“કાચો હીરો”(૪) પ્રભુલાલ ટાટારીઆ’ધુફારી’


(ગતાંકથી ચાલુ)

એક્સલવર્લ્ડમાંથી પાછા આવ્યા બાદ મેં આખી રાત ખૂબ વિચાર કર્યા.મારો વિચાર પપ્પાના ડાયમંડના વેપારમાં પડવાનો ન્હોતો.મને જેમોલોઝીમાં જાજી સમજણ ન્હોતી પડતી પણ આખરે મેં નિર્ણય કરી લીધો અને બીજા દિવસે હું મદ્રાસ જમુકાકાને ત્યાં જવા રવાનો થઇ ગયો.
હું મદ્રાસ જઇ કોટન સીલેકશન શિખ્યો.કાકાની જ મીલમાં સાદા કપડામાં પોતાની જાત છુપાવીને દિવસના અઢાર અઢાર કલાક કામ કરીને મીલના દરેકે દરેક ખાતામાં જઇને દરેક કામ શિખ્યો.ઓઇલર અને મેકેનિક તરિકે પણ કામ કર્યુ અને એક વરસની સખત મહેનત કરીને લગભગ બધા પાસાથી મહિતગાર થઇ ગયો,જેથી કોઇ પણ મને ઊંઠા ન ભણાવી જાય.
ફરી એક વખત મુંબઇ આવ્યો.પપ્પા પાસેથી દસ લાખ ઉધારા લીધા અને તે પણ એ શરતે કે જો પાછા ન આપી શકું તો મારા વારસામાં મળનાર હિસ્સાનો એક ભાગ સમજી લેવો.મદ્રાસમાં જ એક માંદી મીલના મલિક સાથે વાટાઘાટ કરી.એના બધા એકાઉન્ટ તપાસ્યા અને પછી ભગીદારીમાં ચાલતી કરી બે વરસ મારી દેખરેખમાં ચલાવી પછી ભાગીદારને મારો હિસ્સો લઇ સોંપી દીધી.ફરી મુંબઇ આવ્યો અને એક બંધ મીલ સાવ પાણીના ભાવે મળી ગઇ.બંધ મીલના બધા એકાઉન્ટ તપાસતાં ખબર પડી કે,પર્ચેસ અને સેલ્સ મેનેજરો એ જ મીલને ફાળચામાં નાખી હતી.મેં બધો નવો સ્ટાફ એપોઇન્ટ કર્યો અને મીલને મારી રીતે ફરી ચાલતી કરી.આજે યશવંતમીલનો હું
માલિક છું.વરલી સિ-ફેઇસ પર મારો બંગલો છે.એક નીશાન ગાડી અને એક લક્ઝરી વેન છે અને આજે તારી બહેન છાયા મારી અર્ધાગિની છે.”
“ગયા શનિવારે છાયાના પપ્પા ભાગચંદભાઇના ઘેર ગયો અને છાયાના હાથની માંગણી કરી કહ્યું જુઓ હું છાયાને પસંદ કરૂં છું અને તેણીને પણ હું પસંદ છું.મને પરણવા જ આટલો વખત કુંવારી રહી છે.તમે હા પાડો તો આવતીકાલે મારી મમ્મી પપ્પાને વીધીસર વાત કરવા મોકલું,તેમણે કહ્યું ઘણી ખુશીથી.ઘેર આવીને મમ્મી પપ્પાને કહ્યું હું છાયાને પરણવા માગું છું છાયાના પપ્પા પણ રાજી છે,મારા માવિત્રો છો અને આમન્યા જળવાય એટલે વિધિસર છાયાનો હાથ માંગવા ભાગચંદભાઇને મળી આવજો.પપ્પાએ કંઇ રિસ્પોન્સ ન આપ્યો પણ એમની આંખ મને પુછી રહી હતી કે,નહિતર એટલે મેં કહ્યું નહિતર હું મૂહુર્ત જોવડવી આવ્યો છું અને આવતાં સોમવારે આર્યસમાજ વિધિથી હું છાયાને પરણી જઇશ અને મેં કહ્યું અને ધાર્યું હતું તેમજ થયું”
અમારી બધી વાત ટેરૅસ પરના બોગનવેલિયાની ઘટા પાછળ ઊભા રહીને સાંભળતા માધુભા બહાર આવ્યા ને છાયાના માથા પર હાથ રખી કહ્યું
“અખંડસૌભાગ્યવતી રહે દીકરી,તેં તો તારા પ્રેમથી મારા કાચા હીરાને પહેલ પાડી અમુલખ બનાવી દિધો”
નત મસ્તક ઊભેલી છાયા જ્યારે પાલવ માથા પર મુકીને માધુભાના ચરણ સ્પર્શ કરવા વળી ત્યારે છાયાને ખભેથી પકડીને ઊભી કરી,તેણીનું માથું સુંઘી,કપાળ ચુમી માથા પર હાથ રાખી કહ્યું
“જીવતી રહે ડિકરી….જીવતી રહે દિકરી…જી…વ..તી..” એમ બોલતાં ધોતિયાના છેડાથી આંખો લુછતાં જતાં માધુભાને અમે જોઇ રહ્યા,માધુભા જેવી જ ભીની આંખોથી.(સંપૂર્ણ)

This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, લઘુ નવલકથા. Bookmark the permalink.