ઘડુલી ક્યારે શિર પર ચડી ?

                      માટીને   મોટપ  ક્યારે    મળી ?
મનુષ્યના  શિર  પર  વિરાજવાનું  માન  ઘડુલીને  ક્યારે  મળે ?  પહેલાં તેનું  રૂપ  માટીનું  હોય  છે .માટી પણ  ખોદવી પડે છે …તેને  ચાળવી પડે છે ….ગારો  કરવો  પડે  છે …એને ગુંદવી  પડે  છે .માટી  પગથી  ખુંદાય છે   પીંડ  બનાવાય  છે …આકાર  માટે  ચાકડે  ચડવું  પડે છે .પાકી  થવા  માટે  નીંભાડે  ચડી  શેકાવું  પડે  છે અને  આકાર  મળે  ત્યારે  પણ  ક્યાંય બોદાપણું  રહ્યું  નથી એ  માટે  ટકોરાવું  પડે છે ….
જીવનમાં માનવીએ  પણ  મહત્તા  પ્રાપ્ત  કરવા  કેટલા  મુકાબલા  કરવા  પડે  છે ?અનુભવોમાંથી  પસાર  થવું  પડે  છે …સઘર્ષ  કરવા  પડે  છે ….પુરુષાર્થ  કરવો  પડે છે ….પનિહારી  ઘડાને  ગળા  પર  દોરડું  બાંધીને કૂવામાં ઊંડે  ઉતારે  છે …ઊંડે  ઉતર્યા  પછી પણ  સભર  બનવું  પડે  છે …છાકથી  છલકાવું  નહીં  છલકાવાય તો  અધૂરા  કહેવાય …પૂર્ણપણે ભરાઈ  જઈએ  પછી  જ  જળસભર  થતાં  પનિહારીના  શિર  પર  ચડવાનું  માન  ઘડુંલીને   મળે  છે  .
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to ઘડુલી ક્યારે શિર પર ચડી ?

  1. સુંદર ચિત્ર..મર્મસભર ઉંચી વાત.

  2. hemapatel says:

    માટીનો ઘડો અને માનવજીવનની તુલના બહુજ સુન્દર ચિન્તન .

Comments are closed.