આધુનિક સમયની સ્થિતપ્રજ્ઞતા

આધુનિક સમયની સ્થિતપ્રજ્ઞતા  બે રીતે  સિદ્ધ  કરી  શકાય  ૧  પ્રવાહિતા  ધારણ  કરવી એટલે કે જે વાસણ હોય  એવો આકાર  ધારણ  કરવો  ૨ નિષ્ઠા  સિદ્ધ  કરવી . સંસારી  જીવનમાં  બે  સ્થિતિ  આવે છે  ૧  સુખદ  ૨ દુ:ખદ . માણસને  દુ:ખ  ભોગવવું  નથી  ગમતું .એ એનાથી ભાગવા  પ્રયત્ન  કરે છે  દુ:ખથી  એ  રીતે  ભગવાને બદલે  તમારા  ભાગમાં  આવેલા  દુ:ખને  પૂરી નિષ્ઠાથી  ભોગવો
          નિષ્ઠા  બે  પ્રકારની  હોય છે
૧  આત્મનિષ્ઠા – સંબંધ નિષ્ઠા .પ્રેમભાવે  સંબધ  વધારો . સંબધ  વધારવા  માટે  ત્યાગને  કેળવો .ત્યાગવૃત્તિ  સાથે  સંબધ  કેળવવાથી એ સંબધમાં  પ્રેમનું  ઊંડાણ  આવે  છે એનાથી  સર્વ  કોઈનું  સારું  ઈચ્છાય છે .
૨  કાર્યનિષ્ઠા – તમારા  કાર્યમાં  પૂરેપૂરા કલાકો  અને પૂરી  શક્તિ આપો .કાર્ય  કરતી  વખતે  વચનો  આપવા  પડતા  હોય  છે .આ વચનપાલન  એ  પણ  પૂરી  નિષ્ઠા છે .કાર્યનિષ્ઠાથી માણસની  સંબધનિષ્ઠા  દ્રઢ  બને છે  .આ  બંને પ્રકારની  નિષ્ઠા  આફતને  અવસરમાં  પલટાવી  શકે  છે અને  આવી આફતને  અવસરમાં  પલટવાની કળા  ફક્ત  સ્થિતપ્રજ્ઞ  જ  કેળવી  શકે  છે
         જીવનમાં  આપણાં  સુખો  ખરેખર  ઓછા  નથી  હોતા  પણ  આપણી  અપેક્ષાઓ  વધુ  હોય  છે  સામે  પક્ષે  આપણાં  દુ:ખો  વધુ  નથી  પણ  આપણી  સહનશક્તિ  ઓછી  હોય છે  .ખરેખર જીવનમાં  જે  મળ્યું છે  તેને  સ્પેન્ડ …સ્પેન્ડ ,,,સ્પેન્ડ કરો  અને હી વિલ સેન્ડ …સેન્ડ …સેન્ડ મોર એંડ મોર
This entry was posted in Uncategorized. Bookmark the permalink.