પ્રયાણોત્સવ – ગુણગાન.(ગીત) -માર્કંડ દવે.

 

છે ખબર છતાં, અમસ્તું પૂછ્યું, તારે આવવું  છે?

હવે,  હું  જવા માગું  છું, બોલ, તારે આવવું  છે?

અંતરા-૧.

અરે,   ઓછું   કે  વધારે,  જેટલું   રહ્યા  તેટલું..!!

મૂળ  તો  ભાડાનું  જ  ને,  બોલ તારે આવવું  છે?

છે ખબર છતાં,અમસ્તું પૂછ્યું, તારે  આવવું  છે..!!

અંતરા-૨.

હવે તો,  ના..ના..ને….ના, રોકાઈને કામ શું  છે..!!

શ્વાસ  પણ  થાક્યા છે હવે, બોલ તારે આવવું છે?

છે ખબર છતાં, અમસ્તું  પૂછ્યું, તારે આવવું છે..!!

અંતરા-૩.

લે, એમાં રડવાનું  શું? બસ, હવે છાની રહી જા..!!

હર્ષ   અશ્રુ   દઉં  વધેલાં, બોલ  તારે આવવું  છે?

છે ખબર છતાં, અમસ્તું  પૂછ્યું, તારે આવવું છે..!!

અંતરા-૪.

ઉધારી   શું   કામ   રાખું, જેવું  લીધું`તું   તેવું  જ..!!

પરત   ભારોભાર   દઈશ,  બોલ  તારે  માપવું  છે?

છે  ખબર  છતાં, અમસ્તું પૂછ્યું, તારે આવવું  છે..!!

 

હવે,   હું  જવા  માગું   છું, બોલ, તારે આવવું  છે?

છે  ખબર  છતાં, અમસ્તું પૂછ્યું, તારે આવવું  છે?

માર્કંડદવે. તા.૨૦-૧૦-૨૦૧૧.

http://markandraydave.blogspot.com/2011/10/blog-post_20.html

 

મૃત્યુનાં ભયથી પીડીત કોઇ પણ ને  સહજ બનાવતું આ ગીત કોઇ પ્રાર્થનાથી સહેજ પણ નીચે નથી ઉતરતુ.

સલામ મકરંદભાઇ!

 

 

This entry was posted in નિવૃત્તિ વિજ્ઞાન. Bookmark the permalink.

2 Responses to પ્રયાણોત્સવ – ગુણગાન.(ગીત) -માર્કંડ દવે.

  1. Pingback: » પ્રયાણોત્સવ – ગુણગાન.(ગીત) -માર્કંડ દવે. » GujaratiLinks.com

  2. GUJARAT PLUS says:

    very good poem…………..

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    http://kenpatel.wordpress.com/

    http://saralhindi.wordpress.com/

Comments are closed.