નિવૃત્તિ નિવાસ (૯) વિજય શાહ

 

ગુરુચરણસિંઘ (જી.સી.)

નિવૃત્તિની નિવાસમાં સન્નાટો છવાયેલો હતો અને જી સી બહારથી આવ્યા. આમ તો ગુરુચરણસિંઘ નામ પણ સરગમબેન અને સાથી મિત્રો તેમને જી કહેતાઅવન્તિકાબેનના રડમસ ચહેરે જીસી સમજી ગયા કે કંઇ થયુ છે અને રડતા વલ્લભદાદાએ જ્યારે કહ્યુ કે સરગમબેન નથી રહ્યા ત્યારે જી સી પણ સુન્ન થઇ ગયાતેમને સરગમબેન સાથેની પહેલી મુલાકાત યાદ આવી….આજથી પાંચેક વર્ષ પહેલા નિવૃત થઇ ને આવેલ જી સી ને મનની શાંતિ માટે આ જગ્યા યોગ્ય લાગી હતી. ભર્યુ ભાદર્યુ કુટંબ અને વળી તેમા બે લગ્ન બન્ને હયાત પત્ની અને બન્નેના બે દિકરાઅજમેર અને અમરિક સિંઘ.બધુ અમેરિકા છોડી મનની શાંતિ શોધતા ભારત આવ્યા હતા.

              સરગમબેનની ક્રિયાકર્મ વિધી પતી ગઇ હતી અને જી સી મુંબઇથી નિવૃતી નિવાસ આવ્યા ત્યારે  તેમની શ્રધ્ધાન્જલી ચાલી રહી હતીજાણે હમણા બોલી ઉઠ્શે તેવી રંગીન છબી જી સી .એ લીધી હતી તેની પાસે ફૂલો દીવો અગરબત્તીઅને ભજનો ગવાતા હતાનાનકડા કુટુંબમાં જાણે મોભી જતો રહ્યો હોય અને નોધારા બની ગયા હોય તેવો ભાવ સૌ ના મનમાં હતા ..અને જી સી. કહે અભી ઉનકે જાનેકા વખ્ત હી કહાં થા?! શ્રધ્ધાંજલી નો દોર ચાલુ થયો હતોઅને જી સી ને સરગમબેનના શબ્દો યાદ આવતા હતાઅમરિકકો જો લગતા હો લેકિન આપસે જીતના બના કિયા ..ફીર ભી અગર આપકો વો દોષ દે રહા હૈ તો વો ગલત હી હૈ.   ગોર વર્ણનાં પાણીદાર આંખો વાળા સરદાર ગુરુચરણ સિંહ ૭૨ વર્ષની વયે ન્યુ જર્સી થી નિવૃત શિક્ષક તરીકે ભર્યુભાદર્યુ ઘર મુકીને જાતે મુંબઇ ચાલી આવ્યા હતા…. સરગમ બેને તેમની વાતો માંથી એક જ તારણ કાઢ્યુ હતુ. અને તે તમારાથી બન્યુ તેટલુ બધુ તમે કર્યુ છે ..ત્યારે પહેલી વખત તેમને બળઝળતા રણામાં કોઇ વીરડી મળી હોઇ તેવો ભાસ થયો હતો.

                           તેમનુ પહેલુ  લગ્ન ૧૪ વર્ષની ઉંમરે અજમેરની મા પ્રેમકોર સાથે થયુ ત્યારે તેમની સમજણ કોઇ હતી નહી. માસ્ટર પુરુ કરતા સુધીમાં અજમેર જન્મી ચુક્યો હતો, પણ ભણૅલ ગણેલ જી સી અને પ્રેમકોર વચ્ચે દરેક પ્રકારના વૈમનસ્યો   હતા સિવાય કે અજમેરઅને તે ગોઝારો દિવસ આવ્યો જ્યારે પી એચ ડી માટે  જી સી ને અમેરિકાથી એડમીશન આવ્યુ. આઠ વર્ષના અજમેર અને પ્રેમકોરને ભારતમાં મુકીને જી સી અમેરિકા આવ્યાનવ મહિનામાં પાછા જવાનુ હતુ પણ ઉગતા યૌવને કોઇક નાજુક ક્ષણૅ શશી સાથે નું સંવનન શરુ થયુ . અને પ્રેમકોર દરેક રીતે શશી કરતા ઉતરતી લાગતી ..તેથી નવમહિના નો અમેરિકા નિવાસ લંબાતો ચાલ્યોઅને પાંચ વર્ષ પછી ૧૯૫૭ માં અમેરિક ને લઇ ને ભારત ટુંકી મુલાકાતે ગયાત્યારે ઘરમાં મોટો એટમબોંબ ફાટ્યો.

