અકબર કથા – ૬

એક  દિવસ …
અકબર  બાદશાહ …
હાથમાં  તલવાર  હતી …
પણ  ધ્યાન તલવાર  તરફ  નહોતું
પકડવાની  પધ્ધતિ ખોટી  હોવાથી  બાદશાહના  અંગુઠે  વાગી ગયું … અંગુઠાનો  ઉપરનો  ભાગ  થોડો  કપાઈ  ગયો ..
આ  કારણે   દર્દથી  તેઓ ચીસ  પાડી  ઉઠ્યા .

અકબરની  ચીસ  સાંભળી બાદશાહને  સાંત્વના આપવાની  જગ્યાએ   બીરબલથી  બોલાઈ ગયું :’ ભગવાન  જે  કરે છે  તે  સારા  માટે  જ  હોય  છે ‘

ભગવાન  કરે  તે  સારા  માટે ….
વાત  તો  બીરબલની  સારી  અને  સાચી  હતી …પણ  એ  એવી  ક્ષણે  કહેવાયેલી  હતી  કે  એ  ક્ષણે  બાદશાહને  આ  વાત  ના ગમે
અને  એ  જ  કારણે  બાદશાહે  ક્રોધિત બની  બીરબલને  એના  સ્થાનેથી  બરખાસ્ત  કર્યો ..

બાદશાહ  અકબરનો  પ્રિય  બીરબલ ..
પણ  અત્યારે  બાદશાહના  ક્રોધનો  ભોગ  બન્યો
પણ  ત્યારે  પણ …

બીરબલના  મુખમાં  એક  જ  વાત હતી …’ભગવાન  જે  કરે તે સારા  માટે  જ  કરે  છે ‘

આ  વાતને  થોડા  દિવસ  પસાર  થયા ..
ફરી  એક  દિવસ ..
બાદશાહના  મનમાં  શિકાર  કરવા  જવાની  ઈચ્છા  થઇ
અને થોડા  સૈનિકોને  સાથે  લઈને  તેઓ  શિકારે  ઉપડ્યા
દુર્ભાગ્યવશ  બાદશાહ  ગાઢા  જંગલમાં  સૈનિકોથી  છુટા  પડી ગયા  અને  ત્યાં  કેટલાક ખુંખાર જંગલી  આદિવાસીઓની  નજર  એમના  ઉપર  પડી …અને તેઓ  બાદશાહ અકબરને  પકડી  પોતાના  સરદાર  પાસે લઇ  ગયા
બાદશાહ  અકબર … દિલ્હીના  સરતાજ ..પણ અત્યારે  આદિવાસીઓના  સકંજામાં …

એમના લક્ષણો  બત્રીસલક્ષણા  માનવના …
અને એટલે જ  સરદારે એમનો  ભોગ  દેવીને ચડાવવાનું  નક્કી  કર્યું
બધા  બાદશાહને  લઈને  એમના  આરાધ્યદેવ  પાસે  ગયા ..દેવ  પાસે એમને  બાંધીને  એમની  આજુબાજુ  નાચવા -ગાવા  લાગ્યા …

ત્યાં …

એક  આદિવાસીની  નજર  બાદશાહના   હાથના  કપાયેલા  અંગુઠા  ઉપર  પડી … એને સરદારનું  ધ્યાન  ખેચ્યું …
અને જાણે  ચમત્કાર  થયો …
બાદશાહને  છોડી  દેવાયા …કારણકે  કપાયેલા  અંગુઠાને  કારણે  બાદશાહ  એમના  દેવતાને ભોગ  માટે  યોગ્ય  નહોતા  રહ્યા
કપાયેલ  અંગુઠાએ  પોતાને  જીવનદાન  આપ્યું  ત્યારે  બાદશાહને  બીરબલના  શબ્દો  યાદ આવ્યા  ‘ભગવાન કરે  તે  ભલા  માટે  હોય છે ‘
અને

બીરબલને  દરબારમાં  પુન:  એનું માનભર્યું  સ્થાન પાછું  અપાયું

બીરબલ  સાથે  વાત  કરતાં  બાદશાહે  પોતાની  આપવીતી  અને  બચાવની  વાત  કરી . પણ  પછી  પૂછ્યું ; ‘મારો અંગુઠો  કપાયો  ત્યારે  તે  કહેલી વાત  મારાં  માટે  તો  સાચી  જ  પડી  પણ  જયારે  મેં  તને દરબારમાંથી  બરખાસ્ત  કર્યો  ત્યારે  પણ  તે  ઉપરના  જ  શબ્દો  કહ્યા … એનો  અર્થ  શો ? ‘

‘હજૂર ,જો  આપે  મને દરબારમાંથી  બરખાસ્ત  ન  કર્યો  હોત …… તો  જયારે  આપ  શિકારે  ગયા  ત્યારે  જરૂરથી  મને  પણ  સાથે  લઇ  જ  ગયા  હોત … આપ  તો  તે  સમયે  આપના  કપાયેલા  અંગુઠાને  કારણે  બચી  ગયા  હોત  પણ  હું  તો  જરૂર  એ  આદિવાસીઓ નો  શિકાર  બની  જ  ગયો  હોત  ..’

ફરી  એક  વાર  ..
બીરબલના  જવાબે  બાદશાહને  ખુશ  કરી  દીધા  .

This entry was posted in અક્બર કથાઓ. Bookmark the permalink.