આપણને નહીં ફાવે.-ખલીલ ધનતેજવી

 

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

ઇ મેલ સૌજન્યઃ પ્રજ્ઞાબેન જુ. વ્યાસ

 

This entry was posted in received Email, અન્ય બ્લોગ ઉપરથી ગમે, કવિતા. Bookmark the permalink.

5 Responses to આપણને નહીં ફાવે.-ખલીલ ધનતેજવી

 1. જનાબ ખલીલસાહેબના આગવા અંદાઝમાં રાજકોટ ખાતે,આ ગઝલ એમના પઠનમાં સાંભળેલી……..
  સશક્ત અને ગઝલના મૂળ રંગ/ભાવને ઉજાગર કરતી નખશિખ ઉત્તમ ગઝલ….સલામ ખલીલ ધનતેજવી સાહેબને.

 2. raju dave says:

  apnane to avo j favshe…….
  any more like this pl mail.
  thanks,
  raju dave

 3. pinal says:

  wonderful…..

 4. Deepak Shah says:

  મસ્ત મસ્ત !!
  અમે પણ હેલીના માણસ ખલીલ,
  કલમ ની કમાલમાં આથી કઈ પણ ઓછું,
  યાર, અમને પણ નહિ ફાવે.

 5. Satish Kalaiya says:

  Tane chahoo, ne tara chahnaraone pan chahoo? ha, Khalilsaheb eto pahelathi karwoo jaroori che, nahitar….feel good to read Khalilsaheb, Regards

Comments are closed.