શૈલજા આચાર્ય (૯) ડો ઇન્દિરાબેન શાહ

કરોડરજ્જુની ઈજા પામેલ દર્દીની સારવાર કરવી તે ડો. દર્દી તથા કુટુંબના બધા જ સભ્યો માટે એક પડકાર બની રહે છે, અને આ પડકાર ઝીલવા માટે હૈયાને કોકવાર પાષાણ બનાવવું પડે છે,તો કોક વાર પુષ્પ જેવું કોમળ થવું પડૅ છે,આ વાત સૌમ્યને સમજાય તે સ્વાભાવિક છે,૧૬ વર્ષ તેનુ પડખુ સેવ્યું છે,અરસ પરસ શ્વાસોશ્વાસ માણ્યા છે, વૈદિક વિધી મુજબ અત્યારસુધી સપ્તપદીના શપથ નિભાવ્યા છે. બન્નેના આદર્શ દામપત્ય જીવનમાં આ શું થઇ બેઠું. કે સૌમ્ય આજ એની વ્હાલી શૈલુને’ બાય’ કહેવા રુમમાં પણ પ્રવેશતો નથી ઓપચારિક ‘બાય’ દરવાજામાં ઉભો રહી કરે, ઓફીસ જતો રહે.બધા જ જાણે યંત્રવત તેનું કામ કરે છે, કોઇને તેની પાસે બેસી વાત કરવી ગમતી નથી.

પહેલા છ મહિના જ્ઞાનતંતુના સુધારા માટે ખુબ જ અગત્યના ગણાય છે.ડો.ઝાબવાલાની સાથે તેમના પાર્ટનર ડો.સેવડે રીહેબના નિષ્ણાત ડો. બન્ને જણાએ અમેરિકાના પ્રખ્યાત ન્યુરો રીહેબ હોસ્પીટલમાં સાથે ફેલોશીપ કરેલ.

અમદાવાદમાં આવી બન્ને એ સાથે મળી સીવિલ હોસ્પીટલ અને બીજા ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી આધુનીક હોસ્પીટલ શરુ કરેલ આ જાણ ડો જાધવને થતાં જ તેમણે સૌમ્ય અને નર્સ ચિત્રાને જણાવ્યું સૌમ્યને તો જાણે તરતા થાકેલ તરવૈયાને કિનારો દેખાય તેટલો આનંદ થયો.

સૌમ્યતો ઋષિકેશના  શિવ જેવો શાંત, પણ કુટુંબની અને ઓફિસની જવાબદારી નિભાવવા છતા, જ્યારે તેની વ્હાલી શૈલુ તરફ્થી આભાર સભર લાગણી્ના બે શબ્દોની જગ્યાએ ગુસ્સા અને નિરાશા કંટાળાના શબ્દો જેવાકે “આના કરતા મરી જવું સારું’ સાંભળતો ત્યારે હતાશ થઇ માથે હાથ દઇ રુમમાં પુરાઇને રડી લેતો.તો કોઇ વાર રૌદ્ર સ્વુરુપે ગુસ્સે થઇ જતો, ત્યારે શૈલજા પણ ડઘાઇ જતી. પરવશતાના ભાવ સાથે ફક્ત માથુ નમાવી દેતી.. હાથ જોડી માફી માંગવાનું તો અસંભવ હતું ..દડ દડ આંસુ વહાવતી ત્યારે ધીરજબેન આવી દીકરા અને વહુના મસ્તક પર હાથ મુકી મૌન આશિષ આપતા.

