સાચા સાધકની પ્રાર્થના- કવિવર રવિન્દ્રનાથ ટાગોર

કરો રક્ષા વિપદ માંહી, ન એવી પ્રાર્થના મારી..
વિપદથી ના ડરું કો’દિ, પ્રભુ એ પ્રાર્થના મારી;

સહાયે કો’ ચઢે આવી, ન એવી પ્રાર્થના મારી..
તૂટો ના આત્મ બળ-દોરી, પ્રભુ એ પ્રાર્થના મારી;

મને છળ-હાનીથી રક્ષો, ન એવી પ્રાર્થના મારી..
ડગું ના આત્મ પ્રતીતિથી, પ્રભુ એ પ્રાર્થના મારી;

પ્રભુ તું પાર ઉતારે, ન એવી પ્રાર્થના મારી..
તરી જવા ચહું શક્તિ, પ્રભુ એ પ્રાર્થના મારી;

તું લે શીર ભાર ઉઠાવી, ન એવી પ્રાર્થના મારી..
ઉઠાવી હું શકું સહેજે, પ્રભુ એ પ્રાર્થના મારી;

સુખી દિને સ્મરું ભાવે, દુઃખી અંધાર રાત્રિએ..
ન શંકા તુજ વિષે આવે, પ્રભુ એ પ્રાર્થના મારી.

કવિવર રવિન્દ્રનાથની અનુવાદિત કવિતા

This entry was posted in પ્રાર્થના. Bookmark the permalink.

One Response to સાચા સાધકની પ્રાર્થના- કવિવર રવિન્દ્રનાથ ટાગોર

 1. ભાઈ શ્રી ગુજરાતી બ્લોગ જગતમાં આપનું અદકેરું સ્વાગત છે.

  ખુબ અનન્ય રચનાઓ થકી વાચકોના દિલ પર છવાઈ જાવ એવી

  અભ્યર્થના .

  સુખી દિને સ્મરું ભાવે, દુઃખી અંધાર રાત્રિએ..
  ન શંકા તુજ વિષે આવે, પ્રભુ એ પ્રાર્થના મારી

  કવિવર રવીન્દ્રનાથ ટાગોરની કવિતાનો સુંદર અનુવાદ.

  અભિનંદન.

Comments are closed.