શશી અને પ્રેમકોર વચ્ચે વહેંચાયેલા જી સી ને પ્રેમકોરે એક શરતે મુક્ત કર્યા.. અને તે અજમેર ને ૧૮ વર્ષ પછી ત્યાં લઇ જવો.પ્રેમકોર ગામડા ની હતી ધર્મભીરૂ હતી તેથી પોતાનો હક્ક જતાવ્યા વિના જી સી નુ મન જ્યાં હતુ તે વાત સહજ કરી આપી. તે વાત સાંભળતા સરગમબેનનુ માથુ આદરથી પ્રેમકોર માટે ઝુકી ગયેલુ.જી્. સી ના મને તે શશી તરફનું તેમનુ પહે લુ પ્રેમ ભર્યુ ઝુકેલુ વલણ હતુ. અને તે અમેરિકા માટેનુ તેમનુ ખેંચાણ પણ હતુ. સરગોધા છોડીને તેમનુ આખુ કુટુંબ ચંદીગઢ્માં વસ્યુ હતુ પણ ચંદીગઢ છૉડી તેઓ ન્યુજર્સીમાં સ્થિર થયાપણ તે નિર્ણય તેમનો ભુલ ભરેલ હતોબે ઘર ચલાવવાના હોય તો શિક્ષકની તાકાત કેટલીતેથી લીકર સ્ટોર શરૂ કર્યો.. પાર્ટટાઇમ ટ્યુશનો , અને શશીએ પણ લોન લઇ શૅરે પંજાબ હોટેલ શરૂ કરી.

               અમરિક શશી ની મમ્મી પાસે રહે અને વાતો વાતોમાં પાપા તુમતો દેશી હોઇતને પઢે લીખે હો લેકીન મેરે લીયે તુમ્હારે પાસ વક્ત હી  નહી હૈ..વાળા પ્રતિભાવો આપતો .જી. સી. પણ મનથી પોતાને દોષી માનતો અને કહેતો પણ ખરો.. કુટંબ નિભાવવાની જવાબદારી મોટી વાત છે..તને ખાવા પીવા અને ભણવા મળે છે ને..ભણી લે.. પણ એટલાથી તેને ક્યાં સંતોષ હતો .. ગ્રેજ્યુએટ થઇ ને એણે ઓસ્ટ્રૅલીયા જવાનું નક્કી કર્યુ….જી.સી સરગમબેનને ઓસ્ટ્રૅલીયા વૃતાંત કહેતા દ્ર્વી ગયો. ક્ષણ બે ક્ષણ માટે તેને થયુ કે આ વાત સાંભળીને સરગમ બેન કદાચ એને દોષી કહેશે.. પણ મનનાં દુઃખને જાણનાર અને પચાવનાર સરગમ બેનતો એક ધ્યાને જી.સી ને સાંભળી રહ્યા

               અજમેર ૧૯૭૦ માં અમેરિકા આવ્યો ત્યારે શશી અને જી.સી વચ્ચે સમય અને કૌટુંબીક બાબતે વિખવાદો ઘણા હતા. જી.સી જે વાત ની નાપાડે તે શશી કરવા ધારે ..અને તેનુ મુળ કારણ એજ કે ઘરમાં આવતો પૈસો ઓછો  હતો..લીકર સ્ટોરની આવક ચંદીગઢ જતી હતી.. અને તે શશી ને દુઃખતુ.અજમેર અમેરિકા આવ્યો ..જી.સી.ના નાના અને મોટા ભાઇ, બેન, બનેવી ઍંમ ઘણી મોટી લંગાર ૧૯૬૫ થી ૭૦ ની વચ્ચે આવી ..આવક કુટુંબી જનો માં વપરાતી ..શશી હોટેલની આવક જુદી રાખતી જી.સી કુટુંબ પાછળ ના ખર્ચે તે માટે જાત જાતના કીમીયા કરતીઅને ઓસ્ટ્રેલીયા અમેરિક ને મોકલવાનો પ્રયાસ તેમની આંતરિક કલહનો અંતિમ હતો.. જી.સી ની ના ઉપર અમરિક ઓસ્ટ્રેલીયા ગયો અને આ બાજુ શેરે પંજાબમાં કોઇ દાવો થયો..તેની પતાવટમાં શશી રોડ પર આવી ગઇ.