બીજા જ દિવસની એપોઇન્ટમેન્ટ નર્સ ચિત્રાએ ડો જાધવના રેફરન્સથી લઇ લીધી, સૌમ્ય ચિત્રા આયા અને લિફ્ટમેનની મદદથી શૈલજાને ગાડીમાં બેસાડી. બરાબર નવ વાગે હોસ્પીટલ પહોંચ્યા પોર્ચમાં ગાડી પાર્ક કરી ચિત્રા અંદર ગઇ હોસ્પીટલની નર્સ વોર્ડબોય અને ચિત્રાએ મળી શૈલજાને ગાડીમાંથી વ્હીલચેરમાં બેસાડી, શૈલજાનું વજન P.T, O .T, કસરત અને પ્રોટીન અને ફાયબરના ખોરાક વગર વધી રહ્યું હતું. ખેર જાગ્યા ત્યારથી સવાર હવે જ શૈલજાની સારવારના સાચા માર્ગદર્શક મળ્યા અને સૌમ્યને તેની વ્હાલી શૈલુ પહેલા જેવી હસતી ફરતી થશે આશા બંધાઇ. સીવીલ હોસ્પીટલનો નવો વિભાગ  હોવાથી  દર્દીઓ ઓછા હતા.  ડો સેવડે પણ હાજર જ હતા ડો ઝાબવાલા અને ડો સેવડે એ આખી ફાઇલ સ્ટડી કરી લીધેલ.  ડો.જાધવ પણ આવી ગયા ત્રણે ડોકટરે મંત્રણા કરી નિર્ણય લીધો શૈલજાને બે મહિના હોસ્પીટલમાં દાખલ કરી દરરોજ બે વખત P.T,O.T.આપવાના.શરુઆતના ત્રણ મહિના સારવાર  વગર ગયા છે તેને ધ્યાનમાં રાખી આ પ્રમાણે નિર્ણય લેવાયો.

હવે શૈલજાને રુમમાં લીધી ત્રણે ડોકટરે સ્મિત સાથે તેનું સ્વાગત કર્યું શૈલજાએ પણ સ્મિત સાથે ગુડ મોર્નીંગ કહ્યું, શૈલજા આજ સવારથી સારા મુડ્માં હતી ચિત્રા અને સૌમ્ય બન્નેએ તેને આધુનીક હોસ્પીટલ અને અમેરિકાથી ટ્રેનીંગ લઇ આવેલ ડો વિષે વાત કરેલ અને ચિત્રાએ તો ડો જાધવની સુચના મુજબ ગુગલ અને બીજી સાઇટ પરથી માહિતી ભેગી કરી તેની કોપી પણ કાઢેલ તે સૌમ્યને બતાવેલ.અને શૈલજાને પોતાની બેનને સમજાવે તેમ ધીરજથી સમજાવેલ.શૈલજા મનમાં આશા સાથે આવેલ.

ડો.ઝાબવાલાએ બધા સાથે ડો સેવડેની ઔપચારીક ઓળખાણ કરાવી ડો સેવડે એ હાથ અને પગના સ્નાયુઓની ટોન સ્ટ્રેન્થ જાણવા સ્પેસીયલ મસીનથી જુદા જુદા સ્નાયુ પર નીડલ મુકી સાધારણ વિજળી પસાર કરી સ્નાયુઓના ગ્રાફ કાઢ્યા અને તપાસ દરમ્યાન શૈલજા સાથે વાત કરતા રહ્યા “બેન આ તારા પગના સ્નાયુ છે ત્યાં ઝણઝણાટી થઇ?  આમ ઉપર આવતા ગયા,એક વાર શૈલજાએ પુછ્યું “ડો મને ક્યારે ફીલ થવાનું શરુ થશે?

ડોઃક્ટર બોલ્યા “બેન તારે ખુબ ધીરજ રાખવી પડશે બે મહિના હોસ્પીટલમાં સવાર બપોર થેરપી લેવી પડશે શૈલજાઃ “ખરેખર ડો હું બે મહિના શું ત્રણ મહિના રહેવા તૈયાર છું અને તમે કહેશો તેટલી વખત થેરપી લેવા તૈયાર છું જો મને મારી ત્વચા અને સ્નાયુઓ પાછા હતા તેવા જીવંત મળી જાય તો..’

