અક્બર કથાઓ (૪)

બાદશાહ  અકબર ….
એક  વાર  એમને  મઝાક  સૂઝી .

એમણે બીરબલને  પૂછ્યું : ‘બીરબલ ,મારી  હથેળીમાં  વાળ  કેમ  નથી ? ‘

‘હજૂર , આપ  આપણાં  હાથે  રોજ  જરૂરિયાતવાળાઓને  અને  ગરીબોને  અઢળક  દાન  આપો છો  એટલે દાન  આપતાં  આપતાં  હાથના  વાળ    ઘસાઈ  જતાં  રહે  છે ‘ બીરબલે  કહ્યું

બીરબલનો  જવાબ  સાંભળી  અકબરે  પૂછ્યું :’સારું , પણ  તારી  હથેળીમાં  વાળ  કેમ  નથી ? ‘

બીરબલે એનો  જવાબ  આપતાં  કહ્યું :’ એ  તો  હજૂર  એવું  છેને  કે  હું  રોજ  આપના હાથે  દાન  લીધા  કરું  છું  એટલે  મારી  હથેળીમાં  પણ  વાળ  ટકતા નથી ‘

બીરબલનું  આવું  હાજરજવાબીપણું  બાદશાહને  ખુશ કરી  ગયું  એટલે એમણે  કહ્યું :’ બીરબલ , મારી  અને  તારી  હથેળીના  વાળ તો  મારાં દાન  આપવા  અને તારા  લેવાને  કારણે  ટકતા  નથી .પણ  આ  દરબારીઓનું શું ? એમની  હથેળીમાં  પણ  વાળ  કેમ નથી ?’

બીરબલે  તરત જ  એનો  જવાબ  આપતાં  કહ્યું :’ બાદશાહ હજૂર , સીધી  વાત  છે …. આપ દાન  આપો  છો અને  હું  દાન  લઉં  છું એ  જોઈ જોઇને  આ  દરબારીઓ  હાથ  ઘસતા  રહી  જાય  છે  એટલે  એમની  હથેળી  ઉપર  પણ  વાળ  કેવી  રીતે  ટકે ?’

કેવું  સરસ  હાજરજવાબીપણું  બીરબલનું !

This entry was posted in અક્બર કથાઓ. Bookmark the permalink.