              જી.સી પહેલેથી જ સ્પષ્ટ હતોતમે બધુ જાતે કર્યુ છે. તમે નિપટાવો..મારી પાસે પૈસા નથી..શશીનો ગુસ્સો ત્યારે સાતમે આસમાને પહોંચતો. તમારી પાસે પૈસા મારે માટે નથીતમારા ભાઇ બહેનો માટે છે ..અજમેર માટે છે.. અને કહે છે ને બે લઢતા હોય ત્યારે તમાશાને તેડુ ન હોઇ ..શશીનું કુટુંબ અને જી.સી.નુ કુટુંબ લાગણી ઓનાં અતિરેક્માંસામાવાળા ને હંફાવવામાં બંને ને સેપરેશન ઉપર લઇ ગયા.. ત્યાં ઓસ્ટ્રેલીયાથી સમાચાર આવ્યા અમેરિક બહુ જ બીમાર છે

સીતેર હજાર ડોલર નો ખર્છો કરી ચાર્ટર પ્લેનથી જી. સી અમેરિકા લઇ આવે છેશશી ને ફક્ત એટલુ જ કહે છે વો મેરા ભી બેટા હૈઆ અંતિમોમાં શશી પણ ડરી ગઇ અને સેપરેશન શમી ગયુ.. પણ અમરિકને ડાબે પગે લકવા થયો..અને એ ધમાલમાં લીકર સ્ટોર પર બનેવી ને ગેંગ વોરમાં ગોળી એ દીધા ..વિધવાબેન અને ભાણાની જવાબદારી આવી…….. તે રાતે અમરીકે ખુબ જ ધમાલ કરી…. જી.સી ના ધર્માભિમુખ વલણ અને તેના કુટુંબી જનો ને કારણે તેને આખી જીંદગી અપંગ બની જીવવુ પડાશેઅને તેનો જવાબદાર ફક્ત જી.સી છેનિવૃતિની વેળાએ જ્યારે બાપ દિકરાનાં ખાંધા પર ભાર મુકી રાહતનો શ્વાસ લે તે સમયે નપાવટ દિકરો બાપ ને દોષ દે તેવી વાતો  સાંભળી ને સરગમબેન ધ્રુજી ગયા હતા જી.સી .ની પાણીદાર આંખો માંથી પાણી ઝરતા હતા અને સરગમબેન બોલ્યાઅમેરિકકો જો લગતા હો લગે લેકીન આપસે જીતના બન પડા કીયા ફીરભી વો અગર આપકો દોષ દેતા હૈ તો વો ગલત હૈ.

                  જી.સી.કહે ધર્મ મુજે કહેતા હૈ જો બચ્ચેકો મૈને મેરે ઘરમે પાલા વો મેરે બુઢાપે કે સહારા ન બને કોઇ બાત નહી ..લેકીન ..જીસકા મૈં દોષી નહીં હું વો દોષ દે ઉસ બાતસે કાફી પરેશાન હું…              સરગમ બેનનો જી. સી એ જ્યારે ફોટો લીધો હતો તે સાડીમાં જી. સી પાસે આવ્યા અને કહે તમારે જાણવુ છે ને તમારો ગુનેગાર કોણ છે? તો ચાલો હું તમને કેટ્લાક વર્ષો પાછળ લઇ જાઉપણ ઍક વાત યાદ રાખજો આ આગનો તણખો જાણ્યા પછી તમારે ભારે નહીં હલકા થવાનું છે..ગ્રંથ સાહેબની સેવા કરવાની છે પાછલુ બધુ અહીં છોડ્વાનુ છે..બરોબર?

           ૧૯૫૭ નુ વર્ષ જીવંત થાય છે પ્રેમકોર અને શશી વચ્ચે ખીટપીટ થતી દેખાય છે જ્યાં પ્રેમકોર શશી ને કહે છેતને તો ખબર હતી તે શાદીસુધા છે છતા મારા સંસારમાં તુ કેમ આવી? અને શશી કહેતી હતી ગવાર! તારા નસીબને દોષ દે.. એને અમેરિકા રહેવુ હતુ અને મેં તેને અમેરિકા રહેવાનો અધિકાર આપ્યો છે. પ્રેમકુંવર કહે તું અને તે બન્ને મને અન્યાય કરો છો મારા અજમેર ને અન્યાય કરો છો અને મારી આંતરડી કકળાવો છો તમને કદી શાંતિ નહી મળે ….પ્રેમકોરની આંખ માંથી પડતા મોટા આંસુ જી. સી જોઇ શકતા હતાઅને શશી લુચ્ચુ શીયાળ હસે તેમ મલકી ને જતી રહીપછી તેજ દ્ર્શ્ય ફરી દેખાયુ જેમા જી.સી ને પ્રેમ કહેતી હતી ..અજમેર જબ બડા હો જાયે ..તબ ઉનકા ખ્યાલ રખનાઆ આંસુ અમેરિક પણ જોતો હોય છે..

