અક્બર કથા – ૮

દિલ્હીના  બાદશાહ  અકબર
જાતજાતના  નુસખા  પોતે  ખુશ  રહેવા  શોધે  અને  એ  નિમિત્તે  કસોટી  કરી  સૌને  આનંદમાં  રાખે
આ બધામાં  બીરબલનો  એમને  પૂરો સાથ  મળે
બીરબલનું  હાજરજવાબીપણું ….
એ એમની  ખુશીનું  હંમેશા  કારણ  બંને
એક  વાર  બન્યું  એવું ….
રાજમહેલની  બહાર  મેદાનમાં  એક  હોજ  હતો
બાદશાહે  એ હોજમાં  વીસ  ઈંડા  નખાવ્યા …
અને વીસ દરબારીઓને  ત્યાં  હાજર  કરી  એક  પછી  એકને  મોકલી ….એક એક  ઈંડું બહાર  કઢાવ્યું
વીસ  ઈંડા ….નખાયા
વીસ  દરબારીઓ ….
વીસ ઈંડાને  બહાર  કાઢી  લાવ્યા
એ  પછી  ત્યાં  હાજર બીરબલને  બાદશાહે  હુકમ  કર્યો  કે  તું  હોજમાં  જા  અને  એક ઈંડું  બહાર  લઇ  આવ ..
બીરબલને  ખબર  હતી  કે હોજમાં ઈંડું  નથી …
અને છતાં  બાદશાહનો  હુકમ …
એટલે હોજમાં કુદ્યો ..
થોડી વારે  ખાલી  હાથે  બહાર  આવ્યો
એને ખાલી  હાથે આવેલો  જોઇને બાદશાહે  ગંભીર  મો   કરીને  પૂછ્યું  : ‘ તું  કેમ  ખાલી  હાથે  બહાર  આવ્યો …? ‘
બીરબલ સમજી  ગયો હતો  કે  બાદશાહ  એની  સાથે  મજાકના  મૂડમાં હતા …એટલે  એણે પણ એ જ  રીતે  જવાબ  આપતાં  કહ્યું : ‘હજૂર , આપ જાણો છો  કે  આ  બધા  જે  ઈંડા  લઇ  આવી  શક્યા એ  કોને  કારણે ? ‘
‘કોને  કારણે ?’બાદશાહે  પૂછ્યું
‘હજૂર , આ  બધા  મારે  લીધે  તો  ઈંડા  લઇ  આવી  શક્યા  છે ‘ બીરબલે  કહ્યું
બાદશાહને  બીરબલનો  જવાબ  સમજાયો  નહીં . એમણે પૂછ્યું :’ એ  કેવી  રીતે ? ‘
‘હજૂર ,  આ  બધા  તો  મરઘીઓ  છે  એટલે તો  એ  ઈંડા  લઇ  આવ્યા .. .પણ  હજૂર , હું  ક્યાં  મરઘી  છું … હું  તો  મરઘો  છું … હું કેવી  રીતે
ઈંડું  લાવી  શકું ? ‘બીરબલે  બહુ  ઠાવકા  હોવાનો  દેખાડ  કરતાં  કહ્યું
અને …
બાદશાહ હસી  પડ્યા ….ખડખડાટ …!
This entry was posted in અક્બર કથાઓ. Bookmark the permalink.