શરીર સ્વાસ્થ્ય માટે શું અપથ્ય?

શરીર સ્વાસ્થ્ય માટે શું અપથ્ય?

આર્યુંવૈદિક સુચના પ્રમાણે …….છોડી દે . . . . .

શ્રાવણ માસે દૂધ; ભાદરવા માસે દહીં
આસો માસે કાકડી; કારેલાં કારતક મહી;

માગશર માસે આંબળા; પોષ માસે ધાણા
મહા મહીને મસાલા; ફાગણ મહીને ચણા;

છોડ,ચૈત્ર મહીને ગોળ;વૈશાખ મહીને તેલ
જેઠ મહીને કંદમૂળ, આદું તું જરૂરથી મેલ;

અષાઢ મહીને જે ખાય નાનો – મોટો કાંદો
રતિ કહે, તે મરે નહિ તો, જરૂર થાય માંદો

શરીર સ્વાસ્થ્ય જાળવવા માટે નીચેની આર્યુંવૈદિક સુચના ધ્યાનમાં રાખો.

રાત્રિ ને અંતે પાણી ( સવારમાં ઉઠી બે ગ્લાસ પાણી પીઓ)
જમણ ના અંતે છાશ ( જમ્યા પછી એક ગ્લાસ છાશ પીઓ)
દિવસના અંતે દૂધ ( રાતે સુતા પહેલાં એક ગ્લાસ દૂધ પીઓ)

This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમે, આરોગ્ય માહીતિ. Bookmark the permalink.