‘જરુર તારા સ્નાયુમાં શક્તિ આવશૅ અને તારી ત્વાચામાં ફીલીંગ્સ આવતી જણાશે,પણ તારે થાકવાનું નહીં તારે સ્વતંત્ર જીંદગી જીવવાનું ધ્યેય નજર સમક્ષ રાખી થેરપીસ્ટને સહકાર આપવાનો અને કામ કરવાનું દર સેસનમાં પ્રગતી થઇ રહી છે. હું પ્રગતી કરી રહી છું તેવા વિચાર કરવાના.” આમ તપાસ કરતા કરતા જ
ડૉક્ટરે શૈલજાને ઘણું સમજાવી દીધુ.

તપાસ પુરી થયા બાદ શૈલજાને તેની રુમમાં લઇ ગયા.ચિત્રા શૈલજા પાસે રોકાઇ ડો.જાધવે પણ
રજા લીધી સૌમ્ય પણ રોકાયો ડૉ.ની પરવાનગી લીધી ચિત્રાને શૈલજાની સ્પેશીયલ નર્સ તરીકે રીહેબમાં રખાવી. સૌમ્યની નજર ઘડિયાળ તરફ પડી ૧૧;૩૦,તેણે તુરત જ બોસને ફોન કરી જણાવ્યું ઓફિસ બપોર પછી અવાશૅ,બોસ સમજદાર હતા, અને સૌમ્યે પણ ૧૫ વર્ષથી નિષ્ઠાપુર્વક કંપનીને સેવા આપી છે. જરુર વગર કદી રજા પણ નહી લીધેલ. આ પહેલી વખત આટલી લાંબી રજા લીધી.

ડાયટીસિયન આવી શૈલજાને સ્પેસીયલ સ્કેલ પર મુકી વજન કર્યું ૭૦ કીલો ત્રણ મહિનામાં ૧૦ કીલો
વજન વધી ગયેલ. સૌમ્ય ચિત્રા અને ડાયેટીસિયને સાથે બેસી ત્રણ વખતના જમવાનો પ્લાન તૈયાર કર્યો.ખાસ ધ્યાન પ્રોટિન વધારે લેવાનુ અને લીલા શાકભાજી.

સવારના નાસ્તામાં એક કપ ચરબી વગરનું દુધ તેની સાથે કાળી દ્રાક્ષ અને જવના અથવા ઘઉંના ભુંસાના સિરિયલ આપવાના અઠ્વાડિયામાં બે વખત ટોફુ અને ઘઉંના ટોસ્ટ આપવાના બપોરના જમવામાં ફણગાવેલ કઠોળ અડધી વાટકી દાળ, ઘઉં બાજરીની બે રોટલી અને લીલુ શાક અડધો કપ ચરબી વગરનું દહીં, સાંજે સાત વાગે વાળું કરી લેવાનું શાક ભાખરી અને એક કપ દુધ અથવા દહીં સાત પછી જમવાનું નહી.આખા દિવસની ૧૮૦૦ કેલરી લેવાની દર અઠ્વાડીયે વજન કરવાનું .આ બધુ સમજતા એક વાગ્યો. રીહેબમાં ૩૧૫ નંબરનો રુમ હતો..પાસે બારી હતી અને નજર સામે બસ સ્ટેશન હતું..સામે નાનો બાગ હતો..બધી રીતે બારીમાં બેઠા બેઠા સમય જાય તેવું કુદરતી વાતાવરણ હતુ.

ભરતભાઇ અને ઇન્દુભાભી આવ્યા શૈલજાએ બન્નેને સ્મિત સાથે જય શ્રી કૃષ્ણ કર્યા પોતાની વ્હાલી બેન જે
બન્નેને દિકરી સમાન હતી,આટલી ખુશ જોઇ હરખાયા,ઇન્દુભાભીએ તો શૈલજાને મા અને દિકરી ભેટે તેમ બાથમાં લઇ કપાળે ચુમી આપી. શૈલજા તેમની દિકરી જ હતી કન્યાદાન પણ ભાઇ ભાભીએ જ આપેલ. ટીનેજ્માં પ્રવેશેલ શૈલજાને ભાઇ ભાભી એજ સંભાળી લીધેલ ભાભી એ મા દિકરીને ટ્રેન કરે તેમ શૈલજાને ટ્રેન કરેલ.

