અનુભવ વાણી (સંકલીત)

 • જગત માનનું  ભિખારી છે .આપણે માનનાં દાતા બનીયે.
 • જ્યારે પ્રભુ પ્રીત થાય ત્યારે માન અપમાન ભુલાય અને સ્થિત પ્રજ્ઞ થવાય
 • જીવનમાં અતિરેક થાય ત્યારે જ અધોગતિ શરુ થાય
 • માન ની સાથે દંભ અને દંભ ની સાથે આડંબર આવે છે
 • વિનય અને વિવેક વાણીમાંથી જાય ત્યારે પતનની શરુઆત થાય
 • દુર્જન બીજાની આંખોમાંથી આંસુ પડાવે જ્યારે સજ્જનની આંખમાં બીજા માટે આંસુ પડે
 • સત્તા, સંપતિ, રૂપ અને યૌવન નાશ્વંત હોવાછતા માનવી તે મળતા બહેકી જાય છે
 • મર્યાદાનાં જતન થકી અમર્યાદ સુખ ભોગવી શકાય છે
 • ઉદ્યમ થકી ત્રણ આફતો ટળે છે -કંટાળો કુટેવ અને જરૂરિયાત
 • પોતાની બુધ્ધીનું અભિમાન્જ શાસ્ત્રોની, સંતોનીવાતોને અંતઃકરણમાં ટકવા દેતું નથી
 • સારા બનો પણ સારાપણાનું અભિમાન ન કરશો
 • સ્વભાવ કોઇ પણ ઉંમરે બદલી શકાય છે ફક્ત તે માટે નિષ્ઠા હોવી જરૂરી છે.
 • બીજાનું હીત થાય તે કર્તવ્ય અને અહીત થાય તે અ કર્તવ્ય.
 • વહાલ અને વરસાદ માફકસર અને સમયસર વરસે તો અમૃત સમાન અને માપ કરતા ઓછા કે વધુ વરસે તો તે ઝેર સમાન.
 • લેવાની ઇચ્છા કરવાવાળો સદા દરિદ્ર હોયછે.
 • કંઈક ચાહવાથી કંઇક મળે કે નામળે પણ કંઇ ના ચાહવાથી બધું જ મળે છે
 • દરિદ્રતા અનપેક્ષીત થવાથી દુર થઇ જાય છે. કારણ કે અપેક્ષા જ દુઃખનું કારણ છે
 • જેને આપણે આપણી પાસે સદા રાખી નથી શકતા તેની ઇચ્છા કરવાથી કે મેળવવાથી લાભ શું?
This entry was posted in ચિંતન લેખ. Bookmark the permalink.