તેના મનમાં થાય છે અજમેર તેનો ભાઇ નહીં દુશ્મન છે ..ચિત્ર થોડુક આગળ વધે છે ..અમેરિક તેના મામા અને માસી ને વાતો કરતા સાંભળે છેલીકર સ્ટોરના બધા પૈસા ભારત મોકલવાની શું જરુર? ડોલરની કિંમત વધે અને ઓછા ડોલરમાં નક્કી કરેલા રૂપિયા મળી શકે છે ..વધારે પૈસા ખરચી ત્યાં ઘર લે છે ..અહીં ભાઇ બેનોને ઘર લેવામાં મદદ કરે છે..તેને બદલે શૅરે પંજાબને મોટી કરવામાં થોડા પૈસા વાપરે તો ..વિકસતા વિસ્તારમાં ધાબા જામી જાય ને ….તેની ગ્રેજ્યુએશન પાર્ટી પહેલા પ્રોમના પૈસા મમ્મી છુટથી આપે પણ પપ્પા પાસેથી સુક્કા આશિર્વચનો જ મળે ..ત્યારે અમેરિક બોલ્યો ડેડ આપતો કંજુસ હૈ.. મુઝે તો લગતા હૈ મૈ આપકા બેટા હી નહીં….આપકો તો કોઇ ખુશી હી નહીં! અબ તો અજમેર ભૈયા યહા હૈ મેરા તો કોઇ ક્લાસ હી નહીગુરુ ચરણ તે વખતે કહે છે અજમેર અભી યહાં નયા હૈ ..શાદીસુધા હૈ ,અભી ઉસકો સેટલ કરના હૈ..તેરી બારી પઢાઇ ખતમ હોને પર આયેગી..

આપકે પૈસે આપકે પાસ હી રખીયે મેં કોઇ અજમેરભાઇકી તરહા ટ્ર્ક નહી ચલાને વાલા..મેં તો  મામાકે સાથ શેરે પંજાબ્કો બડા રેસ્ટોરંટ બનાઉંગાઓસ્ટ્રેલીયા જાકે રેસ્ટોરંટ ડીપ્લોમા કરૂંગા..ગુરુ ચરણ તે વખતે કહેતો હતો ..ન્યુજર્સીમાં સારી ટ્રેઇનીંગ મળે છે ઓસ્ટ્રેલીયા જવાની શું જરૂર પણ માનો બગડેલો લાડલો બાપને તુંતા કરી નાખે છે અને ગુરુ ચરણના મોંમાથી નીકળે છે ડોલર કમાઓ ઓર હીરે ખો દો..સ્વછંદ અને બિન વિવેકી સંતાન જોઇને તેનુ હૈયુ કકળતુ હોઇ છે..અજમેર ત્યાં રહ્યો ત્યાના સંસ્કાર સાથે લઇને આવ્યો છેપાપાજી તાવજી ..કેટલા વિવેક્થી આમાન્યા જાળવે છે.અને આ અમેરિકન સંતાન ડેડ યુ સક !! કહી ને ઉભો રહે છે..

          અજમેર ની સાથે પ્રેમને પણ અમેરિકા બોલાવી તેનુ ઘડપણ સુધારવા મથે છે ..તે શશીને બળતા માં ઘી હોમવાનુ કામ કરે છે.. અમેરિક ઓસ્ટ્રેલીયા રવાના થાય છે અને ત્યાં કેથી ની સાથે ડ્રગના રવાડે ચઢૅ છૅઅને માંદગી માં પછડાય છે .૨૪ વર્ષની ઉંમરે લકવાનો ભોગ બને છેવધતી ઉંમરે ડીવોર્સનુ જોખમ લેવાને બદલે શશી એ અમેરિક્ની જિંદગી નું નિયત્રણ હાથમાં લીધુ કેથી ને અમેરિકન ડોલરમાં રસ હતો અમેરિક સિંઘમાં નહી .. તેથી ફરી દોષનો ટોપલો જી. સી પર હવે અપંગ છોકરાને ઠેકાણે પાડવાનો ..નાનુ સુનુ કામ નહોંતુ એવો છોકરો કે જેની સવાર સાંજે સાત વાગે પડે અને રાત શરુ થાય સવારે સાત વાગેતે આખી રાત ન્યુયોર્કમાં ક્યાં ભટકતો રહેતો હશે ચિંતા જી.સી. ની શશી ની નહીં..કોઇક સ્પેનીશ છોકરી સાથે ફરે છે.. શશી એવુ ઇચ્છે કે તેની સાથે લગ્ન કરે પણ તેવુ ક્યાં શક્ય બનતુ હોય છે..

જી. સી. શ્રધ્ધાંજલી નો સમય પુરો થયો…. અને તંદ્રા જાણે પુરી થઇ.. સરગમબેન તો ફોટા માં પાછા હતા અને જી. સી પોતાની રૂમ તરફ જતા પાછા બબડ્યા સરગમબેન ..આપતો સુખી હો ગયેડો .વિનય પંડ્યા ગુરુ ચરણને તેમના રૂમ તરફ જતા જોઇ રહ્યા હતા ..તેમને લાગ્યુ કે ગુરુ ચરણ વધુ અસ્વસ્થ છે તેથી તેમની પાછળ તેમની રૂમમાં આવ્યાજી. સી કોઇ તકલીફ તો નહી હૈ ના૩ બાય પાસ સર્જરી થયેલ તેથી જરા સંભાળ જરૂરી છે.

