શ્રધ્ધાંજલી -પૂ નટુભાઇ ઠક્કર ( યાત્રિક)

સેવા અને સ્મિત
પ્રેમ અને  પ્રસન્નતા
સ્વસ્થતા અને શિસ્ત
કર્મ અને ભક્તિને
એક  સાથે જન્મ લેવાનુ   મન  થયું
અને અમને નટુભાઇ મળ્યા

નટુભાઇની જીવનકિતાબ  એટ્લે ” શ્રધ્ધા”નો ”કલ્યાણબાગ”
જીવન જ   જેનું   શ્રધ્ધા  અને   સંતોષ
તમે તો   શિક્ષણ દીપાવ્યું, સંસાર દીપાવ્યો  અને
એક આખો યુગ દીપાવ્યો

તમારી   આંગળી   પકડી  તડ્કા  ને  છાયામાં ચાલતા   શીખ્યા
તમારા ઉછેરે  વિઘ્નોને  વિંધતા  શી ખ્યા
કેમ કમાવાય  ને કેમ દીપાવાય
એ ગણિતે  શીખ્યા
તમારા ઉછેરે ને ઘડતરે અમે’માટી’માંથી માનવ’બન્યા
લાગણીથી ઉછેરેલો આ તમારો હ્ર્દય બાગ  મહેંકી  રહ્યો છે

અતીતના અંધકારમાંથી  પ્રગટી  રહ્યાં છે  આપના મધુર સંસ્મરણો
આજે દશમી પુ ણ્યતિથિએ  આપને  શ્રધ્ધાંજલી

This entry was posted in Uncategorized. Bookmark the permalink.