એક અનોખું વસિયતનામું – નાની પાલખીવાલા

 • મારા  મૃત્યુ  વખતે  જેને  કદી સૂર્યોદય  જોવા  મળ્યો  નથી  તેવા  માણસને  મારાં ચક્ષુ  આપજો
 • હ્વદયનું  દર્દ  ભોગવનારને  મારું  હ્વદય  આપજો
 •  કાર અકસ્માતનો  ભોગ બનેલા  જવાનને  મારાં  રક્તનું  દાન  કરજો  જેથી  એ  પોતરાને જોવા  પામે
 •  મારાં     મૂત્રપિંડને   બીજાના  દેહમાંથી  ઝેર  ચૂસવાના કામમાં  લેજો
 • કોઈક  અપંગ  બાળકને  ચાલતું  કરવા  માટે  મારાં  અસ્થિનો ઉપયોગ  થાય  એમ  કરજો
 • પછી  જે  વધે  તેને  અગ્નિદાહ  દેજો .  તેમાંથી  જે  ફૂલ  ઉગે તે  માટે તેની  ભસ્મ  ચારેકોર  પવનમાં  વેરી  દેજો
 • તમારે  કશુંક  દફનાવવું  જ  હોય  તો  મારાં  દુર્ગુણોને  અને  માનવબંધુઓ   વિશેના  મારાં  પૂર્વગ્રહોને  દફનાવી  દેજો
 •  મારાં  પાપ  સેતાનને  આપજો
 •  મારો  આત્મા  પરમાત્માને  અર્પણ  કરજો
 • તમારે  મને  યાદ  કરવો  હોય  તો  કોઈક  જરૂરતમંદ  વ્યક્તિ  માટે  સત્કાર્ય  કે  સદવચન પ્રયોજીને  મને  યાદ  કરજો
 •  આ  મેં  જે  કહ્યું  તેટલું  કરશો  તો  હું  સદાય  જીવતો  રહીશ
This entry was posted in ચિંતન લેખ. Bookmark the permalink.

2 Responses to એક અનોખું વસિયતનામું – નાની પાલખીવાલા

 1. sneha says:

  એકથી એક ચડિયાતા વિચારો..દુનિયામાં બધાના વસિયતનામા આવા જ સુંદર બને એવી આશા..

 2. sneha says:

  એકથી એક ચડિયાતા વિચારો..દુનિયામાં બધાના વસિયતનામા આવા જ સુંદર બને એવી આશા..

Comments are closed.