સુખ અને દુઃખ

   દુઃખ  એ  આત્માનું  વિટામીન  છે  જયારે સુખ  એ  શરીરનું  વિટામીન  છે

સુખ  અને  દુઃખ  માનવજીવનની  ઘટમાળ  સાથે  જડાયેલા  મહત્વના  તત્વો . દિવસ  પછી  રાત ..ભરતી  પછી ઓટ ..તડકા  પછી છાયો  એમ  આ  બે જીવનમાં  આવ્યા  કરતાં  ઘટકોના  સંદર્ભમાં દાદા ભગવાને  ઉપર્યુક્ત  ઉક્તિમાં  કેવી  સરસ  વાત  કહી  છે .

શરીરના  સુખ  શરીરને  પુષ્ટ કરે  પણ  હોય  શરીરની  જેમ  અનિત્ય ..ક્ષણિક
જયારે   દુઃખ  આત્માને  મજબુત  બનાવનાર  તથા  આત્માની  જેમ  ચિરંજીવ  અને નિત્ય .

દુઃખ  આત્માને  પોષક  કેવી  રીતે  બને ?  જો માનવી  પોતાના  જીવનમાં  આવી  પડેલા  દુઃખોનો સમજણપૂર્વક  સ્વીકાર  કરે  , જીવનમાં  આવી  પડેલી  કપરી  પરિસ્થિતિઓને  એક આહવાહન ગણી   એનો હિમતપૂર્વક  સ્વસ્થતાથી  સામનો  કરે  તો  આ  દુઃખ  જ  એને  અંદરથી  ખુબ  મજબૂત  બનાવવાનું  નિમિત્ત  બને છે  . આમ  જોવા  જઈએ  તો   જીવનમાં  આવતી  વિકટ  પરિસ્થિતિ  એ  જીવનને  મજબૂત બનાવતું  વરદાન  છે . એ  માનવીને  એની  સાચી  ઓળખ  બક્ષે  છે . એનું  પાણી  એ  માપી  આપે  છે … એટલું  જ  નહિ  એનામાં  રહેલા  સત્વને  ખીલવી  એના  આત્મવિશ્વાસને , એનામાં  રહેલી ખુમારીને  દ્રઢાવવામાં  મદદરૂપ  બને  છે  એક  કવિએ  આ વાતને  આવી સુંદર  રીતે  કહી  છે –

અમને નાખો જિદગીની આગમાં , આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું મોતના હર કાફલા , આવવા દો મોતને પણ લાગમાં

કવિ જલન  માતરી  પણ  કહે  છે –

માથે ચઢીને વાગે છે અનહદ મુસીબતો
માથા ઉપરથી ચાલો ઉતારી રમાડીએ

જે મુસીબતોને  માથા  ઉપરથી  ઉતારી  રમાડી  શકે  એને માટે  પછી કવિ  રાજેન્દ્ર  શાહ  કહે છે તેમ –

ભાઇરે આપણાં દુઃખનું કેટલું જોર ? એમ જ હોયને ?
કુદરત  પણ આ વાતનો સંકેત કવિ  રાજેન્દ્ર  શાહની  જ  આ  પંક્તિ  દ્વારા  જાણે  આપે  છે –

આભ ઝરે ભલે આગ , હસી હસી ફૂલ ઝરે ગુલમહોર

This entry was posted in વિચાર વિસ્તાર. Bookmark the permalink.

10 Responses to સુખ અને દુઃખ

 1. Pingback: સુખ અને દુઃખ (via વિતક શાં ખોલવાં અમથાં) « વિજયનુ ચિંતન જગત

 2. Pingback: સુખ અને દુઃખ (via વિતક શાં ખોલવાં અમથાં) « વિજયનુ ચિંતન જગત

 3. અને વળી એક શાયરે એમ પણ કહ્યું છે કે,

  ” સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,
  સાગર ડૂબાડી દે મને તેવો કિનારો હું નથી,
  મારે તો અજવાળવા અંધારઘેર્યા પંથ સૌ,
  ચમકી ને તૂટી પડે તેવો કિનારો હું નથી. “

 4. અને વળી એક શાયરે એમ પણ કહ્યું છે કે,

  ” સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,
  સાગર ડૂબાડી દે મને તેવો કિનારો હું નથી,
  મારે તો અજવાળવા અંધારઘેર્યા પંથ સૌ,
  ચમકી ને તૂટી પડે તેવો કિનારો હું નથી. “

 5. અમને નાખો જિદગીની આગમાં , આગને પણ ફેરવીશું બાગમાં
  સર કરીશું મોતના હર કાફલા , આવવા દો મોતને પણ લાગમાં

 6. અમને નાખો જિદગીની આગમાં , આગને પણ ફેરવીશું બાગમાં
  સર કરીશું મોતના હર કાફલા , આવવા દો મોતને પણ લાગમાં

Comments are closed.