શ્રીમતિ સોનલ મોદી હ્યુસ્ટનને આંગણે – પ્રવિણા કડકિયા


નીરુબેન બક્ષી, નવિન બેંકર, વિશ્વદીપ  અને રેખા બારડ, મહેમાન અનુવાદીકા સોનલબેન મોદી શ્રીમતિ મજમુદાર અને વસંતબેન

પ્રફુલ્લભાઈ પીપલીયાના સહકારથી ને ડો કે.ટી શાહઅને શ્રીમતી વસંતબેન શાહ ની આગેવાની ને લીધે આજનો પ્રસંગ શક્ય બન્યો.તેમણે  ગુજરાતી સાહિત્ય ના રસિક જનોથી ભરેલા ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્યોને આમંત્ર્યા “ ભોજન”માં. બરાબર સાંજના ૭ વાગે સભાની શરૂઆત થઈ ગઈ.

મહેમાન સોનલ બહેન ની ઓળખ આપતા ડૉ કેટી શાહ

સોનલ બહેન આશ્ચર્ય પમાડે તેવી વ્યક્તિ છે.  વક્તા સમયસર હાજર હોય એ ખૂબ જ આનંદની વાત હતી..સભાનું સંચાલન વિશ્વદીપ બરાડે કર્યું.  સોનલ મોદીએ નાની વયમાં ઘણા પ્રગતિનાં સોપાન સર કર્યાં છે તેની સહુને જાણ કરી તેમનો .sonalmodi_CV અહીં ક્લિક કરશો તો જોઇ શકશો

પ્રદીપ બ્રહ્મભટ્ટ ભાઈએ સોનલ પર લખેલ કાવ્યનું પઠન કરી તેને અર્પણ કર્યું.

સાહિત્ય સરિતાની દશાબ્દિઊજવણી દરમ્યાન વિમોચિત  થયેલ  પુસ્તક” જીવન સંધ્યાએ”

અને તાજેતરમાં  વિમોચિત થયેલ “સહિયારું સર્જન” સોનલ મોદીને ભેટમાં પ્રવિણા કડકીયા એ આપ્યા.

શ્રી અને શ્રીમતિ કે.ટી.શાહે પહેલાં ‘ભોજન’નો  આગ્રહ રાખ્યો તેથી બધાએ જમવાને ન્યાય આપ્યો. હંમેશ મુજબ ‘ભોજન’નું ભોજન સહુને અતિ પ્રિય  હોય છે.

હવે સભાનો દોર સોનલ મોદીના હાથમાં આવ્યો.  તેમની વાણી અવિરત નિકળતી હતી. પ્રેક્ષકોને જકડી રાખવામાં તે કામયાબ નિવડ્યાં. એમણે  પોતાની જાતને ક્રિકેટની ટીમના ૧૨મા ખેલાડી સાથે સરખાવી પોતાની નમ્રતાનું દર્શન કરાવ્યું. શ્રીમતિ સુધા મૂર્તિ અને શોભા ડે ના ઘણા પુસ્તકોના અનુવાદ્કર્યા છે. આપણા ભૂતપૂર્વ  રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામના પુસ્તકના પણ ગુજરાતીમાં અનુવાદ તેમણે કર્યું છે.

  શ્રીમતિ સુધા મૂર્તિ  સાથેની તેમની ઓળખાણ ઘણી રસપ્રદ હતી. જ્યારે વ્યક્તિ  પાસે ‘પદ, પ્રતિષ્ઠા અને પૈસો,. હોય અને જો તેનામાં વિવેક અને સાદગી ભળી હોય તો લાગે  સોનામાં સુગંધ ભળી.   કેવી રીતે   સફળતા  અને કામયાબી મળતી ગઈ તેની વૈવિધ્ય સભર વાતો સાંભળવાની સહુએ મજા માણી..

 

સોનલબહેન નાં વક્તવ્યને માણતું મંત્રમુગ્ધ શ્રોતા ગણ

કાંકરિયા  પર બાળકોના રમકડાં વેચતી દુકાનદારની  દિલદારી  સહુની પાંપણ ભિંજવી ગઈ. માતાને મન પોતાનું બાળક સર્વસ્વ છે. પછી ભલેને તે માતા લક્ષ્મીની  છોળમાં આળોટતી હોય યા  સામાન્ય રમકડાં વેચતી
હોય.

સોનલ બહેન મુ. ધીરુકાકા સાથે  અને  પ્રસન્ન મુદ્રામાં પ્રશાંત અને શૈલા મુન્શા  સાથે

  હ્યુસ્ટનની સંન્નિષ્ઠ નારી કાર્યકર્તાઓ પ્રવિણા કડકિયા, વસંતબેન શાહ અને શૈલા  મુન્શા- સોનલ બહેન સાથે

 જો સમયની મર્યાદા ન હોત તો સભા લાંબી ચાલત. લગભગ  ૫૦થી ૬૦ વ્યક્તિઓએ હાજરી આપી હતી. (અંદાજે) દરેક સભ્યને અને આમંત્રિત મહેમાનોને ‘સહિયારું  સર્જન’ પામેલી બે પુસ્તિકાઓનું વિતરણ કર્યું. દરેક સભ્યને ગૌરવ થાય એવી એ યાદગાર સાંજ  હતી. જેન આવી શક્યા તેમણે જરૂર કશું ગુમાવ્યું અને જે પધાર્યા તેમણે અનેરી સાંજનો અવસર  માણ્યો.

         .

This entry was posted in લેખક વિશે માહીતિ. Bookmark the permalink.