સુમંતભાઇ શાહે સર્જ્યુ કેન્યામાં ચૌમુખી કાષ્ટ જીન પ્રાસાદ

સુમંતભાઇ શાહ વડોદરા સ્થિત નિવૃત્ત કલાગુરુ છે જેમનું જૈન આર્ટમાં મોટું નામ છે. ૧૯૫૮માં એમ એસ યુનિવર્સીટીમાં થી ફાઇન અર્ટ્સના સ્નાતક થયા બાદ ફેકલ્ટી તરીકે કારકીર્દી શરુ કરી અને બીજે જ વર્ષે સ્કોલર તરીકે દિલ્હી મીનીસ્ટ્રી ઓફ કલ્ચરલ અફેરમાં આમંત્રણ મળ્યુ..સમગ્ર કાર્યકાળ દરમ્યાન અનેક પ્રદર્શનો  મ્યુરલ અને શીલ્પ કામના થયા. નિવૃત્ત થતા પહેલા તેમનુ મુખ્ય કામ દિલ્હી ખાતે આત્મવલ્લભ જૈન સ્મારક નાં જૈન કલા અને કલ્ચરનું ઉત્કૃષ્ટ સંગ્રહાલયનું સર્જન કર્યુ હતુ.

કલાકાર જીવને નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ સુઝે અને તે તક તેમના દિકરા અજયનાં નવા મકાને આપી..કુટુંબનાં ધાર્મિક સંસ્કાર સચવાય અને આત્માનાં ઉત્થાન માટે કુટુંબી જનોને ઘર દેરાસર બાંધી આપવા કમર કસી. આ કાર્ય લગભગ એક વર્ષ ચાલ્યુ.

કાષ્ટ જીન પ્રાસાદનો ટુંકો પરિચય-સુમનભાઇ વી શાહ

અજયભાઇ શાહનાં નવા નિવાસસ્થાનને ધર્મભાવના અને ધર્મ સંસ્કારોથી ભરી દેવા તેમના પિતા સુમંતભાઇ શાહે કેન્યા આફ્રીકા ખાતે આ કાષ્ટ જીન પ્રાસાદની રચનાનાં બીજ વાવ્યા.

સમવસરણ અનુસાર ચૌમુખી દેરાસરની ભાવના ભાવી અને મૂળ નાયક શ્રી પાર્શ્વ પ્રભુની સ્થાપના કરી, બીજા ત્રણ જીન બીંબો શ્રી શાંતીનાથ, શ્રી મુનિસુવ્રત સ્વામી અને આદીનાથ ઋષભ દેવ લેવાયા.

આ ચારેય તિર્થંકરોની નીચે તેમની અધિષ્ઠાઇ દેવીઓ મા પદ્માવતી, મા શ્રી નિર્વાણી, મા શ્રી અચ્છુપ્તા અને મા ચકેશ્વરી ની સ્થાપના કરી છે ચારેય પરમાત્માઓની વચ્ચે કલ્પવૃક્ષ બન્યું છે.જ્યાંથી પ્રભુનાં મુખારવિંદ ઉપર ચાર રુપેરી છત્રો મુક્યા છે.

જૈન સ્થાપત્યની રચના અનુસાર ગુમ્બજ અને તેની ઉપર શિખરની રચના કરી તેની ઉપર બીજોરાં, કલશ અને ધ્વજદંડ સજાવ્યા છે. બીજોરાંની ચારે દિશાઓ માં યક્ષમુખો અબની કાષ્ઠમાંથી ઘડીને મુક્યા છે.અને શિખરની ચાર દિશાઓમાં ચાર ગર્જના કરતા સિંહો રોઝ વુડમાં સર્જીને મુક્યા છે.- જે પવિત્ર પ્રાસાદ તરફ આવતી કુદ્રષ્ટિ અને અવાંચ્છીત આવરણોને રોકે છે. તેની નીચે શિખર્ની જાલરો (નેવાં)ના ખુણાઓ ઉપર ચાર સુસજ્જ હાથીઓ ઉપર અંબાડીમાં રાજ્પુરુષ્ની સવારી સજાવેલ છે. ચારે દિશામાં વચ્ચે ધર્મચક્ર અને હરણ યુગલ છે જે જૈન ધર્મનું મુખ્ય ચિન્હ છે, તેની ઉપર ચાર અપ્સરાઓ તેમના વાજીંત્રો સાથે નૃત્ય ભાવભંગીમાં વિદ્યમાન છે

