સહિયારી નજર?

છે મધથી ભરેલો વર્તાવ તારો સખી,
જો માનુ સૌ વાતો તારી.
ને ક્યાંક કર્યુ જો મેં મને ગમતુ,
તો ડંખો મળે હજાર નક્કી.

આપણે ઉભયને સ્વિકાર્યા ત્યારે.
ક્યાં એવી વાત જ હતી સખી?
તું કહે તે જ વાતો મને ગમે,
ને મેં ક્યારે કહ્યું, હું કહું તે જ કર?

ક્યાંથી આવી ગઇ આ ડંખની વ્યથા?
ઉભયનાં પ્રેમમાં વેદના ભરી કથા?
ઉભયનાં સંગાથે ચાલે આપણું જીવન,
તેજ હતીને આપણી સહિયારી નજર?

This entry was posted in વા ઘંટડીઓ. Bookmark the permalink.

One Response to સહિયારી નજર?

  1. MARKAND DAVE says:

    પ્રિય શ્રીવિજયભાઈ,

    “ઉભયનાં સંગાથે ચાલે આપણું જીવન,”

    ખૂબ સુંદર વિચાર, આનંદ પામ્યો.આપને અનેકોનેક અભિનંદન.

    માર્કંડ દવે.

Comments are closed.