જી. સી  બોલ્યાહા જરા શર ફીર રહા હૈ” ..ડો. વિનયે મીનાબેનને જાણ કરી ..  ,બી પી ચેક કર્યા અને આરામ કરવા કહ્યુ ને માઇલ્ડ ડોઝ સુવાની ગોળી નો આપ્યો.. શ્રધ્ધાંજલી નાં ડુસકા અને આંસુથી ડો વિનય પણ ભારે થયેલ તેથી જી.સી ની આંખ મળી અને ડો વિનય પોતાના રૂમ તરફ વળ્યા..  વિચાર તંતુ ચાલુ હતો ..૧૯૮૨ માં પહેલો હાર્ટ એટેક આવ્યો ત્યારે શશીએ પ્રેમ કે અજમેર ને હોસ્પીટલમાં મળવા દેવાની છુટ આપી ન હોતીત્યારથી જી સી અંદરથી ખળભળી ગયો હતો. કાયદાકીય રીતે શશી બધુ કરી શકે તેમ હતુ ..પણ અંદરથી તે પ્રેમની માફી ઇચ્છતો હતો…..અજમેરની દિકરી સ્વીટી માત્ર પ્રેમ સાથે સંપર્કનુ સુત્ર હત આત્મશ્લાધાથી વ્યથિત જી.સી ને ફરીથી સરગમબેનમાં ટેકો મળ્યો ..પાંચ વર્ષ ના અમરિક સિંઘ ને એ ચર્ચા  દરમ્યાન બોલાવે છે અને કહે છેદેખો યે તુમ્હારી બડી માં હૈ ..અજમેરભૈયાકી મમ્મી..પ્રેમ દુઃખી ચહેરે અમરિક્માં જી.સી ને જોતી આશિર્વાદ આપે છે..

દરેક રવિવારે ગુરુ ગ્રંથ સાહેબના મંદિરે અમરિકને સાથે લઇ જાય છે..અને તેની સાથે બચપણ ની દરેક વાતો કરતી.. તાવજી ,ફુફીજી ,જેમાં મામા અને માસી અગત્ય નાં છે..  તેમ તે પણ અગત્યનાં છે તેવુ સમજાવે છે. કુટંબ એટલે મોસાળ નહીં .કુટંબમાં પિતાના ભાઇ બહેનો આવે ..મોસાળમાં મોમનાં ભાઇ બહેનો આવેરવિવારે રજા લીકર સ્ટૉર માં ના હોય  સ્કુલમાં હોય ત્યારે થોડોક સમય તેના સ્પોર્ટસમાં અને વિકાસમાં મુક્યા છે તેવુ સમજાવવા મથે….. ઓસ્ટ્રેલીયા નો પ્રસંગ બને છે ત્યારે પોતાનો કક્કો ખરો કરાવવા ને બદલે અમરિક્ની પીડા ને વ્યથાને વધુ મહત્વ આપે છે૪૮ કલાક્ની ટ્રાવેલ પછી અમેરિકાની હોસ્પીટલમાં I.C.U માં સારવાર દરમ્યાન તે પેરેલીસિસ માં થી બચી જતો દેખાય છે.. ૧૯–  ૨૦  વર્ષના અમરિક ને મા ની સાથે બાપ પણ તેનો હાથ ઝાલીને તેની આપદામાંથી બહાર કાઢવા મથે છે તે બધુ જોયા પછી પણ મામા ની વાતો સાચી ને ડેડ ની વાતો ખોટી તે ભૂત જે દાખલ કરાવ્યુ હતુ તેનો વિરોધ કરવાનુ સમજાય છે. ત્યારે અમરિક છુટ્ટે મોઢૅ રડી પડે છે.   ડેડ અજમેર ભૈયા કે સાથ મેરા વ્યવહાર ઠીક નહી થા ..વો બડે હૈ ..મેરે બડે ભાઇ હૈ વાળી વાતો કરતો દેખાય છે અને ફરી તક મળે છે તો બીજી ઇનીંગ માં સેન્ચ્યુરી મારવા તૈયાર થાય છે

