સિનિયરોના માર્ગદર્શન માટે 'નિવૃત્તિની પ્રવૃત્તિ'-

સિનિયરોના માર્ગદર્શન માટે ‘નિવૃત્તિની પ્રવૃત્તિ’-Rajesh Shah

– સિનિયર ભાઈ-બહેનો માટે વિજયભાઈ શાહ અને હરિકૃષ્ણ મજમુદારે સામાજીક કાર્યનું બીડું ઝડપ્યું
બે એરિયા, તા. ૧૪
સિનિયર ભાઈઓ-બહેનોને માર્ગદર્શન આપવાનું અને જીવન જીવીને માણી ચૂકેલા સિનિયર ભાઈઓ-બહેનોના અમૂલ્ય અનુભવ અમૃતનું સમસ્ત સિનિયર પને રસપાન કરાવવા અને આ રીતે સિનિયર ભાઈઓ-બહેનોના જીંદગીની બીજી ઇનિગ્સમાં સુંદર દેખાવ કરવા મદદ કરવાનું ઉત્તમ સામાજીક કાર્ય કરવાનું બીડું હુસ્ટંન (ટેકસાસ)ના વિજયભાઈ શાહે ઝડપેલ છે તે ખરેખર અભિનંદને પાત્ર છે.
બે એરિયામાં રહેતા સિનિયર સિટિઝનો માટે સેવા યજ્ઞા ચલાવતાં ૯૧ વર્ષના યુવાન હેરીદાદાના હુલામણા નામે ઓળખાતા ગુજરાતના ખેડા જીલ્લાના મહુધાના વતની શ્રી હરિકૃષ્ણ મજમુદાર દાદાએ પણ ”નિવૃત્તિની પ્રવૃત્તિ” માર્ગદર્શિકામાં મહત્વનો ફાળો આપેલ છે. શ્રી વિજયભાઈ શાહે આ માર્ગદર્શિકા યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિથી સિનિયર ભાઈઓ-બહેનોના દિનપ્રતિદિનના પ્રશ્નો ઉકેલતાં હરિકૃષ્ણ મજમુદાર દાદા અને તેમના સાહિત્યપ્રેમી અને લેખન કાર્ય અને સામાજીક સેવાઓના કાર્યમાં પ્રવૃત્ત રહી દાદાને અડગ સાથ આપનાર તેમના ધર્મપત્ની ૯૧ વર્ષના પ્રેમલતાબેનને અર્પણ કરી છે.
શ્રી હરિકૃષ્ણ મજમુદાર દાદાએ નિવૃત્તિની પ્રવૃત્તિ માર્ગદર્શિકામાં તેમના જીવનના અનુભવો, પ્રેરક પ્રસંગો અને ૧૦૦ વર્ષ સુધી જીંદગી જીવીને માણવા માટેના સોનેરી સૂચનો ત્રણેક ચેપ્ટરોમાં સચોટ રીતે વર્ણવ્યા છે. સિનિયર ભાઈઓ-બહેનોના દિનપ્રતિદિન અનુભવાતાં વિકટ, પેચીદા પ્રશ્નોનું વ્યવહારૃ માર્ગદર્શન આપી ઉકેલ લાવવાના તેમના પ્રયત્નોને સિનિયરોએ સદાય સ્વીકાર્યા છે અને આનંદથી વધાવ્યા છે. આ માર્ગદર્શિકામાં મેડિકલ કવરેજ લીધા વગર ઈન્ડિયાથી અમેરિકા આવનાર સિનિયર ભાઈઓ-બહેનોને મજમુદાર દાદાએ લાલ બત્તી ધરી છે ૫૦ વર્ષથી ઉંમર પછી જીવન જીવવાની કળા શીખી જીંદગી પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી, આત્માની ઉન્નતિ માટે સદાય સક્રિય પ્રયત્નો કરી અને નવી પેઢી સાથે સમાધાનયુક્ત વલણ દાખવી જીવનફેરો સફળ બનાવવા આ માર્ગદર્શિકામાં ખૂબ સુંદર પ્રયત્નો કરાયા છે.
આ માર્ગદર્શિકાનું પ્રકાશન અમેરિકાની જાણીતી પબ્લીસિંગ કંપની ઓથર હાઉસ એ સંભાળ્યું છે અને મે મહીનાના મધ્યમાં આ માર્ગદર્શિકા બહાર પડશે એવું જણાવાયું છે.
બે એરિયામાં તાજેતરમાં યોજાયેલા એક સમારંભમાં હરિકૃષ્ણ મજમુદાર દાદાએ સિનિયર ભાઈઓ-બહેનોને નિવૃત્તિમાં પ્રવૃત્તિ માર્ગદર્શિકા વિષે માહિતગાર કર્યા હતાં અને તેમાં સિનિયરો વિષયક માહિતીનો ખજાનો ખૂબ જ નજીકમાં ઉપલબ્ધ થશે તેવું જણાવ્યું હતું.-Rajesh Shah
This entry was posted in Uncategorized. Bookmark the permalink.