ઇન્દુભાભી ટીફીન લાવેલ સૌમ્યને પ્લેટ તૈયાર કરી આપી .આજે તો શૈલજાની પ્રિય વાનગી હાંડવો લાવેલ ભાભી લીલો હાંડવો બનાવતા ફોતરાવાળી મગની દાળનો તેમાં પાલકની ભાજી દુધી વગેરે નાખી એટલે પૌષ્ટીક અને શૈલજાના ડાયટ પ્લાન પ્રમાણે.

સાંજે ઘરે જતા પહેલા સૌમ્યે શૈલજાનો હાથ પકડી ઉંચો કર્યો અને આવજે બોલ્યો અને શૈલજા પણ
નીચુ જોઇ હસી ને આવજે બોલી સૌમ્ય એ બીજા હાથે શૈલજા ની દાઢી ઉપર કરી બોલ્યો

“શૈલુ મારી નજર સામે નજર કર. અને આવજે બોલ ભાઇ ભાભી હોય એટલે શરમાવવાની જરુર નથી”

અને શૈલજા બનાવટી છણકો કરી બોલી

“જા હવે જલ્દી ઘરે.. મારા છોકરાવને તારે સાચવવાના છે”

”’જી મેડમ આપની સલાહ શિરોમાન્ય’, બોલી રુમની બહાર નીકળ્યો.

ભાઇ ભાભી શૈલજા ની પ્લેટો ચિત્રાએ તૈયાર કરી ,ભાભી બોલ્યા’ ચિત્રાબેન તમારી પ્લેટ લાવો તમે અમારા કુટુંબના સભ્ય જ છો’, આપણે બધા સાથે જમીએ’,ચિત્રા તેના ટીફિનમાં લાવેલ વટાણા રીંગણનુ શાક ભાખરી લઈ આવી જમતા જમતા ચિત્રાએ O.T,P.T સેસન વિષે વાત કરી, બધાએ આનંદથી ભોજન પુરું કર્યું.

૦-૦

બીજે દિવસે સવારે નવથી દસ,દસ થી અગિયાર એમ વારા ફરતી O.T, P.T,ના સેસન હોવાથી ચિત્રા અને ભરતભાઇ ૮ વાગતા આવી ગયા ચિત્રાએ શૈલજાને તૈયાર કરી. રિહેબ હોસ્પીટલમાં સ્પેસીયલ સાધનોની સગવડ સારી ,બાથરૂમમાં પણ નીચે છિદ્રોવાળી બેઠ્ક એટલે ચિત્રાનું કામ થોડુ સહેલુ સરળ થયું,શૈલજાને પણ આ બધી સગવડ્તાથી છેલ્લા ૩ મહિનામાં ગુમાવેલ આત્મવિશ્વાસ જાગ્રત થવા લાગ્યો,

નવ વાગે પૈડાવાળી ખુરશીમા બેસાડી ચિત્રા અને ભરતભાઇ P.T ,O.T. વિભાગમાં પહોંચી ગયા બન્ને વિભાગના થેરપીસ્ટે આવી સ્નાયુઓમાં રહેલ તાકાત (strenth), અને( Tone )મક્કમતાની ચકાસણી કરી,ચિત્રા શૈલજા અને ભરતભાઇ ત્રણે ને કસરત વિશે સમજણ આપી. P.T નું કામ પગના સ્નાયુઓ સાથે અને O.T નું કામ હાથના સ્નાયુઓ સાથે,બન્ને થેરપીનો હેતુ બને તેટલું જલ્દીદર્દીને પરાધીન જીવનમાંથી સ્વતંત્રતા આપવાનો જેથી કરી પોતે પોતાની જાતે પોતાનું કામ કરી શકે.આ બધુ સાંભળી શૈલજાતો જાણે નિરાશાના અંધકારમાંથી બહાર નીકળી આશાના કિરણોમાં સ્નાન કરી રહી.