ડોકટર તેને ડ્રગ ડીપેન્ડન્ટ ડીપરેશન માં થી બહાર કાઢવા મથે છેઆમ ચિત્રો બદલાય છે પણ એમ નહોતુ કર્યુ તેથી તો અત્યારે વિખવાદો નાં વંટોળો નડે છેસરગમબેન ફરી પાછા દેખાય છેજી.સી. –જે થયુ છે તે નથયુ થવાનુ નથી .પણ હવે જેટલુ બચાવાય તેટલુ બચાવો ….અને વ્યવહાર લક્ષી અભિગમ અપનાવો મનમાં ગણગણતા જી.સી. બોલ્યાસરગમબેન પૈસા અને વાસ્તલ્યમાં જ્યારે ભેળસેળ થાય છૅ ત્યારે જ બધી ગરબડો છે અને તે વિચારો ને પ્રતિપાદીત કરતા સરગમબેન બોલ્યા

                                           એવા દિવસો કદી ન  દેખાડ પ્રભુ કે 

                                        માબાપ દીધેલ વ્હાલની કિંમત માંગે

                                                                   કે સંતાનો ને વહાલ મેળવવા મથવુ પડે

                                                           વાસ્તલ્ય કે પ્રેમ ને પૈસાના વ્યવહારથી પર રાખે

માથુ હકારમાં હલાવતા જી.સી દવાની અસરમાં નિદ્રાધીન થઈ ગયા .વાસ્તલ્ય અને પ્રેમ ને પૈસાનાં વ્યવહારથી પર રાખો..વાળી વાત ઘુમરાવવા માંડી હતીતેમણે અને શશીએ મારો પૈસો એમ નામ જ્યાં જુદુ પાડ્યુ ત્યાં કૌટુંબીક કમબખ્તી શરુ થઇ ગૈ હતી .તે કમબખ્તી દુર કરવાના વિચારો મગજ માં ઘુમરાવવા માંડ્યા ..૧૯૮૩ની સખત મંદીમાં ખરીદેલા અને ભાડા ઉપર મુકેલ મકાનોની કિંમત વધી ને દસ ગણી થઇ ગઇ હતી .શેરે પંજાબમાં આ આવકો રૂપાંતરીત થાય તો અમરિકની જગ્યા મજબુત થાય અને સ્થિરતા તરફ વળે. અને તો કોઇ સારી ખાનદાન કન્યા સાથે વિવાહ નું ચક્ર ત્વરિત બને.. આ પૈસાનો ધર્માદા કરતા પહેલા ચાલો કંઇક હકારાત્મક પ્રયત્ન શરુ કરીયે

સરગમબેન ગુરુ ચરણ માં આવતા બદલાવો જોઇ પ્રસન્ન થયા….સવારની ચહલ પહલ પુરી થઇ અને જી.સીએ અજમેરને ફોન જોડ્યો..  વિનય પુર્વક પૈરી પૌના સાથે વાત શરુ થઇ અને કહ્યુ હવે રીયલ એસ્ટેટ એજન્ટ ને ફોન કરો અને અંદાજીત મકાનોનાં ભાવો કઢાવો..જી પાપાજી કરી ને ફોન મુકવા જતા હતા ત્યાં સ્વીટી બોલી દાદાજી ક્યારે આવો છો ? જી. સી એ કહ્યુ બેટા બહુ જલ્દી મળીયે છીયેટીકીટ કઢાવુ એટલી વાર

 નિવૃતિ લેવી છૅ તેથી ત્યાં જવાની વાતમાં સક્રિયતા આવી અને પુરષોતમ જીવાણીએ કહ્યુજી.સી સારા વકીલને રાખી ટ્ર્સ્ટ બનાવજો અને ટ્ર્સ્ટમાં તમારી અરજી પ્રાસંગીક ધોરણે ..એટલે કે પરિસ્થિતિ જો ન બદલાય તોઅને બદલાય તો બન્ને રીતે વર્ણવજો .અમેરિકાના કાયદા જુદા છે ખાસ કરીને કોમ્યુનીટી પ્રોપર્ટી તરીકે શશી અને પ્રેમનો હક્ક કડાકુટીયા વાતો છે

                          સરગમબેને જે એની વાત પર સંમતિ બતાવી હતી તે રીતે પૈસા ને ગૌણ અને સબંધોને મજબુત બનાવવા જે કરવુ પડે તે કરવા કટીબદ્ધ થયા પંદર દિવસ પછી ન્યુ જર્સી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર અજમેર સ્વીટી અને નાની બેન હરજીત હતા..છ વર્ષના નિવૃતિ નિવાસે તેમને નવો દ્ર્ષ્ટિકોણ આપ્યો હતોજી. સી માનતા થયા કે ખાલી હાથે જવાનું છૅ તો તે માયા જે ને કારણે આખી જીંદગીનાં સબંધો ન બગડે તેટલી તકેદારી લેવી છે

