અક્બર કથાઓ (5)

અકબર  બાદશાહ ….

એના દરબારમાં  ઘણી  જાણીતી  હસ્તીઓ ….
પણ  એ  બધામાં  બીરબલ  તરફ  બાદશાહનો  વધારે  પ્રેમ
આ પ્રેમ  ઘણા  દરબારીઓને  ના  ગમે
એ લોકો  તક  જ  શોધતા  હોય  કે  દરબારમાં  એવો  કોઈ  મોકો  મળી  જાય  જયારે  બાદશાહ  સમક્ષ  બીરબલને  નીચો  દેખાડી  શકાય
એક  દિવસ …
અબુલ  ફઝલ  નામના  બાદશાહના  એક  વજીર
એમને મનમાં  અચાનક  ચળ  ઉપડી
એમને  થયું  કે  આજે  કંઈક  એવું  કરવું  કે  જેથી  બીરબલની  દરબારમાં  હાંસી થાય  અને  પોતાનો  વટ પડી જાય
એમણે ઠાવકું  મોઢું  કરીને  બીરબલને  કહ્યું :’ બીરબલ , બાદશાહ સલામતે  તને  હવે  સુવરો અને  કુતરાઓનો  વજીર  બનાવવાનું  નક્કી  કર્યું  છે
સુવરો  અને  કુતરાઓનો  વજીર ….
સાંભળતાં ગુસ્સો  ચડે  એવી  વાત….
એમાં  ય  ભર્યા  દરબારમાં  બાદશાહ  સાંભળતાં  હોય  એ  સમયે  કહેવાયેલી  વાત …
જેને  પોતાને  ઉતારી  પાડવામાં  જ  રસ  હોય  એવી  વ્યક્તિ  દ્વારા  કહેવાયેલી  વાત …
પણ  આ  તો  બીરબલ
આવી વાત  સાભળીને  ગુસ્સો  કરે  તો  એ  બીરબલ  શાનો ?
ઉલટું  એણે તો  ખૂબ  ઠંડે  કલેજે  અબુલ  ફઝલને  કહ્યું :’એ  તો  બહુ  સારી  વાત  છે વજીરજી , હવે  તો  મારે  આપની પણ  દેખભાળ  કરવી  પડશેને  ?’
બીરબલનો  જવાબ  સાંભળી  બાદશાહ અકબર  અને  આખો  દરબાર  ખડખડાટ  હસી  પડ્યા ….
અને  અબુલ  ફઝલ  તો …
એને તો  વાઢો તો  લોહી  પણ  ક્યાંથી  નીકળે ?
This entry was posted in Uncategorized. Bookmark the permalink.