મંદિરનો ગુંબજ અને શિખર આઠ એબનીનાં સ્થંભો ઉપર બનેલું છે. દરેક સ્થંભો ઉપર ચાર દ્વારપાલો છે. ચાર અપ્સરાઓ છે. ચાર ગર્જતા સિંહો છે. ચાર મોટા ઘંટો છે. આઠ લટકતી ઘંટડીઓ છે. ચાર વિવિધ વેલો અને પશુ પક્ષીઓની ડીઝાઈનો છે. દ્વારમાં ઉપર મકર તોરણ છે અને મકર ઉમરા છે. જેમાંથી પ્રભુના સમવસરણ ના દર્શન થાય છે.

ચારે દ્વારોના ઉમરા નીચે પ્રભુ પાર્શ્વનાથનાં જીવન પ્રસંગો બનેલાછે ૨૧” X ૧૪” નાં રોઝવુડમાં આ કોતરકામ થયેલુ છે. મુળનાયક્નાં દ્વાર નીચેનો પહેલો પ્રસંગ કેવળજ્ઞાન કલ્યાણકનો છે.જેમાં મેઘમાલીના ઉપસર્ગો છે. અતિવૃષ્ટી છે. ધરણેન્દ્ર અને પદ્માવતી આવીને પ્રભુની રક્ષા કરે છે.અને મેઘમાલીને પ્રતિબોધે છે.

બીજો પ્રસંગ શાન્તિનાથનાં દ્વાર નીચેનો છે. જેમા કલ્યાણ મંદિરની આઠમી ગાથાનો છે.જે ભક્તનાં હ્રદયમાં પ્રભુ વસે છે તેના કર્મનો નાશ થાય છે. જે વન્નો મોર વનમાં પ્રવેશે છે ત્યારે ચંદનનાં વૃક્ષોના ભુજંગોનાં બંધનો દુર થાય છે.

ત્રીજો પ્રસંગ મુનીસુવ્રત સ્વામીનાં દ્વાર નીચે છે જે પાર્શ્વ પ્રભુનો બીજો ભવ છે હાથીના ભવમાં જંગલમાં હાથી પરિવાર્માં તેઓ જીવન વિતાવે છે ત્યાં અરવિંદ મુનીના દર્શને સંઘ આવે છે અને બહુ માણસોને જોઇને હાથી ગુસ્સે થૈ જાય છે અને લોકો તરફ દોડે છે.. ત્યારે તે અરવિંદમુની ને જુએછે અને તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. અરવિંદ મુની પાસે શ્રાવક ધર્મ અંગીકાર કરે છે. એક દિવસ તે સરોવરમાં પાણી પીવા જાય છે અને કીચડમાં પગ ખુંપી જાય છે.તે અનશન કરીને સમતાભાવ થી રહે છે ત્યારે કમઠનો જીવ  જે કુર્કર સર્પના રૂપમાં છે. તે હાથીને દંશ દે છે અને હાથી નો દેવલોક થાય છે.

ચોથો પ્રસંગ ઋષભદેવનાં દ્વાર નીચેનો છે. તે પાર્શ્વકુમાર અને અગ્નિવેશ મુનિનો છે. મુનિ આગ પેટાવીને બેઠાછે ત્યાં પાર્શ્વ કુમાર તેમના મિત્ર સાથે આવે છે. અવધિજ્ઞાનથી તે જુએ છે કે આગના એક લાકડામાં સર્પ યુગલ બળી રહ્યું છે . કઠિયારા પાસે તે લાકડુ કઢાવીને ચીરાવે છે. અને તે સર્પયુગલ નીકળે છે.તેમને પાર્શ્વકુમાર નવકારમંત્ર સંભળાવે છે અને તે સર્પયુગલ દેવગતી ને પામે છે અને ધરણેન્દ્ર અને પદ્માવતી થાય છે. અગ્નીવેશ મુની ગુસ્સે થાય છે પણ પાર્શ્વ કુમાર સમતા ભાવ સાથે ત્યાંથી જતા રહે છે.