પાર્સીપેની નું મકાન ૮૦૦૦૦ નાં રોકાણ સામે મીલીયન આપતુ હતો અને કોન્ટ્રાક્ટ મુકાઇ ગયો હતો..ભાડુઆત જ લેવા માટે મથતો હતો. અને એડીસન માં ૪૨૦૦૦ નાં ૬ લાખ મળતા હતા .ભાડાની આવક અત્યારે બે હજાર જ હતી .તેથી ટેક્ષ બ્રોકરેજ અને અન્ય ખર્ચ કાઢતા એક મીલીયન અને ૪.૩ લાખ અંદાજે હાથમાં આવતા હતા….જુનો જી.સી ગરજતો હતો તમે મારા કહ્યામાં નહીં તો હું ધર્માદા કરી દઇશ. નવો જી.સી કહેતો હતો બહુ મન દુઃખ લીધ બહુ લઢ્યા વઢ્યા.. જે કંઇ થયુ તે થયું હવે થોડાક વર્ષ ચેનથી જી.વી લઇયે . વકીલ પાસે વીલ બદલાવવા ગયા ત્યારે જી.સી અને શશી નો વિવાદ ક્યાંય હતો જ નહી અમેરિક અને અજમેર બે ભાગ પડી ગયા હતા ..બધુ યંત્ર વત પતાવીને પાછા આવી ને નિરાંતે બે રાત સુતા.

               શશી ને તેના ભાઇ બહેનની હાજરી રાખી વાતની શરૂઆત કરી.”.શશી ..યે બુઢા  અપને પાંવ કબર મેં લટકાએ બેઢા હૈ તબ દો બાતે કહેના ચાહતા હૈસુનોગી?” શશી થોડીક ઝંખવાઇ ગઇ ..અને કહેઆપ યે ક્યાં બોલ રહે હો..” ‘સુનો! સરગમ બેન ની વાત.. મને એ વાત સાચી લાગી છે અને તેથી સૌથી પહેલા તો  હું આપણા છીન્ન ભીન્ન લગ્ન જીવન માં વિસંવાદ નું પરિબળ બન્યો તેની માફી માંગુ છુમને ખબર છે આ કચરો લઇને હું ઉપર નહીં જઇ શકુ તેમા ઘણા બધા તારા નિઃસાસા અને અમેરિક્ની ગેર સમજણો છે .મેં સતત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમને મારા જીવનનું અંગ જ માન્યુ છે અને કડવી વાતો નાં દરેક કડક પ્રત્યુત્તરો ને હું મારી જાતે જ જાતને મરાતા ચાબખા સમજ્યો છુંહવે સહન કરવાની તાકાત ઘટી નથી પણ જરૂરિયાત લાગતી નથી. શેરે પંજાબની બધી જ લોન મેં ભરપાઇ કરવાની તૈયારી મારા વીલ માં બતાવી છૅ

          શશી ને તો માન્યામાં આવતુ નહોંતુ કે આ જટ્ટ  સજ્જન ની ભાષા કેવી રીતે બોલે છે? તારી સાથે મેં મારી જવાબદારી બધી જ ઝેલી છે અને બદલા માં ગાળો પણ દીધીલીધી છે તમારે ફક્ત તે ગાળો ની લેતી દેતી બંધ કરવા ની છે .આ ઝઘડો આપણો છે ..તેમાં મારા ભાઇ બેન કે તારા ભાઇ બેન કોઇનુ હીત નથી કરતા પ્રેમ અને તુ બંને મારી જીંદગી ની ક્ષણો છે–   તે મારા અને તારા પણામાં કલુષીત થઇ ગઇ   છે તેને હું સૃહદ રીતે સ્વિકારુ છુ અને જો યોગ્ય લાગતુ હોય તો હું જીંદગી ની છેલ્લી ક્ષણો અમૃતસરમાં ગ્રંથસાહેબની નિશ્રામાં કાઢવાનો છું .અહીં તો એક ઘરમાં બે ભાડુઆત કે રૂમ પાર્ટનર ની જેમ આ તારૂ અને આ મારૂ કરતા લઢતા રહ્યા ..હવે તે બધુ ધર્માદા કરી ત્યાં નિરંતર બાકી જીંદગી કાઢવાનો છુ.

               મધપુડા ઉપર જોરથી હાથ પડે ને જેમ બણ બણ કરતી માખીઓ નું ઝુંડ ફરવા મંડી પડે તેમ શશીના સગા વહાલા કાયદોપૈસાના ભાગલા અને પાછ્લા પ્રસંગોથી થયેલ બદનામી જેવા સુર કાઢવા માંડ્યા..પણ શશી સ્થિર હતી તેણે એક જ પ્રશ્ન રજુ કર્યો પણ અમેરિક નું શું?