P.T.સારાએ isotonic and isometric કસરતો કરાવવાનું શરુ કર્યું બન્ને પગમાં ઘુંટણ સુધીના સ્પેસીયલ બુટ પહેરાવવામાં આવ્યા શૈલજાને ઉભી કરી હાર્નેસ પર ટેકાથી ઉભી રાખી થેરપીસ્ટ સારાએ શૈલાના વારાફરતી પગ ઉંચકી ચલાવવાનું શરુ કર્યું, આમ એક કલાક ધીરજથી શૈલજા સાથે હર્નેસના ટેકાથી પગલા ભરાવવાની કોશીસ કરી. થેરપીસ્ટ સારા શૈલજાને એક એક પગલે શાબાશી આપતી જાય’ બહુ સરસ અને એક એક પગલુ વધારે લેવડાવતી જાય પાછી વચ્ચે પુછે પણ ખરી “શૈલજા થાક લાગ્યો છે તો
બોલજે આપણે બંધ કરીશુ’,

શૈલજાઃ’થાક! જરા પણ નહી હું તમને થકવી દઇસ મારે તો જલ્દી હરતા ફરતા થવું છે”

સારાઃ અરે તમને અઠ્વાડીયામાં ચાલતા કરી દઇસ’, આ વાર્તાલાપ સાંભળી ભરતભાઇ પણ ખુશ થઇ
બોલતા સારાબેન તમારા મોંમા ઘી સાકર.

૧૦;૩૦ વાગે O.Tની કાર્યવાહી શરુ થઇ,O.T હાથના સ્નાયુઓ સાથે કામ કરે કોણીથી હાથ વાળવાના ખભાથી હાથ ઉપર આગળ પાછળ કરાવવાના હાથની મુઠી વાળવાની ખોલવાની આ બધી ક્રિયા આઠ થી
દસ વખત ધીરે ધીરે કરાવવાની. O.T વાળા બેનનું નામ સુલેખા તેઓ પણ સારા જેટલા જ ધીરજવાળા. ૧૧;૩૦એ બન્ને થેરપી પુરી થઇ ત્યારબાદ માલીસ કર્યુ. ચિત્રા અને ભરતભાઇને સમજાવ્યુ તમારે પણ એકાદ બે વખત આબધી કસરત કરાવવાની.જેથી તેમના સ્નાયુઓની સ્ટીફનેશ જલ્દી દુર થશૅ અને તાકાત આવવા લાગશૅ.

શૈલજા બોલી “સુલેખાબેન તમે જાદુ કર્યો મારા આળસુ બની ગયેલ સ્નાયુઓને તમે જાણે જાગૃત કરી જગાડ્યા,ભરતભાઇ ચિત્રાબેન જોજો હું અઠ્વાડીયામાં જાતે જમવા મંડીશ અને જાતે વાળ ઓળીસ.અને ત્રણે એક સાથે તાળી પાડી બોલ્યા “શાબાશ”.

૧૧;૩૦ ની આસપાસ ત્રણે રુમમાં આવ્યા ઇન્દુભાભીએ લન્ચમાં ઉગાડેલા મગ, પાલક રીંગણનું શાક અડદની દાળ અને ઘઉં બાજરીની રોટલી તૈયાર રાખેલ,શૈલજા ભાભીને જોતા જ બોલી “ભાભી જલ્દી થાળી પીરસ મને કકડીને ભૂખ લાગી છે’.

ઇન્દુભાભી મજાક્માં બોલ્યા “અરે બેનબા મને શું ખબર હજુ તો રોટલી બાકી છે”

શૈલજા ” બોલી ભાભી આપણે બેઉ થઇ હમણા ઝપાટો મારીએ’ત્યા ભાઇ આવશે’.

અને નીચુ જોય આંખના અશ્રુ છુપાવી રહી ભરતભાઇ નજીક આવ્યા આંસુ લુછી બોલ્યા “બેની આ શું?થેરપી રુમમાં તે શું પ્રોમીશ આપેલ અઠવાડીયામાં તું વાળ જાતે ઓળવાની, તારી ભાભીને રોટલી કરવાનુ પ્રોમીશ વહેલું આપ્યું,બરાબર ને,”

અને શૈલજા હાસ્ય સાથે બોલી “ભાઇ આતો આનંદના આંસુ.”

