અક્બર કથા -૯

મુલ્લા  દોપ્યાજા .

અકબરના  દરબારના   એક  દરબારી
ઘણા  લાંબા સમય  સુધી  એમણે  લગ્ન  નહોતું  કર્યું
ખાસ્સી  મોટી  ઉમર  થઇ  ગયેલી  એમની
એક  દિવસ …
બાદશાહ  અકબર  દરબાર  ભરીને  બેઠેલા
અચાનક  બાદશાહની  નજર  દોપ્યાજા  તરફ  ગઈ
અને  એમને કંઈક  સુઝ્યું …
એમણે દોપ્યાજાને  કહ્યું : ‘મુલ્લાજી ,હવે  આપે  લગ્ન  કરી  લેવું  જોઈએ …આમ  ક્યાં  સુધી …? ‘
દોપ્યાજા  ખુશ
બાદશાહ સલામતે  પોતાના  જીવનમાં  રસ  લીધો ..
 એમણે  કહ્યું : ‘ જી  હા  હજૂર , હું પણ  હવે આ  બાબતમાં  વિચારી  જ  રહ્યો  છું ..પણ  મને  થાય  છે કે  લગ્ન  કરું  તો  કોઈ  વિધવા સાથે  જ  કરું ..જેથી  લગ્નની  સાથે  સાથે એક  સારું  કામ  કર્યાનો  સંતોષ  પણ  મને  મળે ….’
બીરબલ  પણ  દરબારમાં  હાજર  હતો
એનાથી  બોલ્યાં  વિના  ના રહેવાયું . એણે  કહ્યું ; ‘મુલ્લાજી , આપ  ગમે તેની  સાથે  લગ્ન  કરો … થોડા સમય બાદ  એ  સ્વયમ વિધવા  થવાની  જ  છે ‘
બીરબલનો  જવાબ …
દોપ્યાજા માટે  તો  જાણે  મધમાખીનો  ડંખ .
પણ  બાદશાહ અકબરને  તો  બીરબલનો  આ જવાબ  ખડખડાટ  હસાવી  ગયો ….
This entry was posted in Uncategorized. Bookmark the permalink.