આપણે પણ આવા મહામરણને ભેટીએ.- પ્રજ્ઞાબેન વ્યાસ

શું જ્ઞાનેશ્વર કે અખો, શું નચિકેતા કે શ્રી અરવિંદ અથવા તો વિનોબાનો અંતિમ પ્રાણોત્સર્ગનો મહાપ્રયોગ… આ બધા એક જ વાત કહે છે કે મૃત્યુને જીતવું હોય તો શરીરભાવથી ઉપર ઊઠો. નચિકેતાને એના શરીરમાં લાવવા માટે યમદેવે કેટકેટલાં પ્રલોભનો આપ્યાં ? ગાડી, ઘોડા, ધન-દોલત, રાજપાટ, સ્વર્ગની અપ્સરાઓ – પણ નચિકેતાએ તો મૃત્યુનું રહસ્ય જ વાંછ્યું અને આત્મભાવમાં એ સ્થિર રહ્યો. ‘મરતાં પહેલાં મરવું’ એટલે મૃત્યુનું રોજ-રોજ રિહર્સલ કરવું. સતત સેવન કરવું. મૃત્યુ એટલે અ-શરીરમાં વસવું. સતત અ-શરીરમાં, આત્મભાવમાં રહેવાની ટેવ પડશે તો ‘વિમૃત્યુ’ થવાય છે.

કઠોપનિષદ કહે છે : ‘अथ मर्तोडमृतो भवात । मृत्युमुखात्प्रेमुच्यते । आनन्त्याय कल्पते ।’ આ રીતે મર્ત્ય અમર્ત્ય બને છે. મૃત્યુ-મુખમાંથી છૂટે છે અને અનંતતાને પામે છે.

રોકશો મા, ટોકશો મા કોઈ
મારા મોતને, ભેટવા આવ્યો છું.
એને ટાળવા આવ્યો નથી.

This entry was posted in email, અન્ય બ્લોગ ઉપરથી ગમે, પ્રેરણાદાયી લેખ્. Bookmark the permalink.

2 Responses to આપણે પણ આવા મહામરણને ભેટીએ.- પ્રજ્ઞાબેન વ્યાસ

 1. pragnaju says:

  આ લખાણ મીંરાબેનના પુસ્તકમાંથી છે

  યાદ આવે
  હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;
  બુઝાતા દીવાની શગ-શું, અવળો વાય પવન;
  દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું – તે ય ધૂંધળું;
  પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;

  બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
  જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.

  – જયન્ત પાઠક

 2. srs ,

  બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
  જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.

Comments are closed.