ભાભીએ ત્રણેની થાળી તૈયાર કરી,ભાભીએ પુછ્યુ ‘ બેનબા બોલો થેરપીનું પ્રથમ તબ્બકો કેવો રહ્યો” જમતા જમતા શૈલજાએ અને ભરતભાઇ એ મળી થેરપીની આશા સભર વાતો ઇન્દુને સંભળાવી,ઇન્દુભાભી બોલ્યા “બેની આવી જ હિમત રાખજે કહેવત યાદ છે ને હિંમતે મર્દા તો મદદે ખુદા”.

જમ્યા પછી બધાએ સાથે ટી વી જોયું, શૈલજાએ કલાક આરામ કર્યો . જેથી બીજા સેસનમાં પણ થાક વગર કસરત કરી શકે.

બીજા દિવસે ડૉ.સેવડૅએ થેરપીનો રિપોર્ટ જોયા પછી ત્રણ જાતની દવા શરુ કરાવી

૧ ‘૪ અમાયનો પાયરિડીન’જે જ્ઞાનતંતુઓ અને મસલ સ્નાયુઓ વચ્ચે વાતચીત કરાવવામાં મદદરૂપ થાય

૨ “સેરોટોનીન” નવા જ્ઞાનતંતુ બનાવવામાં મદદરૂપ થાય જે neurogenerative તરીકે ઓળખાય છે

૩ Glatiramer acetate” જે પ્રતિકારક શક્તિ વધારે ,આ દવા શરીરમાં એક જાતના શ્વેતકણોનો વધારો કરે, જેથી જ્ઞાનતંતુના રજ્જુને  વધારે ઇજાથી બચાવે અને નવા જ્ઞાનતંતુને બનાવી શકે  . બીજી દવાઓ જે
ઝાડા પેશાબને નિયમીત કરે ઓક્ષિબ્યુટીન અને બેથનેકોલ.પણ લખી આપી અને દવા કામ ના
કરે તો દર ૪ ૫ કલાકે કેથેટર કરી પેસાબની કોથળી ખાલી કરવાની. બોવેલ માટે તો ડાયટ અને સપોસીટરી સારુ કામ કરે.આમ રિહેબમા આવ્યા પછી ચિત્રા અને ભરતભાઇ ઇન્દુભાભીનું કામ સરળ થઇ
ગયું.

દવા સાથે ડોક્ટરે બીજી પણ બે ત્રણ નવા સંશોધનોની વાતો કરી

૧.બીજા કણોને લાવી જ્ઞાનતંતુ રજ્જુમાં મુકવાથી નવા તંદુરસ્ત જ્ઞાનતંતુઓ બની શકે .

૨.બીજી શક્યતા (Neurocontrol freehandsystem)પણ હાથમાં મુકી શકાય જેનાથી મુઠ્ઠી વળી શકે.પગ
માટે (Locomotion therapy) સ્પેસીયલ ટ્રેડમિલ જે પગ ચલાવવામાં મદદ રૂપ થાય આમ ડો જાદવ સાથે પણ આ બધા વિશે સૌમ્ય અને ભરતભાઇએ ચર્ચા કરી .દવાઓ શરુ કરવાથી અને બે સેસન થરપીથી મહિનામાં ઘણો ફાયદો જણાવવા લાગ્યો માનસિક અને શારીરિક. માનસિક ફરક કુટુંબના સભ્યોનો સહકાર. અમુલ્ય અને નીરજા રોજ રાત્રે સુતા પહેલા પપ્પા સાથે મમ્મીને મળવા જાય.શનીવારે બન્ને જણ મામી સાથે સાંજના આવ્યા.સૌમ્ય પણ ઓફિસેથી સીધો બધા માટે થાય ફુડ લઇ આવી ગયો.બધા હોસ્પીટલના ડાયનીંગ રુમમાં ગયા.બધુ નક્કી કર્યા મુજબગોઠ્વાય ગયું. અમુલ્ય અને નિરજાએ જાતે બનાવેલ કેક ગોઠવી.ચિત્રા રોજ સાંજે શૈલજા ને બારી પાસે લોબીમાં લાવતી તેને સંધ્યા જોવી બહુ ગમતી,આજે વ્હીલ ચેર ડાયનીંગ રુમ તરફ વાળી શૈલજા તરત બોલી”કેમ રુમ ભુલી ગઇ આ બાજુ નથી,’ચિત્રા “અરે હું ભુલી ગઇ ચાલો આજે લાંબો રસ્તો લઇ રુમમાં જઇએ,” એમ બોલતા ડાઇનીંગ રૂમમાં ચેર લીધી અને બધા એક સાથે બોલ્યા (surprise), શૈલજા આનંદમાં ખુરસીમાં નમી ,સૌમ્ય નિરજા અમુલ્ય દોડ્યા અને પકડી લીધી અમુલ્ય બોલ્યો મમ્મી”કેવી પકડાઈ ગઇ ને મને પકડવા આવતી ‘તીને?  તું પકડાઇ ગઇ”

