અક્બર કથાઓ (2)

બીરબલ

બાદશાહ અકબરને અતિશય પ્રિય એની બુદ્ધિશક્તિ અને હાજરજવાબીપણા તરફ એમને ખૂબ માન .

જાહેરમાં તેઓ બીરબલનું સન્માન કરે એ દરબારીઓથી વેઠાય નહીં . તક મળે ત્યારે બીરબલને જાહેરમાં બાદશાહની નજરમાંથી ઉતારી પાડવાનો એમનો સતત પ્રયત્ન .

એક વખત ….. બાદશાહનો દરબાર ભરાયેલો છે એમાં એક દરબારી મુલ્લા દોપ્યાજા એમનું નામ . એમણે બીરબલને પૂછ્યું ‘બીરબલ , તું દિવસમાં બે – ત્રણ વાર તો તારી પત્નીઓ હાથ કોઈને કોઈ કામથી જોતો હોઈશ , ખરુંને ? બીરબલે હા પાડી એટલે એણે આગળ પૂછ્યું ;’તો તને એ વાતની ખબર હશે જ કે તારી પત્નીએ એના હાથમાં કેટલી ચૂડીઓ પહેરી હોય છે ? ‘

બીરબલ …. બુદ્ધિમાન બીરબલ … પણ અત્યારે મુલ્લાજીના આ અણધાર્યા પ્રશ્નથી પરેશાન . પત્નીના હાથમાં કેટલી ચૂડીઓ હોય એ ધ્યાનથી એણે જોયું જ નહોતું .અત્યારે જો એ એવું કહે તો બધા એવું માને કે આવું સામાન્ય જોવાની દ્રષ્ટી પણ બીરબલમાં નથી કે શું ?

સામે મુલ્લાજી . દાઢી ઉપર હાથ ફેરવતા મુલ્લાજી જાહેરમાં પોતે બીરબલને નીચો દેખાડી બાદશાહની નજરમાં ઊચા અને બુદ્ધિશાળી દેખાવા માંગતા મુલ્લાજી . એમના અને બધા દરબારીઓના કાન બીરબલનો જવાબ સાંભળવા ઉત્સુક બધાને એમ જ હતું કે બીરબલ જવાબ નહીં જ આપી શકે પણ બીરબલ હાજરજવાબીપણું એ તો એની આગવી લાક્ષણીકતા .

મુલ્લાંજીને દાઢી ઉપર હાથ પસવારતા જોઇને જ એના દિમાગમાં ઝબકારો થયો ….એણે બાદશાહને સંબોધીને કહ્યું :

‘હજૂર , હું તો એ જરૂર બતાવીશ કે મારી પત્નીના હાથમાં કેટલી ચૂડી છે ….પણ એ પહેલા મુલ્લાજી જરા એ વાત બતાવશે ખરા કે એમની દાઢીમાં કેટલા વાળ છે ? કારણકે એમનો હાથ તો એમની દાઢી ઉપર દિવસમાં કેટલી બધી વાર જાય છે ?એટલે એમને તો એ વાતની ખબર હશે જ કે એમની દાઢીમાં કેટલા વાળ છે ? ‘

મુલ્લા દોપ્યાજા … બાદશાહની આગળ હોંશિયાર દેખાવાની ફિરાકમાં એમને તો કલ્પના જ નહીં કરેલી કે પોતે બિછાવેલી જાળમાં પોતે જ ફસાઈ જશે …! દાઢીમાં કેટલા વાળ …! પોતાની દાઢીમાં કેટલા વાળ …! એની તો કેવી રીતે ગણતરી થઇ શકે ? અને મુલ્લાજી ઓઝપાઈ ગયા .

મો ઝાખું થઇ ગયું ! શેરને માથે સવા શેર મળશે એવી એમને ક્યાં ખબર હતી ? શું જવાબ આપે મુલ્લાજી ? બાદશાહ ખુશ બીરબલના હાજર જવાબીપણા ઉપર …1

This entry was posted in અક્બર કથાઓ. Bookmark the permalink.