૦ વર્ષ. આજે ઉંમરના ચોથા દાયકામાં હાર્ટ એટેકનો ભોગ બનતાં માણસોના જમાનામાં ૧૨૦ વર્ષના આયુષ્યની કલ્પના જ અસંભવ છે ત્યારે પંચમહાલના લુણાવાડા તાલુકાના સાલાવાડા કસલાલ ગામના ગંગાબા સામે આવતા યમરાજ પણ શરમાય છે. ૧૮૯૦માં જન્મેલા ગંગાબા મોઢામાં સાબૂત તમામ દાંતો સાથે અને લાકડી વિના મહેનત સાથેનું જીવન જીવી રહ્યા છે.

લાકડીના સહારા વગર વાયુવેગે ચાલે છે

લુણાવાડા તાલુકાના સાલાવાડા કસલાલ ગામનાં ગંગાબાનો ૧૮૯૦માં જન્મ થયો હતો

ગંગાબા આજે પણ અખરોટ દાંતથી તોડે છે

લુણાવાડાના મૂળ સાલાવાડામાં ૧૮૯૦ની સાલની આસપાસ જન્મેલા અને લગ્ન બાદ નજીકના જ ગામ કસલાલમાં કોદરભાઇ સાથે પરણેલા ગંગાબેન ૧૨૦ વર્ષની ઉંમરે પણ કડેધડે છે. ૧૫ વર્ષ અગાઉ પતિ કોદરભાઇનું અવસાન થયા બાદ પુત્ર- પૌત્ર – તથા પૌત્રીઓના વિશાળ પરિવાર સાથે જીવન વિતાવી રહ્યા છે.

રાજાશાહી, અંગ્રેજોની આપખુદીશાહી તથા લોકશાહી શાસનને જોઇ ચૂકેલા ગંગાબા જામે જીવતો ઈતિહાસ છે. ગંગાબેન કોદરભાઇ પગી સવાસોથી દોઢસો વર્ષનો ઈતિહાસ સંભળાવે ત્યારે સાંભળનાર મંત્રમુગ્ધ બની જાય છે. આજે ૧૨૦ જેટલી વયે પણ ગંગાબા ખેતીકામ તથા ઘરકામ કરે છે. લાકડીના ટેકા વગર જ્યારે ચાલે ત્યારે સાથે ચાલનારાને દોડવું પડે છે. આજે ચોથી પેઢી સાથે જીવી રહેલા ગંગાબાને વિશ્વાસ છે કે, તેઓ પાંચમી પેઢી ને પણ પોતાના ખોળામાં રમાડશે .

અંદાજે ૧૨૦ જેટલી વયે ગંગાબાનો એકપણ દાંત પડયો નથી. આજે પણ તેઓ અખરોટ દાંતથી તોડી ખાઇ શકવાની ક્ષમતા ધરાવે છે. કમનસીબીથી નિરક્ષર રહેલાં ગંગાબા પુસ્તક તો વાંચી શકતા નથી પરંતુ રાત્રિના અંધકારમાં પણ તેઓ સરળતાથી જોઇ શકે છે.

  આજના ( ૨૨ નવેમ્બર ૨૦૧૦) ના દિવ્યભાસ્કરનાં અજબગજબ વિભાગમાં ઝબકેલા સમાચાર

આવનારી સદીમાં આવા શતાયુની સંખ્યા વધશે તેમા કોઇ શંકા નથી. આ એક ચિંતાનો વિષય માનવાને બદલે નાણાકિય જગત અને વિમા વિજ્ઞાન વધુ અને વધુ સંસોધન આ વિષયે કરે છે અને તેના દુરંગામી પરિણામોથી વાકેફ કરે છે…લાંબુ જીવન ત્યારે જ સારુ જ્યારે ગંગાબાની જેમ જાતે બધુ કરી શકો. જો હાથ પગ ભાંગ્યા તુટ્યા કે ખાટલે જ પડી રહેવાનો વારો આવ્યો ત્તો તેમને જાળવનારાઓની વ્યથા તો કલ્પના બહારની છે. વિજ્ઞાન કહે છે સબળ મન (will power), ચાલતા પગ અને સમતોલ નિયંત્રીત આહાર થી આ શક્ય છે. કદાચ ગંગાબાની વધુ પુછવા કરતા તેમની જીવન શૈલીમાં ઘણું બધુ વણાયેલ હશે કે જે આ પાંચમી પેઢી જોનાર ગંગાબા એક અનોખુ ઉદાહરણ બનશે.

This entry was posted in નિવૃત્તિ વિજ્ઞાન. Bookmark the permalink.