શૈલજા “હા બેટા આજે ભલે પકડાઇ બે મહિના માં હું તને પકડી પાડીશ. વ્હીલચેર દોડાવીશ ”

નિરજા અને અમુલ્ય ‘શાબાશ મમ્મી બોલી ગળે વળગી બન્ને એ સાથે બન્ને ગાલે પપી આપી .

શૈલજાએ નજર ફેરવી પુછ્યું” સૌમ્ય આજે શેની ઉજવણી આપણા કોઇનો જન્મ દિવસ નથી કે
નથી લગ્ન દિવસ”. શૈલુ આતો તે આ મહિનામાં પ્રોગ્રેશ કર્યો છે તેની ખુશાલીની ઉજવણી છે”.

ઇન્દુભાભીનો અવાજ સંભળાયો ‘ચાલો બધા ખાવાનું ઠંડુ થઇ જશૅ’.બધાએ ચાર મહિનામાં પહેલી વખત સાથે ભોજન માણ્યું. જમ્યા પછી બધા સાથે સ્પેલીંગ ગેમ રમ્યા. અને ગુડ નાઇટ કરી છુટા પડયા. આમ
રિહેબ હોસ્પીટલમાં બે મહિના પુરા થયા શૈલજા જમણા હાથથી ચમચી પકડી જમતી થઇ ગઇ.
રજા આપવાના હતા ત્યારે ઘરના સભ્યો જે શૈલજાની સંભાળ લેવાના હતા તેની સાથે મીટીંગ થઇ થેરપી વખતે હાજર રહ્યા ભરતભાઇ અને ચિત્રાને ખબર હતી,સૌમ્ય નીરજા અને ઇન્દુભાભીઍ થેરપી પર
ધ્યાન આપ્યુ . ફ્લેટના ઊમરા કઢાવી નાખ્યા જાજમ કારપેટ કાઢી નાખી જેથી વ્હીલ ચેરની હેર ફેર સરળ બને બાથરુમમાં પણ રિહેબ સુચન મુજબ જરૂરી ફેરફારો કરાવ્યા.

This entry was posted in શૈલ​જા આચાર્ય. Bookmark the permalink.

5 Responses to શૈલજા આચાર્ય (૯) ડો ઇન્દિરાબેન શાહ

 1. sapana says:

  હવે બરાબર સ્ટોરીએ વળાંક લીધો છે ..સરસ ..ઈન્દીરાબેન..આગળના પ્રકરણની રાહ જોઊં છું…
  સપના

 2. kavita trivedi says:

  really very inspirational,,, my eyes got wet through the story..

 3. kavita trivedi says:

  heart touching..inspirational part of story…waiting for the more positive attitude of shailja.

 4. **** says:

  Enjoyed it. Like the positive attitude. Keep it up.

 5. indushah says:

  Kavitaben
  sure you will see positive attitude through out ,બથાના સહકાર સાથે દર્દી સગાવ્હાલા તથા થેરપિસ્ટ

Comments are closed.