દુર્ગુણની જડ

અભિમાન  એ  સર્વ  દુર્ગુણની  જડ  છે  મદ  એ  દુર્ગુણો ના  કુટુંબનો  વડો  છે  એ  જ્યાં  જાય  ત્યાં કુટુંબીઓને  સાથે  લઈને જાય  છે  જેમ  મંદીરમાં  બૂટ લઈને  જવાતું  નથી  એમ  શાસ્ત્ર  સંત અને ભગવાન  આ  ત્રણ  પાસે  જવું  હોયતો  અને  ત્યારે  બે  બૂટ  બહાર રાખવા  પડે  છે  એક  બુદ્ધિનો  બૂટ  અને  બીજો  અભિમાનનો  બૂટ  પરમ  કૃપાળુ  પરમેશ્વર તો  એવો  છે  કે  એ  તો આપણને  જેવા  છે એવા  અપનાવી  લેશે  પણ  વિચારવાનું  આપણે છે  કે  શું  આપણે  અહંકાર  દ્વેષ  જેવા  મેલાઘેલા  વસ્ત્રો  સાથે  એને  મળવા  જવું  છે  ખરું  ?

કૃષ્ણની    સ્થાપના  હદયમાં  કરીને  કૃષ્ણની  જેમાં સંમતી  હોય એવા પ્રકારના  કર્મો  કરવા  માટે  જે  અર્જુન  કર્મના  કુરુક્ષેત્રમાં  ઉભો  રહી  જાય  છે  તેવા  જીવન યોદ્ધાને  શ્રી  સમૃદ્ધિ  વિજય ભૂતિ એટલેકે  ઉત્કર્ષ   વૈભવ  કલ્યાણ  અને  સદાચારને  માર્ગે   ચાલવાની  વૃત્તિ પ્રાપ્ત  થાય  છે

This entry was posted in ચિંતન લેખ. Bookmark the permalink.