બધા પ્રસંગની નીચે ૪૮ હાથીઓની હારમાળા છે

મંદિરની રચના ચોરસ છે તેની લંબાઇ અને પહોળાઈ ૩૮” છે અને ઉંચાઇ ૫૧ ” છે. ઉપરની મંદિરની રચના અષ્ટ્કોણી છે અને આઠ થાંભલા અને ચાર પ્રવેશ દ્વાર છે દ્વાર સામે ભક્ત ભક્તી અર્ચન માતે બેસે ત્યારે સમવસરણ દ્રષ્ટીગોચર થાય છે.

પ્રથમ પાર્શ્વ પ્રભુનું લાંચન સર્પ છે. શિર ઉપર ધરણેન્દ્રની ફણાછે જેનો વર્ણ શ્યામ છે પ્રભુની ગાદીની નીચે મા દેવી પદ્માવતી છે. પદ્માવતીનાં માથા ઉપર ચતુર્ભુજ સર્પ ફણા છે.તેમનુ વાહન કુક્રુટ સર્પ છે. તેમના આયુધો -કમલબીજોરુ અંકુશ અને પાસ છે.

 બીજા દ્વારે શાંતીનાથ છે તેમનું લાંછન હરણ છે. તેમનો વર્ણ સુવર્ણ છે. તેમની નીચે મા દેવી નિર્વાણી છે. તેમનુ આસન કમળ છે.તે ચતુર્ભુજ છે બે હાથમાં કમળછે. એકમાં પુસ્તક અને બીજા હાથમાં કમંડળ છે.  

ત્રીજા દ્વારે શ્રી મુનીસુવ્રત સ્વામી છે તેમનો વર્ણ શ્યામ છે અને લાંછન કાચબો છે. તેમની નીચે મા દેવી અચ્છુપ્તા છે તે ચતુર્ભુજ છે તે સિંહાસન પર બેઠેલા છે એક હાથમાં ત્રિશુલ બીજામાં નવકારવાળી, ત્રીજામાં કળશ છે અને ચોથા હાથે અભય મુદ્રા છે

ચોથા દ્વારે પ્રભુ ઋષભ્દેવ છે. તેમનું લાંછન બળદ છે તેમનો વર્ણ સુવર્ણ છે તેમની નીચે મા ચકેશ્વરી છે તે અષ્ટ ભુજા છે બે હાથમાં ચક્ર છે બે હાથમામ તીર અને કમાન છે. પછી બે હાથમાં વજ્ર અને અંકુશ છે સાતમા હાથમાં પુસ્તક અને આઠમા હાથમાં અભય મુદ્રા છે. તેમનુ વાહન ગરૂડ છે તેની ચાંચમાં અને પંજામાં સર્પ પકડેલો છે.

સમ્વસરણ ઉપર ધાતુનું કલ્પ વૃક્ષ છે . સમવસરણ ણિ ઉંચાઇ ૩૩ ઇન્ચ છે તેની ઉપર ૨૩ ઇન્ચ ડાયામીટરનો ગુંબજ છે. મધ્યમાં ચાવી છે. ચારે દીશાઓમા અપ્સરાઓ છે. જમીનથી ધ્વજા દંડ સુધીની મંદીરની ઉંચાઇ ૧૦૧ ઇન્ચ છે.

આ મંગલ્કારી કાષ્ટ જીન મંદીર ઘર દેરાસરછે. જે પરિવારના સભ્યો અને તેમની પેઢીઓને યાવત ચંદ્ર દિવાકરો- બધાનું કલ્યાણ કરે અને મંગલ ધર્મભાવના વધતી રહે એજ મનોકામના-

This entry was posted in received Email. Bookmark the permalink.

2 Responses to સુમંતભાઇ શાહે સર્જ્યુ કેન્યામાં ચૌમુખી કાષ્ટ જીન પ્રાસાદ

 1. pragnaju says:

  ચૌમુખી કાષ્ટ જીન પ્રાસાદ
  નવી દ્રુષ્ટિ મળી
  ખૂબ આનંદ થયો

 2. પુજ્ય સુમનભાઇ,
  આપના ધાર્મીક કાર્યની ઉત્તમ પ્રેરણા માટે અમારા વંદન.
  આપે આપેલ પ્રેરણા ધર્મ પ્રત્યેની ફરજ બતાવે છે.અભિનંદન.
  પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જીનેન્દ્ર સહિત વંદન

Comments are closed.