અક્બર કથાઓ-૧

એક  વાર  બાદશાહ  અકબરના મનમાં  વિચાર  આવ્યો એક એકથી  ચડિયાતા  મુર્ખોને  ભેગા  કર્યા  હોય  તો ?

એમણે બીરબલને  આજ્ઞા  આપી

‘ એક અઠવાડીઆમાં  ચાર  મહામુર્ખને  મારી  સમક્ષ  હાજર  કરો ‘

બાદશાહની  આજ્ઞાનો  અનાદર  તો  કરાય  નહિ

બીરબલ  નીકળ્યો ….મહામુર્ખની  શોધમાં

શોધતાં શોધતાં  બીરબલની  મુલાકાત એક  માણસ  સાથે  થઇ ગઈ  જે  મીઠાઈના  ટોપલા  સાથે  નાચતો  નાચતો  જતો હતો  બીરબલે  એને  પૂછ્યું ; ‘ભાઈ ,કેમ  આટલો  બધો  ખુશ  છે ? અને આ  મીઠાઈ કોને  માટે  લઇ  જઈ રહ્યો  છે ? ‘

પેલા માણસે  બીરબલને  કહ્યું ; ‘ મારી  પત્નીને  એના  બીજી  વારના  પતિથી  પુત્ર  જન્મ્યો  છે  એને  વધાઈ આપવા  હું  આ લઈને  જઈ  રહ્યો  છું ‘ho

બીરબલને  થયું આ  મહામુર્ખને  બાદશાહ  પાસે  રજૂ કરી  શકાય

ત્યાંથી  આગળ   જતાં   બીરબલને  એક  એવી  વ્યક્તિનો  ભેટો  થઇ  ગયો   જે પોતે ઘોડા  ઉપર  બેઠો  હતો અને  એણે  ઘોડાને  ખાવાના  ઘાસના  ચારાનો  ભારો પોતાના  માથા  ઉપર  મૂકયો  હતો

બીરબલે  એને ઉભો  રાખીને  પૂછ્યું ; ‘ભાઈ , તું  ઘોડા  ઉપર  બેઠો  છે  અને  આ  ઘાસનો  ભારો  તારા  માથે  કેમ  મૂકયો  છે ? ‘

પેલા માણસે  પોતે  ખુબ  દયાવાન  હોવાનો  દાવો  કરતાં કહ્યું ; ‘  મારી આ ઘોડી  સગર્ભા  છે  એટલે  એની  ઉપર   મારો  ને  ઘાસના  આ ભારાનો  એમ  બેવડો  બોજો  નાં  પડે  એટલે  મેં  ભારો  મારાં  માથે  મૂકયો  છે  ‘

અને  બીરબલને  બીજો  મહામુર્ખ  મળી  ગયો .

આ બંનેને  લઈને  બીરબલ  દરબારમાં  પહોંચ્યો . જઈને  જહાપનાહની  સમક્ષ  આ  બંનેને  રજૂ  કર્યા  અને  કહ્યું ; હજૂર , આપની  આજ્ઞાનુસાર

મેં  મહામુર્ખને  શોધી  કાઢ્યા  છે .

અકબરે  બે  જ  મહામુર્ખને  જોઇને  કહ્યું ; ‘બીરબલ , આ  તો  બે  જ  છે . મેં  તો  તને  ચાર  મહામુર્ખ  શોધી  લાવવા  કહ્યું  હતું ‘

બીરબલે  કહ્યું ; ‘  હજૂર , અહીં  ચાર  જ  હાજર  છે ‘

અકબરને  આશ્ચર્ય  થયું  . અહીં  તો બે જ  મુર્ખ  દેખાય  છે  એ  આ  બીરબલ ચાર  ક્યાંથી  ગણાવે  છે ?

ફરી  અકબરે  કહ્યું ; ‘ આ  તો  બે જ  દેખાય  છે  ‘

‘અરે  હજૂર , આ બે  મૂર્ખને  તો  આપ  મળી  ચૂક્યા . ત્રીજા  મુર્ખ  આપ  કે  જે મૂર્ખોને એકત્ર  કરવાનું  સૂચન કરે  અને ચોથો  મૂર્ખ   એટલેકે  મુર્ખાધિરાજ  હું  કે જે  આપના સૂચનનો  અમલ  કરી મૂર્ખને  શોધવા નીકળી  પડું  ‘બીરબલ   ઉવાચ

અને  બીરબલના  આ  જવાબે   બાદશાહને  ખડખડાટ   હસાવી દીધા

This entry was posted in અક્બર કથાઓ. Bookmark the permalink.

One Response to અક્બર કથાઓ-૧

  1. બુરા દેખન મેં ચલા….. મુજસે બુરા ન કોઈ………

Comments are closed.