અક્બર કથાઓ (૩)


બીરબલ
વાતોનો  બેતાજ  બાદશાહ
એનું હાજરજવાબીપણું  અજોડ
એની વાતને  રજૂ  કરવાની  પધ્ધતિ  આગવી

એક  દિવસ  બાદશાહનો  દરબાર  ભરાયેલો
વાતમાંથી   વાત  નીકળી
બાદશાહે  બીરબલને  કહ્યું : ‘ બીરબલ , તું કેવળ  વાતોનો   તીરંદાજ  છે . પણ  જો  વાસ્તવમાં  તારે તીર -કમાન પકડવાના  થાય  તો  તારી એમાં  કોઈ  હેસિયત  નહીં ….’
આ વાત બધા  દરબારીઓ  માટે તો  ગોળ  જેવી ….
એમને તો  બીરબલ વિષે  બાદશાહ  સહેજ  પણ  ઘસાતું  બોલે  એટલે  ખુશીનો  ખજાનો  મળી  જાય

બધા  દરબારીઓ  ખુશ

ત્યાં ….

બીરબલનો  જવાબ  આવ્યો : ‘બાદશાહ સલામત , હું  માત્ર વાતોની  તીરંદાજી  કરી  શકું  છું  એવું  નથી …માને તો  એની સાથે  સાથે  ખરેખરી  તીરંદાજી  પણ ફાવે  છે . હું સારો  તીરંદાજ પણ  છું ‘
બાદશાહ સહિત સૌ  દરબારીઓને  લાગ્યું  કે  બીરબલે ડિંગ મારવાની શરુ  કરી દીધી
સૌએ  બાદશાહને  પોરસાવ્યા કે ‘હજૂર , જો બીરબલ  પોતે સારો  તીરંદાજ છે  એમ  કહેતો  હોય  તો  આ  વાતની  કસોટી  કેમ ના  કરવી ? ‘

બાદશાહને  પણ  મન થયું  કે  ચાલો  બીરબલની  તીરંદાજીની  પણ  કસોટી  થઇ  જાય …
અને
બીજે  દિવસે  બાદશાહ – બીરબલ -દરબારીઓ  મેદાનમાં  પહોચ્યાં
બીરબલના  હાથમાં  તીર – કમાન  હતા . થોડે  દૂર  એક  લક્ષ્ય  ગોઠવવામાં  આવ્યું  હતું  એને  નિશાન  બનાવી  બીરબલે  લક્ષ્ય  તાકવાનું  હતું  બીરબલ …
બાદશાહનો  પ્રિય …
એણે   પહેલું  તીર  ચલાવ્યું …. પણ  અફસોસ …તીર  લક્ષ્ય  સુધી  ના  પહોંચી  શક્યું  ત્યારે  બીરબલ બોલ્યો : ‘હજૂર , આ હતું  મુલ્લા  દો      પ્યાજાનું  નિશાન ..’ફરી નિશાન  તાક્યું …. પણ  આ નિશાન  પણ  લક્ષ્યને  આંબી ના  શક્યું  ફરી  બીરબલ  ઉવાચ : ‘અને  આ  નિશાન  હતું  રાજા  ટોડર મલનું …ત્રીજું  નિશાન  લક્ષ્ય  સુધી  બરોબર  પહોચ્યું  એ સાથે  બીરબલ   બોલી  ઉઠ્યો ;’ જુઓ  હજૂર , આ છે  આપનાં બીરબલની  તીરંદાજી ….!
અકબર  એકદમ  હસી  પડ્યા
એ બરોબર  સમજી  ચૂક્યા  હતા કે બીરબલે  અહીં   પણ પોતાની વાતોની  તીરંદાજીનો  જ  ઉપયોગ  કર્યો  છે …
પણ ….
બીરબલને  આ બાબતમાં  કોઈ  જીતી  શકે  ખરું ?.

This entry was posted in Uncategorized. Bookmark the permalink.