પ્રેમલતાબા..૯૧મા વર્ષે પણ લેખન ચાલુ..પ્રકાશન ચાલુ..

મોટી ઉંમરે ઘણા નિવૃત લોકોને માટે આશિર્વાદ સમાન ઘટના તાજેતરમાં ઘટી.

પ્રેમલતા બાની ઘણા સમયની મહેચ્છા ફળી ૨૦૦૬માં લખેલી પહેલી નવલીકા “ઈટ્યો” પછી બીજી નવલીકા રણમાં અટ્ટહાસ્ય અને બીજી થોડીક વાર્તાઓ કે જે અનુવાદ વધારે છે. જે વાર્તાઓનાં વાર્તાકારોનો પરિચય આપતા લખે છે કે અંગ્રેજીમાં ભાષાંતર કરાયેલી  જગતની જુદા જુદા દેશોની વાર્તાઓનો અનુવાદ કરેલો છે.કોઇ પણ દેશની વાર્તા જ્યારે મનને પકડી રાખે છે ત્યારે તેની પકડમાં થી છૂટવું અશક્ય થઇ પડે છે.આવી વાર્તાઓનું ગુજરાતીમાં અનુવાદ કરવો તે પ્રેમલતા બેને સહજતાથી કરી બતાવ્યો છે.

અત્રે એ વાત સમજવા જેવી છે કે વધતી ઉમ્મરે ભૂતકાળમાં થી સારું શોધી તે શોધને દેહસ્વરૂપ આપવાનું તે એક સુંદર હકારાત્મક જીવન શૈલીનો એક પ્રકાર છે.

આ પુસ્તક્ના પ્રકાશક છે સિધ્ધર્થ પી. શાહ

પ્રાપ્તિ સ્થાન છે કિશોર એસ ત્રિવેદી.

ફોનઃ 79-23210567 ઇ મેલઃ  k.s.trivedi@yahoo.com

Price: 12.00 Dollar ભારતમાં ૨૫૦.૦૦ રુપિયા

 

This entry was posted in નિવૃત્તિ ની પ્રવૃત્, પ્રેરણાદાયી લેખ્. Bookmark the permalink.