                હવે જી.સી ને અણ ઉપેક્ષીત ઝાટકો લાગ્યો….એને તો હતુ કે વધુ વિરોધ થશૅ ..પણ શશી નું દ્ર્સ્ટિ બિન્દુ ક્યારેય પૈસા નહોતુ તે વાત નું જ્ઞાન પણ થયુ.. અમરિક મેડીકેર પર છે ..તેના નામે પૈસા મુકશુ તો બેનીફીટ જતા રહેશે..  શશી હું તો મારા અમરિક ને ખેરાતના દવાખાના માં રાખવા નથી માંગતી .તેથી તો શેરે પંજાબને મજબુત કરી તેની જીંદગી બનાવવા મથુ છુ. જી. સીઃમારો પહેલો ગુનો કે મેં પ્રેમ ઉપર તારી સાથે લગ્ન કર્યા, બીજો ગુનો બે છેડા મેળવવા મશીનની જેમ જિંદગી જીવ્યો ..થોડી બુધ્ધી જાડી તેથી ..બાકી અમરિકની આવી દશા થવા શું કામ દઇયે ..અને સૌથી મોટૉ ગુનો જ્યારે તને સાંભળવી જોઇયે ત્યારે કાયમ એમજ માન્યુ કે મને બધી ખબર પડે છે.મને તારી બુધ્ધી જે તારા ભાઇની કે બેનની છે તેની જરૂર નથીઆ બધી ભુલો નો ભોગ અમરિક બન્યો ..તે મારૂ પણ સંતાન હોવા છતા તેમાં તારી મતી જોતો હતો શશી ફરીથી કહુ છુ હું ભુલો પડ્યો છુ મને માફ કરવાતાવરણ સ્તબ્ધ હતુદરેકની આંખમાં આંસુ હતાઅને આદ્ર સ્વરે શશી પણ બોલીઃ ભુલો તમારી એકલાની નથી મારી પણ પુરતી છે ..અમરીક્ને ઓસ્ટ્રેલીયા માટે તમારી ના હોવા છતા ઉશ્કેર્યો ..અને બે જ વર્ષ માં આવુ માઠુ પરિણામ મળ્યુ..મારા કુટુંબને વચ્ચે રાખ્યુ તે મારી બીજી ભુલ કારણ કે પગમાં જોડો ક્યાં ડંખે છે તે તો જોડો પહેરનાર કહી શકે. દુરથી જોનારો ભુલ કરી શકેપણ તેંમની હુંફે હું કપરા દિનો કાઠી શકી ..અને સૌથી મૉટી ભુલ કે હું અમરીક ને તમારાથી દુર કરવા જે શક અને અજમેર વિરૂધ્ધ ભંભેરણી કરતી તે છે…..તમે ૬ મહિના ભારત ગયા અને પછી ખબર પડી કે છોકરા ના વિકાસ માં બાપનો રોલ નાનો સુનો નથી

બારણા પાછળથી રડતી આંખે અમરીક લંગડાતો આવ્યો ….પાપા આપને બહોત સમજાયા લેકિન મેં ન સમજા ..કેથી ગઇ  જુલી ગઇ  રોઝી ગઇલગતા હૈમેરી જીંદગી બગડતી ચલી હૈ ..મૈ ને ડ્રગ કી ..આપને જો ચીજ ના કહી સબ કી..ઔર પતા ચલા મેં દેશી હું લડકીઓ કે લીયે ખીલૌના હું ઓર કુછ ભી  નહીં….

                  સરગમ બેન ગુરુ ચરણ  નાં ચહેરા પરની પ્રસન્નતા જોઇ રહ્યા હતા..

‘  રાત જીતની ભી સંગીન હોગી

 સુબહા ઉતની હી રંગીન હોગી….’

 અજમેર અને અમરીક નાં મકાનો સિવાય ની બધી જ પ્રોપર્ટી કાઢી નાખી સ્પેશ્યલ પ્રોવિઝન ટ્ર્સ્ટ બનાવી જી. સી ભારત પાછા આવે છે સાથે પ્રેમ અને શશી પણ છેનિવૃતિ વાસનાં સાથીદારો માં દુધ માં સાકર મળે તેમ મળી ગયા..જી સી ને અમૃતસર રહેવુ હતુ પણઅહીયા સથીદારો સાથે મન બધાનુ એવુ મળી ગયુ કે વાત નહીં

         સરગમ બેન હજુ પણ જી સી ને કહેતા સંભળાતા હતાકે જીવનમાં અમુક સમય પછી છોડતા રહેવુખાસ તો માન, દંભ, મનદુઃખોતો જ હલકા થવાય ….અને એ ભગીરથ પ્રયત્ન જી. સી સફળતા થી કરી ગયા..             

ટાઈપ સહાયઃ ઇન્દિરાબેન શાહ

This entry was posted in નિવૃત્તિ નિવાસ. Bookmark the permalink.